Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : Religion / Know when Shraddha Paksha will start, Calendar of dates and what not to do

Religion / જાણો ક્યારે શરૂ થશે શ્રાદ્ધ પક્ષ, તિથિઓનું કેલેન્ડર અને શું કરવું-શું ન કરવું

Timeછેલ્લું અપડેટ : 05 Sept 2026
લાઇવ ટીવીGoogle News
Religion / જાણો ક્યારે શરૂ થશે શ્રાદ્ધ પક્ષ, તિથિઓનું કેલેન્ડર અને શું કરવું-શું ન કરવું
સોર્સ : gstv

પિતૃપક્ષ પૂર્વજો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા, શ્રદ્ધાંજલિ અર્પવા અને તેમના આશીર્વાદ મેળવવાનો પવિત્ર સમય ગણાય છે. દર વર્ષે ભાદ્રપદ પૂર્ણિમાથી શરૂ થઈને આસો (અશ્વિન) માસની અમાસ સુધી ચાલતા આ પખવાડિયાને પિતૃપક્ષ અથવા શ્રાદ્ધ પક્ષ કહેવામાં આવે છે.

App Store

2026માં પિતૃપક્ષ ક્યારે શરૂ થશે?

આ વર્ષે પિતૃપક્ષ ૨૬ સપ્ટેમ્બર ૨૦૨૬થી શરૂ થશે અને ૧૦ ઓક્ટોબર ૨૦૨૬ સુધી ચાલશે. છેલ્લા દિવસને 'સર્વ પિતૃ અમાસ' તરીકે ઓળખવામાં આવે છે. આ ૧૬ દિવસ દરમિયાન લોકો પોતાના દિવંગત પૂર્વજોના આત્માની શાંતિ માટે શ્રાદ્ધ, તર્પણ અને પિંડદાન જેવી ધાર્મિક વિધિઓ કરે છે. ધાર્મિક માન્યતા મુજબ આ સમયગાળામાં પિતૃઓ પૃથ્વી પર પધારે છે. શ્રાદ્ધ અને તર્પણ કરવાથી તેઓ તૃપ્ત થઈને વંશજોને સુખ, શાંતિ અને સમૃદ્ધિના આશીર્વાદ આપે છે.

પિતૃપક્ષ ૨૦૨૬ શ્રાદ્ધ તિથિ કેલેન્ડર

  • શનિવાર, ૨૬ સપ્ટેમ્બર ૨૦૨૬: પૂર્ણિમા શ્રાદ્ધ

  • રવિવાર, ૨૭ સપ્ટેમ્બર ૨૦૨૬: પડવો (પ્રતિપદા) શ્રાદ્ધ

  • સોમવાર, ૨૮ સપ્ટેમ્બર ૨૦૨૬: બીજ (દ્વિતિયા) શ્રાદ્ધ

  • મંગળવાર, ૨૯ સપ્ટેમ્બર ૨૦૨૬: ત્રીજ (તૃતીયા) શ્રાદ્ધ

  • બુધવાર, ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૬: ચોથ (ચતુર્થી) અને પાંચમ (પંચમી) શ્રાદ્ધ

  • ગુરુવાર, ૧ ઓક્ટોબર ૨૦૨૬: છઠ્ઠ (ષષ્ઠી) શ્રાદ્ધ

  • શુક્રવાર, ૨ ઓક્ટોબર ૨૦૨૬: સાતમ (સપ્તમી) શ્રાદ્ધ

  • શનિવાર, ૩ ઓક્ટોબર ૨૦૨૬: આઠમ (અષ્ટમી) શ્રાદ્ધ

  • રવિવાર, ૪ ઓક્ટોબર ૨૦૨૬: નોમ (નવમી) શ્રાદ્ધ / માતૃ શ્રાદ્ધ

  • સોમવાર, ૫ ઓક્ટોબર ૨૦૨૬: દસમ (દશમી) શ્રાદ્ધ

  • મંગળવાર, ૬ ઓક્ટોબર ૨૦૨૬: અગિયારસ (એકાદશી) શ્રાદ્ધ

  • બુધવાર, ૭ ઓક્ટોબર ૨૦૨૬: બારસ (દ્વાદશી) અને મઘા શ્રાદ્ધ

  • ગુરુવાર, ૮ ઓક્ટોબર ૨૦૨૬: તેરસ (ત્રયોદશી) શ્રાદ્ધ

  • શુક્રવાર, ૯ ઓક્ટોબર ૨૦૨૬: ચૌદશ (ચતુર્દશી) શ્રાદ્ધ

  • શનિવાર, ૧૦ ઓક્ટોબર ૨૦૨૬: સર્વ પિતૃ અમાસ શ્રાદ્ધ

પિતૃપક્ષ દરમિયાન શું કરવું?

નિયમિત તર્પણ: પિતૃપક્ષ દરમિયાન દરરોજ પિતૃઓને જળ અને કાળા તલ અર્પણ કરવા જોઈએ.

ગૌગ્રાસ અને અન્નદાન: દરરોજ કાગડા, ગાય અને શ્વાનને ભોજન કરાવવું. માન્યતા છે કે પૂર્વજો કોઈપણ જીવના રૂપમાં આંગણે આવી શકે છે.

જરૂરિયાતમંદોને સહાય: ગરીબો અને જરૂરિયાતમંદોને ભોજન કરાવવું પુણ્યદાયી માનવામાં આવે છે.

દાન-પુણ્ય: બ્રાહ્મણોને ભોજન કરાવી યથાશક્તિ દાન-દક્ષિણા આપવી. આંગણે આવેલા કોઈ પણ વ્યક્તિને ખાલી હાથે ન વાળવો.

તીર્થ સ્નાન અને તર્પણ: શક્ય હોય તો ગયાજી કે અન્ય પવિત્ર તીર્થસ્થળોની મુલાકાત લઈ પિંડદાન કરવું.

સર્વ પિતૃ શ્રાદ્ધ: જે સ્વજનોની મૃત્યુતિથિ યાદ ન હોય, તેમનું શ્રાદ્ધ સર્વ પિતૃ અમાસના દિવસે કરી શકાય છે.

પિતૃપક્ષ દરમિયાન શું ન કરવું?

માંગલિક કાર્યો વર્જ્ય: પિતૃપક્ષનો સમય ફક્ત આરાધના અને પિતૃતર્પણ માટે હોવાથી આ દિવસોમાં લગ્ન, ગૃહપ્રવેશ કે મુંડન જેવા શુભ પ્રસંગો યોજાતા નથી.

નવી ખરીદી ટાળવી: આ સમયગાળા દરમિયાન નવું વાહન, મકાન, સોનું-ચાંદી કે નવા વ્યવસાય-પ્રોજેક્ટની શરૂઆત કરવાનું ટાળવામાં આવે છે.

તામસિક ભોજનનો ત્યાગ: આ દિવસોમાં માંસાહાર, ડુંગળી, લસણ અને કેફી દ્રવ્યોનું સેવન ટાળવું જોઈએ.

નોંધ:-   આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.