Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : These 4 zodiac signs should wear topaz for success in career

કરિયરમાં સફળતા માટે આ 4 રાશિઓએ પહેરવું જોઈએ પોખરાજ, જાણો તેના ફાયદા અને ગેરફાયદા

Timeછેલ્લું અપડેટ : 25 Dec 2024
લાઇવ ટીવીGoogle News
કરિયરમાં સફળતા માટે આ 4 રાશિઓએ પહેરવું જોઈએ પોખરાજ, જાણો તેના ફાયદા અને ગેરફાયદા

રત્ન શાસ્ત્ર અનુસાર રાશિ પ્રમાણે કેટલાક રત્નો પહેરવાથી વ્યક્તિને ખૂબ જ શુભ ફળ મળે છે. જો કે કુલ 84 રત્નો છે, પરંતુ આ 9 મુખ્ય રત્નો જેમાં મોતી, પન્ના પરવાળા, પોખરાજ, હીરા, નીલમ, ગોમેદ, વૈદુર્ય અને નીલમણિનો સમાવેશ થાય છે, તેને પહેરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.

App Store

રાશિ પ્રમાણે આ 9 રત્નો ધારણ કરવાથી વ્યક્તિની તમામ પરેશાનીઓ જલ્દી દૂર થઈ જાય છે. રત્નશાસ્ત્રમાં કહેવાયું છે કે કેટલાક લોકોને પોખરાજ રત્ન ધારણ કરવાથી ઘણો ફાયદો થાય છે અને તેમના સુખ અને સૌભાગ્યમાં વધારો થાય છે. પોખરાજ રત્ન આ રાશિઓને શ્રેષ્ઠ પરિણામ આપે છે અને તમામ કાર્યોમાં સફળતાનો માર્ગ સરળ બનાવે છે. ચાલો જાણીએ કઈ રાશિના જાતકોએ પોખરાજ પહેરવું જોઈએ?

આ લોકોએ પહેરવું જોઈએ પોખરાજઃ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મેષ, સિંહ, ધનુ અને મીન રાશિના લોકો માટે પોખરાજ પહેરવું અત્યંત ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ રાશિના લોકોને પોખરાજ ખૂબ જ શુભ ફળ આપે છે. તેને પહેરવાથી વ્યક્તિના ધનમાં વધારો થાય છે. કુંડળીમાં ગુરુ ગ્રહ બળવાન બને છે, જેના કારણે વ્યક્તિના વૈવાહિક જીવનમાં આવતી સમસ્યાઓથી મુક્તિ મળે છે.

આ પણ વાંચો : જાણો, રાત્રે સૂતી વખતે ઓશીકું રાખવાથી થાય છે આ 5 નુકસાન

આ રત્ન કોણે ન પહેરવું જોઈએ?

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વૃષભ, મિથુન, કન્યા, તુલા, મકર અને કુંભ રાશિના લોકોએ પોખરાજ ન પહેરવું જોઈએ. તેમજ જે વ્યક્તિની કુંડળીમાં ગુરુ નીચ સ્થાનમાં હોય તેણે પણ પોખરાજ પહેરવાનું ટાળવું જોઈએ. આમ કરવાથી વ્યક્તિ ઉપર પોખરાજની અશુભ અસર થઈ શકે છે.

પોખરાજ પહેરવાના ફાયદા

કરિયર અને દાંપત્ય જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરનાર વ્યક્તિએ પોખરાજ ધારણ કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આ રત્નના શુભ પ્રભાવથી કરિયરમાં આવતા અવરોધો દૂર થાય છે અને દાંપત્ય જીવનમાં ખુશીઓ આવે છે.
જે લોકો લગ્નમાં વિલંબનો સામનો કરી રહ્યા છે તેઓ પણ પોખરાજ પહેરી શકે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પોખરાજ પહેરવાથી ગુરુ ગ્રહ મજબૂત બને છે, જેનાથી લગ્નમાં આવતા અવરોધો દૂર થાય છે.

એવું માનવામાં આવે છે કે પીળા પોખરાજ પહેરવાથી વ્યક્તિની આર્થિક સ્થિતિ સુધરે છે. સંપત્તિ વધે છે અને સામાજિક દરજ્જો વધે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પોખરાજ પહેરવાથી વ્યક્તિ આધ્યાત્મિકતા તરફ જોડાય છે. ધાર્મિક કાર્યોમાં વ્યસ્ત રહેવાથી માનસિક શાંતિ મળે છે. આ સિવાય આ રત્નના પ્રભાવથી વ્યક્તિની બુદ્ધિ અને સમજદારી પણ વધે છે.

નોંધ:- આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.