કયો મુખી રુદ્રાક્ષ તમારા માટે છે શ્રેષ્ઠ? જાણો 1 થી 14 મુખી રુદ્રાક્ષના લાભ

જ્યોતિષી ચેતન પટેલ
શિવભક્તો માટે શ્રાવણ માસમાં રુદ્રાક્ષ ધારણ કરવા માટે પવિત્ર સમય માનવામાં આવે છે. જાણીતા જ્યોતિષી ચેતન પટેલના જણાવ્યા અનુસાર શિવપુરાણમાં રુદ્રાક્ષને ભગવાન શિવના અશ્રુમાંથી ઉત્પન્ન થયેલું શિવતત્વ માનવામાં આવ્યું છે. ધાર્મિક માન્યતા મુજબ રુદ્રાક્ષ ધારણ કરવાથી આધ્યાત્મિક શાંતિ, આત્મબળ અને શુભતાની પ્રાપ્તિ થાય છે.
રુદ્રાક્ષનું મહત્ત્વ
- ભગવાન શિવ સાથે રુદ્રાક્ષનો સીધો ધાર્મિક સંબંધ માનવામાં આવે છે.
- શ્રાવણ અને શિવરાત્રિમાં ધારણ કરવાનું વિશેષ ફળદાયી માનવામાં આવે છે.
- રુદ્રાક્ષની માળાથી *'ૐ નમઃ શિવાય'*નો જાપ કરવો શુભ માનવામાં આવે છે.
- સ્ત્રી-પુરુષ તથા કોઈપણ જાતિ-જ્ઞાતિની વ્યક્તિ રુદ્રાક્ષ ધારણ કરી શકે છે.
રુદ્રાક્ષ ધારણ કરવાની વિધિ
- સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરી ભગવાન શિવનું પૂજન કરવું.
- રુદ્રાક્ષને ગંગાજળ અથવા સ્વચ્છ પાણીથી શુદ્ધ કરી શિવલિંગ સમક્ષ રાખવો.
-ૐ નમઃ શિવાય' શિવાય નમઃ ૐ નો કે અન્ય શિવ મંત્રો નો સંકલ્પ મુજબ જાપ કરીને શ્રદ્ધાપૂર્વક ધારણ કરવો.
- રુદ્રાક્ષ ધારણ કરતી વખતે તેના સંબંધિત મંત્રનો જાપ કરવોતે શુભ પવિત્ર વિધાન માનવામાં આવે છે.
- રુદ્રાક્ષની માળા લાલ અથવા પીળા દોરામાં ધારણ કરવાની પરંપરા છે.
- ઉતારવામાં આવે ત્યારે તેને પૂજાના પવિત્ર સ્થાન પર રાખવું.
ધારણ કરતી વખતે શું ધ્યાન રાખવું?
- રુદ્રાક્ષ અસલી અને પ્રમાણિત હોવો જોઈએ.
- રુદ્રાક્ષને સ્વચ્છ અને સન્માનપૂર્વક રાખવો.
- ધાર્મિક પરંપરા મુજબ માંસ અને દારૂથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે.
- વ્યક્તિગત માન્યતા પ્રમાણે ધારણ કરવાના નિયમોમાં ભિન્નતા હોઈ શકે છે; તેથી નિષ્ણાતની સલાહ લેવી યોગ્ય છે.
૧થી ૧૪ મુખી રુદ્રાક્ષ : લાભ અને ક્યાં ધારણ કરવો?
- ૧ મુખી – શિવ સ્વરૂપ: આધ્યાત્મિક ઉન્નતિ અને એકાગ્રતા માટે શુભ. અત્યંત દુર્લભ હોવાથી સામાન્ય રીતે પૂજનમાં રાખવામાં આવે છે; ધારણ કરવા નિષ્ણાતની સલાહ લેવી.
- ૨ મુખી – શિવ-પાર્વતી સ્વરૂપ: દાંપત્ય સુખ, પ્રેમ અને પારિવારિક સુમેળ માટે. ગળામાં અથવા હૃદય નજીક ધારણ કરી શકાય.
- ૩ મુખી – અગ્નિ સ્વરૂપ: આત્મવિશ્વાસ, ઉર્જા અને યાદશક્તિ માટે શુભ. ગળામાં ધારણ કરવો.
- ૪ મુખી – બ્રહ્મા સ્વરૂપ: જ્ઞાન, બુદ્ધિ અને અભ્યાસમાં પ્રગતિ માટે. ગળામાં ધારણ કરવો.
- ૫ મુખી – કાલાગ્નિ સ્વરૂપ: મનની શાંતિ, આધ્યાત્મિક વિકાસ અને સામાન્ય સુખાકારી માટે. ગળામાં માળા તરીકે અથવા હાથમાં ધારણ કરી શકાય.
- ૬ મુખી – કાર્તિકેય સ્વરૂપ: સાહસ, આત્મવિશ્વાસ અને વિજય માટે. જમણા હાથના કાંડા પર અથવા ગળામાં ધારણ કરી શકાય.
- ૭ મુખી – સમૃદ્ધિ સ્વરૂપ: આર્થિક સ્થિરતા, સુખ-સમૃદ્ધિ માટે શુભ માનવામાં આવે છે. ગળામાં ધારણ કરવો.
- ૮ મુખી – ગણેશ સ્વરૂપ: વિઘ્નો દૂર કરવા અને બુદ્ધિ-ચાતુર્ય માટે. ગળામાં ધારણ કરવો.
- ૯ મુખી – ભૈરવ સ્વરૂપ: નિર્ભયતા, શક્તિ અને આધ્યાત્મિક ઉન્નતિ માટે. ડાબા હાથના કાંડા પર અથવા ગળામાં ધારણ કરી શકાય.
- ૧૦ મુખી – વિષ્ણુ સ્વરૂપ: નકારાત્મકતા અને ભયથી રક્ષણ માટે. ગળામાં અથવા હાથમાં ધારણ કરી શકાય.
- ૧૧ મુખી – રુદ્ર સ્વરૂપ: આત્મબળ, સફળતા અને કાર્યોમાં વિજય માટે. ગળામાં અથવા જમણા હાથમાં ધારણ કરી શકાય.
- ૧૨ મુખી – સૂર્ય સ્વરૂપ: તેજ, આત્મવિશ્વાસ અને નેતૃત્વ માટે. ગળામાં ધારણ કરવો.
- ૧૩ મુખી – વિશ્વદેવ સ્વરૂપ: સમૃદ્ધિ, સિદ્ધિ અને મનોકામના માટે શુભ માનવામાં આવે છે. ગળામાં ધારણ કરવો.
- ૧૪ મુખી – હનુમાન સ્વરૂપ: બળ, બુદ્ધિ, સાહસ અને સંકટથી રક્ષણ માટે. ગળામાં અથવા હાથમાં ધારણ કરી શકાય.
વિશેષ નોંધ:
ઉપરોક્ત લાભો ધાર્મિક અને પરંપરાગત માન્યતાઓ પર આધારિત છે. મુખી પ્રમાણે ધારણ કરવાની પદ્ધતિમાં વિવિધ શાસ્ત્રો અને પરંપરાઓમાં થોડો તફાવત જોવા મળે છે. દુર્લભ રુદ્રાક્ષ માટે નિષ્ણાતની સલાહ લેવી યોગ્ય છે.
જ્યોતિષી ચેતન પટેલની સલાહ
રુદ્રાક્ષ માત્ર આભૂષણ નહીં પરંતુ શિવભક્તિનું પ્રતીક છે. તેથી કોઈ ચોક્કસ લાભની અપેક્ષા એ શ્રદ્ધા, સાત્વિક જીવન અને શિવમંત્રના જાપ સાથે રુદ્રાક્ષ ધારણ કરવો વધુ મહત્વપૂર્ણ છે. ખાસ કરીને દુર્લભ મુખી રુદ્રાક્ષ ખરીદતા પહેલાં તેની પ્રામાણિકતા માટે પ્રમાણિત તપાસ કરાવવી જોઈએ.

