Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : Religion: Why did God have to create a 13th month of the year? Know the secret of 'Adhik Mas' and Narasimha Avatar

Religion: કેમ ભગવાને બનાવવો પડ્યો વર્ષનો ૧૩મો મહિનો? જાણો 'અધિક માસ' અને નરસિંહ અવતારનું રહસ્ય

Timeછેલ્લું અપડેટ : 30 Apr 2026
લાઇવ ટીવીGoogle News
Religion: કેમ ભગવાને બનાવવો પડ્યો વર્ષનો ૧૩મો મહિનો? જાણો 'અધિક માસ' અને નરસિંહ અવતારનું રહસ્ય
સોર્સ : GSTV

હિન્દુ કેલેન્ડર મુજબ દર ત્રણ વર્ષે એકવાર આવતા વધારાના મહિનાને આપણે ‘અધિક માસ’, ‘મલમાસ’ અથવા ‘પુરુષોત્તમ માસ’ કહીએ છીએ. આ ૧૩મા મહિના પાછળ એક અત્યંત રસપ્રદ પૌરાણિક કથા છે, જે રાક્ષસરાજ હિરણ્યકશિપુના વધ અને ભગવાન વિષ્ણુના નરસિંહ અવતાર સાથે જોડાયેલી છે.

App Store

બ્રહ્માજીનું અદભૂત વરદાન

રાક્ષસરાજ હિરણ્યકશિપુએ ભગવાન બ્રહ્માને પ્રસન્ન કરવા માટે કઠોર તપસ્યા કરી હતી. તેણે અમરત્વ પ્રાપ્ત કરવા માટે ખૂબ જ જટિલ વરદાન માંગ્યું, જેની મુખ્ય શરતો આ મુજબ હતી:

તેનો મૃત્યુ કોઈ મનુષ્ય કે પ્રાણી દ્વારા ન થાય.

તેને કોઈ દેવતા કે રાક્ષસ મારી ન શકે.

તેનું મૃત્યુ ન દિવસે થાય, ન રાત્રે.

તે ઘરની અંદર ન મરે અને ન ઘરની બહાર.

તે જમીન પર ન મરે અને ન આકાશમાં.

કોઈપણ શસ્ત્ર કે અસ્ત્ર તેને હણી ન શકે.

સૌથી મહત્વની શરત: બ્રહ્માજી દ્વારા બનાવેલા વર્ષના ૧૨ મહિનામાં તેનું મૃત્યુ ન થાય.

બ્રહ્માજીએ 'તથાસ્તુ' કહ્યું અને હિરણ્યકશિપુ અહંકારમાં અંધ થઈ ગયો. તેણે પોતાને ઈશ્વર જાહેર કર્યો અને ભક્તો પર ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું.

ભક્ત પ્રહલાદની અડગ ભક્તિ

હિરણ્યકશિપુનો પુત્ર પ્રહલાદ ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો. પિતાએ તેને મારવા માટે અનેક પ્રયત્નો કર્યા—પર્વત પરથી ફેંક્યો, હાથી નીચે કચડાવ્યો અને હોલિકાના ખોળામાં અગ્નિમાં બેસાડ્યો. પરંતુ હરિની કૃપાથી પ્રહલાદનો વાળ પણ વાંકો ન થયો.

ભગવાને કેવી રીતે વરદાનનો માર્ગ કાઢ્યો?

જ્યારે પાપનો ઘડો ભરાઈ ગયો, ત્યારે ભગવાન વિષ્ણુએ 'નરસિંહ અવતાર' ધારણ કર્યો. બ્રહ્માજીના વરદાનની દરેક શરતનું પાલન કરતા ભગવાને અશક્યને શક્ય કરી બતાવ્યું:

૧. નરસિંહ સ્વરૂપ: તેઓ અડધા મનુષ્ય અને અડધા સિંહ હતા (ન માનવ, ન પશુ).
૨. સમય: તેમણે સંધ્યાકાળે વધ કર્યો (ન દિવસ, ન રાત).
૩. સ્થાન: મહેલના ઉંબરા પર હિરણ્યકશિપુને માર્યો (ન ઘરની અંદર, ન બહાર).
૪. સ્થિતિ: રાક્ષસને પોતાની જાંઘ પર સુવડાવ્યો (ન જમીન પર, ન આકાશમાં).
૫. શસ્ત્ર: નખ દ્વારા તેની છાતી ચીરી નાખી (ન શસ્ત્ર, ન અસ્ત્ર).

અધિક માસનું નિર્માણ: ૧૩મો મહિનો

હિરણ્યકશિપુને વરદાન હતું કે વર્ષના ૧૨ મહિનામાં તેનું મૃત્યુ ન થાય. તેથી ભગવાને કાળગણનામાં ફેરફાર કરીને ૧૩મો મહિનો (અધિક માસ) બનાવ્યો. આ વિશેષ માસમાં ભગવાને રાક્ષસનો સંહાર કર્યો.

ભગવાન વિષ્ણુએ (જેમનું એક નામ પુરુષોત્તમ છે) આ મહિનાને પોતાનું નામ આપ્યું અને તેને પવિત્ર બનાવ્યો, તેથી જ તેને 'પુરુષોત્તમ માસ' કહેવામાં આવે છે. આ મહિનો ભક્તિ, દાન અને પુણ્ય માટે સર્વોત્તમ માનવામાં આવે છે.

નોંધ:-   આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.