Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : You should not hang clothes behind door

તમે પણ દરવાજાની પાછળ કપડા લટકાવતા હોવ તો થઈ જાવ સાવધાન, નહીં તો ભોગવવા પડશે ખરાબ પરિણામ

Timeછેલ્લું અપડેટ : 04 Jan 2025
લાઇવ ટીવીGoogle News
તમે પણ દરવાજાની પાછળ કપડા લટકાવતા હોવ તો થઈ જાવ સાવધાન, નહીં તો ભોગવવા પડશે ખરાબ પરિણામ

હિન્દુ ધર્મમાં વાસ્તુશાસ્ત્રનું ખૂબ મહત્ત્વ છે. એવું માનવામાં આવે છે કે જો વાસ્તુ નિયમોને ધ્યાનમાં રાખીને કામ કરવામાં આવે તો ઘરમાં સમૃદ્ધિ અને પ્રગતિ થાય છે. તેથી, ઘરની દરેક નાની-મોટી વસ્તુઓ માટે વાસ્તુ નિયમોનું ધ્યાન રાખવા પર ભાર મૂકવામાં આવે છે.

App Store

આ પણ વાંચો: Chanakya Niti / કોઈપણ વ્યક્તિએ આ 3 કામ કર્યા પછી જરૂર કરવું જોઈએ સ્નાન

જોકે, ઘણી વખત એવું બને છે કે વ્યક્તિ વાસ્તુના નિયમોની અવગણના કરે છે, જેના કારણે વ્યક્તિને વાસ્તુ દોષોના ભયંકર પરિણામ ભોગવવા પડે છે. વાસ્તુશાસ્ત્રમાં બેડરૂમથી લઈને રસોડા તેમજ દરવાજા સુધી ઘરના દરેક ખૂણા સાથે જોડાયેલા નિયમો સમજાવવામાં આવ્યા છે. લોકો વારંવાર દરવાજાની પાછળ હેંગર મૂકીને કપડા લટકાવે છે. પરંતુ વાસ્તુ નિયમો અનુસાર આવું કરવું ઘરની સુખાકારી માટે જોખમી સાબિત થાય છે.ચાલો જાણીએ કે દરવાજા પાછળ કપડા લટકાવવાથી શું સમસ્યાઓ થાય છે.

દરવાજા પાછળ કપડા લટકાવવાથી થતા નુકસાન

વાસ્તુશાસ્ત્ર અનુસાર, દેવી લક્ષ્મીનો વાસ દરવાજાના ઉપરના ભાગમાં માનવામાં આવે છે. આવી સ્થિતિમાં જો દરવાજા પાછળ કપડા લટકાવવામાં આવે તો દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે. આના કારણે ઘરમાં આર્થિક સંકટ આવે છે, તથા આર્થિક નુકસાન થવાની સંભાવના રહે છે.

વાસ્તુ નિયમો અનુસાર દરવાજા પાછળ કપડા લટકાવવાથી ઘરની શાંતિમાં ખલેલ પહોંચે છે. ઘરમાં દરરોજ ઝઘડો થાય છે. આ સિવાય  ઘરમાં સકારાત્મક ઉર્જાની જગ્યાએ નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર જો દરવાજા પાછળ કપડા લટકાવવામાં આવે તો વ્યક્તિને કોઈપણ કાર્યમાં સફળતા નથી મળતી. જો આ આદતને સુધારવામાં ન આવે તો વ્યક્તિના સફળ થવાની શક્યતાઓ ઘટી જાય છે.

કપડા લટકાવવાની સાચી દિશા

વાસ્તુશાસ્ત્રમાં કપડા લટકાવવાની સાચી દિશા જણાવવામાં આવી છે. વાસ્તુ નિયમો અનુસાર, કપડા ફક્ત પશ્ચિમ અને દક્ષિણ દિશામાં લટકાવવા જોઈએ. પૂર્વ અને ઉત્તર દિશામાં કપડા લટકાવવાથી બચવું જોઈએ, કારણ કે આ દિશામાં કપડા લટકાવવાથી વ્યક્તિની બુદ્ધિમત્તા પર નકારાત્મક અસર પડે છે.

નોંધ:- આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.