Diwali 2024: આ દિવાળીથી આવતી દિવાળી સુધી... આ ત્રણ રાશિના જાતકો પર માતા લક્ષ્મીની કૃપા રહેવાથી ધન-સંપત્તિમાં થશે વધારો

આ વર્ષે દિવાળીનો તહેવાર 31મી ઓક્ટોબરે ઉજવવામાં આવશે. જ્યોતિષના મતે આ દિવાળીથી આગામી દિવાળી સુધીનો સમય કેટલીક રાશિઓ માટે શુભ રહેશે.આ રાશિના લોકોને કરિયર, બિઝનેસ અને નાણાકીય ક્ષેત્રે ઘણો ફાયદો થશે. આખા વર્ષ દરમિયાન દેવી લક્ષ્મીની કૃપા રહેશે.
મેષ રાશિ
કરિયરની દૃષ્ટિએ સમય સારો રહેશે. નોકરીમાં પ્રગતિ થશે. વેપાર કરતા લોકોને લાભની સારી તકો મળશે.
વૃષભ રાશિ
તમને તમારી મહેનતનું સારું પરિણામ મળશે. નોકરીમાં સ્થિરતા રહેશે. વેપારમાં વિશેષ ફાયદો થશે. બેંક બેલેન્સ વધતું રહેશે.
સિંહ રાશિ
નોકરીયાત લોકોને પ્રગતિની તકો મળશે. વેપાર કરનારાઓને વેપારમાં સારો ફાયદો થશે. જીવનમાં સુખ-સુવિધાઓ વધશે.
મકર રાશિ
નોકરીયાત લોકોને પ્રમોશન મળી શકે છે. નાણાકીય સ્થિતિ સારી રહેશે. જે લોકો વેપાર કરે છે તેમની આર્થિક સ્થિતિ સારી રહેશે. વેપારમાં પ્રગતિ થશે.
કુંભ રાશિ
સંપત્તિ સંબંધિત લાભ થશે. રોકાણકારો માટે સમય ઘણો અનુકૂળ રહેશે. આખા વર્ષ દરમિયાન પૈસાની કમી નહીં રહે. ગરીબી દૂર રહેશે.
આટલું જરુર કરો
દિવાળીની રાત્રે દેવી લક્ષ્મીને નવ ગોમતી ચક્ર અર્પણ કરો. બીજા દિવસે સવારે જ્યા પૈસા રાખતા હોવ ત્યા સુરક્ષિત મુકી દો. ઘરમાં ક્યારેય પૈસાની અછત નહીં આવે.
નોંધ: આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.

