Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : There will be difficulties in the month of March.

આ રાશિના જાતકો પર તૂટશે દુ:ખનો પહાડ, માગશર અમાસ રહેશે તણાવ ભરેલી

Timeછેલ્લું અપડેટ : 19 Nov 2025
લાઇવ ટીવીGoogle News
આ રાશિના જાતકો પર તૂટશે દુ:ખનો પહાડ, માગશર અમાસ રહેશે તણાવ ભરેલી
સોર્સ : gstv

હિન્દુ ધર્મમાં અમાસ તિથિ ખૂબ જ ખાસ માનવામાં આવે છે. કારણ કે આ દિવસને પિતૃઓની પૂજા માટે ખાસ માનવામાં આવે છે.  20 નવેમ્બર એટલે કે આવતી કાલે માગશર અમાસ ઉજવવામાં આવશે. તે દર વર્ષે માગશર મહિનાના કૃષ્ણ પક્ષની અમાસ તિથિએ ઉજવવામાં આવે છે. માગશર અમાસને અગહન અમાસના નામથી પણ ઓળખવામાં આવે છે. આ દિવસે લોકો પોતાના પિતૃઓના નામનું તર્પણ, સ્નાન અને દાન પણ કરે છે. આ સાથે જ આ દિવસ ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા માટે ખૂબ જ ખાસ માનવામાં આવે છે. 

App Store

જ્યોતિષીઓએ આ વખતે માગશર અમાસથી કેટલીક રાશિઓને સાવચેત રહેવાની પણ સલાહ આપવામાં આવી રહી છે. વાસ્તવમાં દ્રિક પંચાંગ પ્રમાણે આ દિવસે ચંદ્ર ગોચર કરીને મંગળની વૃશ્ચિક રાશિ પ્રવેશ કરશે, જે નકારાત્મક ગોચર કહેવાય છે. તો ચાલો જાણીએ કે, કઈ રાશિના જાતકોને સાવચેત રહેવાની જરૂર છે. 

મિથુન રાશિ

માગશર અમાસ મિથુન રાશિના જાતકો માટે માનસિક તણાવ, નિર્ણય લેવામાં મૂંઝવણ અને કામની યોજનાને ખરાબ કરવાનો સંકેત આપી રહી છે. નજીકના લોકો સાથે ગેરસમજ વધી શકે છે. નવા કામ શરૂ કરવાનું ટાળો અને જૂની ભૂલોને સુધારો.

કર્ક રાશિ

કર્ક રાશિના જાતકોને આ દિવસે આત્મવિશ્વાસનો અભાવ, ખર્ચમાં અચાનક વધારો અને સ્વાસ્થ્ય ખરાબ થવાની સંભાવના છે. પારિવારિક નિર્ણયો લેવામાં સાવચેતી રાખવી જરૂરી છે. કોઈની વાતો પર તાત્કાલિક પ્રતિક્રિયા આપવી નુકસાન કરી શકે છે.

કન્યા રાશિ

કન્યા રાશિના જાતકો માટે આ અમાસ ભાવનાત્મક અસ્થિરતા, પારિવારિક વિવાદ અને આર્થિક ઉતાર-ચઢાવનો સમય લાવી શકે છે. જૂના વિવાદો ફરી ઉભા થઈ શકે છે. યાત્રામાં અવરોધો આવી શકે છે. આધ્યાત્મિક સાધના તમને ઉકેલ આપશે. 

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિના જાતકો માટે આ અમાસ મહેનત વધુ અને પરિણામો ઓછા આપશે. કાર્યસ્થળ પર વિવાદો, તમારા બોસ અથવા ઉપરી અધિકારીઓ સાથે મતભેદ અને પૈસા અટકી જવા જેવી સ્થિતિ ઊભી થઈ શકે છે. કોઈ પર આંખ બંધ કરીને વિશ્વાસ ન કરવો.

મકર રાશિ

મકર રાશિના જાતકોઓ આ સમય દરમિયાન સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે. માનસિક શાંતિ જાળવી રાખવી પડશે. જૂનો ખર્ચ અથવા દેવું અચાનક સામે આવી શકે છે. મિત્રો સાથેના સંબંધોમાં પણ તણાવ આવી શકે છે. 

નોંધ:-   આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.