Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : Religion / How did the guru-disciple tradition begin on earth? Know the mythology associated with Adiyogi Shiva and Veda Vyasji

Religion / પૃથ્વી પર કેવી રીતે થઈ ગુરુ-શિષ્ય પરંપરાની શરૂઆત? જાણો આદિયોગી શિવ અને વેદ વ્યાસજી સાથે જોડાયેલી પૌરાણિક કથા

Timeછેલ્લું અપડેટ : 28 Jul 2026
લાઇવ ટીવીGoogle News
Religion / પૃથ્વી પર કેવી રીતે થઈ ગુરુ-શિષ્ય પરંપરાની શરૂઆત? જાણો આદિયોગી શિવ અને વેદ વ્યાસજી સાથે જોડાયેલી પૌરાણિક કથા
સોર્સ : gstv

સનાતન સંસ્કૃતિમાં ગુરુને ભગવાન કરતાં પણ શ્રેષ્ઠ દરજ્જો આપવામાં આવ્યો છે. માનવ જીવનમાં આધ્યાત્મક અને વ્યવહારિક જ્ઞાન માટે ગુરુનું હોવું અત્યંત આવશ્યક માનવામાં આવે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ પૃથ્વી પર ગુરુ-શિષ્ય પરંપરાની શરૂઆત કેવી રીતે થઈ?

App Store

પૌરાણિક માન્યતાઓ અનુસાર, આ પવિત્ર પરંપરાની શરૂઆત સ્વયં દેવોના દેવ મહાદેવ દ્વારા કરવામાં આવી હતી. ગુરુ પૂર્ણિમાનો આ મહાપર્વ આ જ મહાન પરંપરાનું પ્રતીક છે. ચાલો જાણીએ કે પ્રથમ ગુરુ તરીકે ભગવાન શિવે વિશ્વને જ્ઞાનનો માર્ગ કેવી રીતે બતાવ્યો અને આ દિવસ સાથે મહર્ષિ વેદ વ્યાસનો શું સંબંધ છે.

આદિગુરુ શિવે આપ્યું પ્રથમ બ્રહ્મજ્ઞાન

ભગવાન શિવને આ સૃષ્ટિના પ્રથમ ગુરુ એટલે કે 'આદિગુરુ' માનવામાં આવે છે. પૌરાણિક કથા અનુસાર, હજારો વર્ષો પહેલાં મહાદેવ હિમાલયની પવન ખીણોમાં ઘોર ધ્યાનમાં મગ્ન હતા. જ્યારે તેમનું ધ્યાન પૂર્ણ થયું, ત્યારે તેમણે પોતાની સમક્ષ બેઠેલા સપ્તર્ષિઓને જ્ઞાન પ્રાપ્ત કરવાની તીવ્ર ઈચ્છા સાથે જોયા.

સપ્તર્ષિઓની કઠોર તપસ્યા અને જ્ઞાન પ્રત્યેની સમર્પણ ભાવના જોઈને મહાદેવનું હૃદય દ્રવિત થઈ ગયું. ત્યારબાદ અષાઢ મહિનાની પૂર્ણિમાના દિવસે ભગવાન શિવે 'દક્ષિણામૂર્તિ' રૂપ ધારણ કર્યું અને સાતેય ઋષિઓને દિવ્ય બ્રહ્મજ્ઞાન આપ્યું. તે દિવસથી અષાઢ પૂર્ણિમા 'ગુરુ પૂર્ણિમા' તરીકે ઉજવવામાં આવે છે.

સપ્તર્ષિઓએ વિશ્વભરમાં ફેલાવ્યો જ્ઞાનનો પ્રકાશ

મહાદેવ પાસેથી દીક્ષા અને જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી સાતેય ઋષિઓએ તે જ્ઞાન માત્ર પોતાની પાસે ન રાખ્યું. તેઓ ભગવાન શિવને પોતાના પ્રથમ ગુરુ માનીને સૃષ્ટિના ખૂણે-ખૂણે જ્ઞાનનો પ્રસાર કરવા નીકળી પડ્યા.

તેમણે સામાન્ય માનવોને ધર્મ, સત્ય અને ઈશ્વર પ્રાપ્તિનો સાચો માર્ગ બતાવ્યો. જેમ મહાદેવે સપ્તર્ષિઓનું માર્ગદર્શન કર્યું હતું, તેમ આ ઋષિઓએ માનવ સમાજમાં ગુરુ-શિષ્ય પરંપરાનો મજબૂત પાયો નાખ્યો.

મહર્ષિ વેદ વ્યાસજી સાથે અતૂટ સંબંધ

ગુરુ પૂર્ણિમાનો તહેવાર મહર્ષિ વેદ વ્યાસજી સાથે પણ સીધો જોડાયેલો છે:

વ્યાસજીનો જન્મ: એવું માનવામાં આવે છે કે મહાન ઋષિ વેદ વ્યાસનો જન્મ અષાઢ પૂર્ણિમાના દિવસે જ થયો હતો.

જ્ઞાનનો અક્ષય ભંડાર: વેદ વ્યાસજીએ જ માનવજાતના કલ્યાણ માટે ચાર વેદોનું વિભાજન કર્યું, ૧૮ પુરાણો અને મહાકાવ્ય મહાભારતની રચના કરી.

વ્યાસ પૂર્ણિમા: સંસ્કૃતિ અને જ્ઞાનમાં આટલું મહાન યોગદાન આપવા બદલ તેમને જગતગુરુ માનવામાં આવે છે. આ જ કારણસર ગુરુ પૂર્ણિમાને 'વ્યાસ પૂર્ણિમા' તરીકે પણ ઓળખવામાં આવે છે.

ગુરુ પૂજનનું મહત્વ

સનાતન પરંપરામાં માનવામાં આવે છે કે 'ગુરુ બિન હોઈ ન જ્ઞાન' - એટલે કે યોગ્ય ગુરુ વિના સાચું જ્ઞાન કે મોક્ષ મળવો અશક્ય છે. જેમ આદિગુરુ શિવે સપ્તર્ષિઓને અજ્ઞાનના અંધકારમાંથી બહાર કાઢીને જ્ઞાનનો પ્રકાશ આપ્યો હતો, તેમ ગુરુ જ શિષ્યના જીવનને સાચી દિશા આપે છે. આથી જ આ દિવસે શિષ્યો ભાવપૂર્વક પોતાના ગુરુઓની પૂજા-અર્ચના કરી તેમના આશીર્વાદ પ્રાપ્ત કરે છે.

નોંધ:-   આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.