Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : Vastu Tips: The color of the house's kunda can also change your destiny! Know which color is best for which direction

Vastu Tips: ઘરના કુંડાનો રંગ પણ બદલી શકે છે તમારું ભાગ્ય! જાણો કઈ દિશા માટે કયો રંગ છે શ્રેષ્ઠ

Timeછેલ્લું અપડેટ : 15 Jul 2026
લાઇવ ટીવીGoogle News
Vastu Tips: ઘરના કુંડાનો રંગ પણ બદલી શકે છે તમારું ભાગ્ય! જાણો કઈ દિશા માટે કયો રંગ છે શ્રેષ્ઠ
સોર્સ : gstv

આજકાલ, દરેક વ્યક્તિ પોતાનું ઘર બનાવતી વખતે નાની-નાની વિગતો પર ખૂબ ધ્યાન આપે છે. આનું મુખ્ય કારણ એ છે કે લોકો પોતાના ઘરના વાસ્તુ દોષ નિવારવા અને સકારાત્મકતા વધારવાનો પ્રયાસ કરે છે. ઘરમાં છોડ વાવતી વખતે પણ તેની દિશાનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે.

App Store

પરંતુ, શું તમે જાણો છો કે છોડની સાથે તમે જે કુંડામાં તેને વાવો છો, તેના રંગ પર ધ્યાન આપવું પણ એટલું જ મહત્વપૂર્ણ છે? યોગ્ય રંગના કુંડા ઘરમાં વાસ્તુ દોષ દૂર રાખે છે, સાથે જ તમારા મૂડ અને ઉર્જામાં પણ સકારાત્મક સુધારો કરે છે.

કુંડાના રંગનો ઘર પર શું પ્રભાવ પડે છે?

દરેક રંગનો આપણા જીવન પર અલગ-અલગ પ્રભાવ પડે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, કેટલાક છોડ ઘર માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે, પરંતુ જો તેને ખોટા રંગના કુંડામાં વાવવામાં આવે તો તેની શુભ અસર ઘટી જાય છે. કુંડાનો ખોટો રંગ છોડની સકારાત્મક ઉર્જામાં અવરોધ ઊભી કરી શકે છે. તેથી, દિશા અનુસાર સાચો રંગ પસંદ કરવો ખૂબ જ જરૂરી છે.

 પૂર્વ દિશા  – વાદળી રંગ
ઘરની પૂર્વ દિશા વાયુ તત્વ અને ઉર્જા માટે સૌથી શુભ માનવામાં આવે છે. જો તમે આ દિશામાં છોડ રોપવાનું વિચારી રહ્યા છો, તો તેને વાદળી (બ્લુ) રંગના કુંડામાં વાવો. આ ઉપાય કરવાથી કરિયર અને બિઝનેસમાં પ્રગતિના નવા દ્વાર ખુલે છે.

દક્ષિણ-પૂર્વ દિશા  – લીલો રંગ
ઘરની દક્ષિણ-પૂર્વ (અગ્નિ) દિશામાં છોડ રોપતી વખતે હંમેશા લીલા રંગના કુંડાનો ઉપયોગ કરવો જોઈએ. આ દિશા ધન સાથે જોડાયેલી હોવાથી, લીલો રંગ તમારી આર્થિક સ્થિતિમાં સુધારો કરે છે અને નાણાકીય સમસ્યાઓથી બચાવે છે. તેનાથી તમારા અટકેલા કાર્યો સરળતાથી પૂરા થશે અને જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળશે.

દક્ષિણ દિશા - લાલ રંગ
વાસ્તુમાં દક્ષિણ દિશા પણ વિશેષ મહત્વ ધરાવે છે. જો તમે આ દિશામાં છોડ મૂકતા હોવ, તો લાલ રંગના કુંડાની પસંદગી કરો. લાલ રંગ આત્મવિશ્વાસમાં વધારો કરે છે અને ઘરને નકારાત્મક ઉર્જા કે ખરાબ નજરથી બચાવે છે.

વિશેષ ઉપાય: ઘરમાં સકારાત્મકતા જાળવી રાખવા માટે રવિવારના દિવસે એક નાની ચમચી શુદ્ધ ઘી લઈને તેને આ છોડની માટીમાં નાખો. આનાથી ઘરનું વાતાવરણ વધુ મધુર બનશે. ઘરમાં નાની-નાની વસ્તુઓ અને રંગોનું સંતુલન જાળવવાથી તમે માત્ર તમારી આર્થિક સ્થિતિ જ નહીં, પરંતુ જીવનમાં સુખ, પ્રેમ અને આદર પણ મેળવી શકો છો.

નોંધ:-   આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.