Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : Use these flowers during worship on Akshay Tritiya, you will get blessings from Goddess Lakshmi and Lord Kubera

Religion: અક્ષય તૃતીયા પર પૂજા દરમિયાન આ ફૂલોનો ઉપયોગ કરો, દેવી લક્ષ્મી અને ભગવાન કુબેરના મળશે આશીર્વાદ

Timeછેલ્લું અપડેટ : 19 Apr 2026
લાઇવ ટીવીGoogle News
Religion: અક્ષય તૃતીયા પર પૂજા દરમિયાન આ ફૂલોનો ઉપયોગ કરો, દેવી લક્ષ્મી અને ભગવાન કુબેરના મળશે આશીર્વાદ
સોર્સ : GSTV

અક્ષય તૃતીયાના દિવસે પૂજા, સ્નાન અને દાન કરવાથી અક્ષય (ક્યારેય ના ખૂટે તેવું) પુણ્ય પ્રાપ્ત થાય છે. વૈશાખ સુદ ત્રીજના દિવસે અક્ષય તૃતીયા ઉજવવામાં આવે છે. આ દિવસે દેવી લક્ષ્મી, ભગવાન વિષ્ણુ અને કુબેર દેવની વિશેષ પૂજા કરવામાં આવે છે. ધન અને સમૃદ્ધિના દેવી લક્ષ્મી અને કુબેરની પૂજા કરવાથી જીવનમાં સુખ-સંપત્તિ આવે છે. માન્યતા છે કે આ દિવસે મેળવેલી સમૃદ્ધિ ક્યારેય ઓછી થતી નથી. અક્ષય તૃતીયા પર દેવી લક્ષ્મી અને કુબેરને કયા ફૂલ ચઢાવવા જોઈએ, જેથી આખું વર્ષ તેમના આશીર્વાદ જળવાઈ રહે, ચાલો તે જાણીએ.

App Store

અક્ષય તૃતીયા પર પૂજા માટેના શ્રેષ્ઠ ફૂલો:

ચમેલીનું ફૂલ: અક્ષય તૃતીયા પર લક્ષ્મીજીની પૂજા ચમેલીના ફૂલથી કરો. માતા લક્ષ્મીને ચમેલી અત્યંત પ્રિય છે. સફેદ ચમેલી શાંતિ, પ્રેમ અને પવિત્રતાનું પ્રતીક છે. આ ફૂલ અર્પણ કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે.

કમળનું ફૂલ: કમળનું ફૂલ દેવી લક્ષ્મીનું આસન છે અને તેમને ખૂબ જ પ્રિય છે. પૂજામાં લાલ અથવા સફેદ કમળનો ઉપયોગ કરવાથી માતાજીના વિશેષ આશીર્વાદ મળે છે. કમળ સુખ, શાંતિ અને સમૃદ્ધિનું પ્રતીક છે.

ગુલાબનું ફૂલ: લાલ રંગ માતા લક્ષ્મીને પ્રિય હોવાથી અક્ષય તૃતીયા પર લાલ ગુલાબ અર્પણ કરવા જોઈએ. તેનાથી આર્થિક સમસ્યાઓ દૂર થાય છે અને જીવનમાં સમૃદ્ધિ આવે છે.

આ ઉપરાંત, તમે લાલ કરેણ કે ગલગોટાના ફૂલથી પણ પૂજા કરી શકો છો.

ભગવાન કુબેરના પ્રિય ફૂલ:

અક્ષય તૃતીયા પર ધનપતિ કુબેરને પ્રસન્ન કરવા માટે પીળા અથવા સોનેરી રંગના ફૂલોનો ઉપયોગ કરો. તેમને ગલગોટા, પારિજાત, કમળ, કેતકી અને સફેદ કે પીળી કરેણના ફૂલ અર્પણ કરવાથી શ્રેષ્ઠ ફળ મળે છે.

પારિજાતનું ફૂલ: પારિજાતને અત્યંત પવિત્ર માનવામાં આવે છે. કુબેર દેવને પારિજાત અર્પણ કરવાથી ઘરમાં સુખ, શાંતિ અને સ્થિર સમૃદ્ધિનો વાસ થાય છે.

નોંધ:-   આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું..