Vastu Tips/ સાવધાન! જો તમે પણ મુખ્ય દરવાજાની બહાર શૂ-રેક રાખતા હોવ તો, આ વાસ્તુ નિયમ જરૂર જાણી લો

ઘરમાં અવ્યવસ્થા ટાળવા માટે લોકો ઘણીવાર મુખ્ય દરવાજાની બહાર જૂતાની રેક (શૂ-રેક) રાખતા હોય છે, પરંતુ વાસ્તુશાસ્ત્રમાં આને ગરીબીનું મુખ્ય કારણ માનવામાં આવે છે. ઘરમાં સકારાત્મક ઊર્જા અને માતા લક્ષ્મીજીનો પ્રવેશ મુખ્ય દરવાજા દ્વારા જ થાય છે, તેથી શૂ-રેક ક્યારેય મુખ્ય દરવાજાની બિલકુલ સામે કે દરવાજાની ફ્રેમ (ચોકઠાં) ની અડીને ન રાખવી જોઈએ. આવું કરવાથી ઘરની સમૃદ્ધિ પર નકારાત્મક અસર પડે છે.
શૂ-રેક કઈ દિશામાં મૂકવી?
જૂતા અને ચંપલ રાહુ તેમજ કેતુની ઊર્જા સાથે સંકળાયેલા છે, તેથી શૂ-રેક મૂકવા માટે દક્ષિણ-પશ્ચિમ (નૈરૂત્ય ખૂણો) દિશા સૌથી આદર્શ માનવામાં આવે છે. જો ત્યાં જગ્યા ન હોય, તો તેને પશ્ચિમ, દક્ષિણ અથવા વાયવ્ય દિશામાં પણ મૂકી શકાય છે.
જો મુખ્ય દરવાજા પાસે રાખવાની મજબૂરી હોય તો...
-
જો તમારે મુખ્ય દરવાજાની નજીક જ શૂ-રેક મૂકવી પડે તેમ હોય, તો તેને મુખ્ય દરવાજાની ફ્રેમથી ઓછામાં ઓછા ૨ ફૂટ દૂર રાખો.
-
આ ઉપરાંત, શૂ-રેકની ઉપર કાચના એક પાત્રમાં દરિયાઈ મીઠું (સિંધવ મીઠું) ભરીને રાખો. વાસ્તુ માન્યતાઓ અનુસાર, દરિયાઈ મીઠું આસપાસની નકારાત્મક ઊર્જાને શોષી લે છે.
ખુલ્લી રેક રાખવાનું ટાળો
હંમેશા બંધ દરવાજાવાળી (બોક્સ ટાઈપ) શૂ-રેક જ પસંદ કરો, ખુલ્લી રેક રાખવાનું ટાળો. એવું માનવામાં આવે છે કે બંધ રેક રાખવાથી જૂતા-ચંપલ સાથે જોડાયેલી નકારાત્મક ઊર્જા આખા ઘરમાં ફેલાતી અટકે છે અને ઘરમાં સકારાત્મક વાતાવરણ જળવાઈ રહે છે.
ભૂલથી પણ આ દિશામાં ન મૂકો
વાસ્તુ અનુસાર, શૂ-રેક ક્યારેય પણ ઉત્તર-પૂર્વ (ઈશાન ખૂણા) માં ન રાખવી જોઈએ, કારણ કે આ દેવતાઓ અને પવિત્રતાની દિશા છે. એવું માનવામાં આવે છે કે આ દિશામાં શૂ-રેક રાખવાથી કરિયર, બિઝનેસ અને આર્થિક પ્રગતિમાં મોટા અવરોધો આવી શકે છે.
નોંધ:- આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.

