Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : The transit of the Sun in its own sign, the month of August will be a boon for these 6 signs!

VIDEO: સૂર્યનું પોતાની જ રાશિમાં મહાગોચર, આ 6 રાશિઓ માટે ઓગસ્ટ મહિનો રહેશે વરદાનરૂપ!

Timeછેલ્લું અપડેટ : 23 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોના રાજા ગણાતા સૂર્ય દેવ માન-સન્માન, યશ, આત્મવિશ્વાસ અને સરકારી ક્ષેત્રના કારક મનાય છે. ઓગસ્ટ 2026ના મહિનામાં સૂર્ય દેવ પોતાની રાશિમાં મોટો ફેરફાર કરવા જઈ રહ્યા છે. પંચાંગ અનુસાર, 17 ઓગસ્ટ 2026ના રોજ સવારે 04:33 વાગ્યે સૂર્ય દેવ પોતાની સ્વરાશિ સિંહમાં પ્રવેશ કરશે.

App Store

સૂર્યનું આ ગોચર તમામ 12 રાશિઓ પર અસર કરશે, પરંતુ જ્યોતિષીય ગણતરી મુજબ 6 ખાસ રાશિઓ માટે આ પરિવર્તન અત્યંત મંગળકારી અને આર્થિક લાભ અપાવનારું સાબિત થશે.

આ 6 ભાગ્યશાળી રાશિઓ પર થશે શુભ અસર

1. મેષ રાશિ: આત્મવિશ્વાસ અને નેતૃત્વ ક્ષમતામાં જબરદસ્ત વધારો થશે. અટકેલા કામો પૂરા થશે અને અચાનક ધનલાભના યોગ બનશે. પિતા તરફથી સહયોગ અને પિતૃક સંપત્તિમાંથી લાભ મળી શકે છે.

2. મિથુન રાશિ: કરિયરમાં મોટી સફળતા કે ઇચ્છીત પદ મળી શકે છે. ભાગ્યનો સાથ મળવાથી ભૌતિક સુખ-સુવિધાઓ વધશે. જમીન, મકાન કે નવું વાહન ખરીદવાના યોગ બનશે.

3. સિંહ રાશિ: સૂર્ય પોતાની જ રાશિમાં ગોચર કરી રહ્યો હોવાથી આ સમય સૌથી વધુ લાભદાયી રહેશે. સમાજમાં માન-સન્માન અને પ્રતિષ્ઠા વધશે. નોકરીમાં નવી ઉત્તમ તકો અને ધનલાભના નવા માર્ગ ખુલશે.

4. તુલા રાશિ: આર્થિક યોજનાઓ સફળ થશે અને નાણાકીય મુશ્કેલીઓ દૂર થશે. વ્યવસાયિક યાત્રાઓ લાભદાયી રહેશે. પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે અને કાર્યક્ષેત્રમાં મહેનતનું પૂરું ફળ મળશે.

5. વૃશ્ચિક રાશિ: લાંબા સમયથી જોયેલા સપનાઓ પૂરા થશે. ઘરમાં માંગલિક કાર્યોના સંકેત છે. વ્યવસાયમાં પ્રગતિ થશે અને જો નવી નોકરી શોધી રહ્યા હોવ તો શ્રેષ્ઠ પરિણામ મળશે.

6. ધન રાશિ: જીવનમાં સકારાત્મક ઊર્જા અને સુખ-શાંતિનો અનુભવ થશે. પરિવારનો સંપૂર્ણ સહયોગ મળશે અને માનસિક તણાવ દૂર થશે. કિસ્મતનો સાથ મળવાથી તમામ જરૂરિયાતો પૂરી થશે.

નોંધ:-   આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.

ટોપિક્સ:GSTV NewsGujarati News