Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : Rashi Bhavishya 4 October: Yoga of Wealth for these 2 zodiac signs, know what the day will be like

રાશિ ભવિષ્ય 4 ઓક્ટોબર: આ 2 રાશિઓ માટે ધનલાભના યોગ, જાણો કોનો દિવસ કેવો રહેશે

Timeછેલ્લું અપડેટ : 04 Oct 2026
લાઇવ ટીવીGoogle News
રાશિ ભવિષ્ય 4 ઓક્ટોબર: આ 2 રાશિઓ માટે ધનલાભના યોગ, જાણો કોનો દિવસ કેવો રહેશે
સોર્સ : gstv

મેષ

App Store

આજે આપ પોતાના કામની સાથે અડોશ-પડોશના કામમાં પણ વ્યસ્ત રહી શકો છો. સંયુક્ત ધંધામાં ભાઈ-ભાંડુ વર્ગનો સારો સહકાર મળવાથી કામ સરળતાથી આગળ વધશે.

વૃષભ

કૌટુંબિક અને પારિવારિક કામકાજને કારણે આજે દોડધામ રહેવાની શક્યતા છે. સીઝનલ ધંધામાં અચાનક ગ્રાહકોની ઘરાકી વધવાથી આવકમાં વધારો થતાં આનંદ થશે.

મિથુન

આજે તમારા અગત્યના કામનો ઉકેલ લાવવામાં સફળતા મળશે. ધીમે-ધીમે રાહત અનુભવશો અને મહત્વના નિર્ણયો લેવામાં પણ સરળતા રહેશે.

કર્ક

આજે કામકાજમાં કોઈને કોઈ અડચણ કે મુશ્કેલી આવી શકે છે. મોસાળપક્ષ અથવા સાસરીપક્ષમાં બીમારી કે ચિંતાને કારણે મન પરેશાન રહી શકે છે.

સિંહ

તમારા કાર્યની કદર અને પ્રશંસા થવાથી આજે આનંદ અનુભવશો. ધંધામાં અચાનક ગ્રાહકોની ઘરાકી વધવાથી સારી આવક થઈ શકે છે.

કન્યા

આજે પોતાના કામ ઉપરાંત ઘર-પરિવાર, સગા-સંબંધીઓ અને મિત્રોના કામ માટે પણ દોડધામ કરવી પડશે. મહેનત બાદ કામ ઉકેલાઈ જતાં રાહત અનુભવશો.

તુલા

જૂના સ્વજન, સ્નેહી અથવા મિત્ર સાથે અચાનક મુલાકાત થવાથી આનંદ થશે. આજે યાત્રા કે પ્રવાસનું આયોજન પણ બની શકે છે.

વૃશ્ચિક

દિવસ દરમિયાન સુસ્તી અને બેચેની અનુભવાઈ શકે છે. તબિયતમાં અસ્વસ્થતા રહેતા કામ કરવાની ઇચ્છા ઓછી થશે. સાથે જ અચાનક ખર્ચ થવાની શક્યતા છે.

ધન

સંસ્થાકીય અને જાહેર ક્ષેત્રના કામમાં આજે વ્યસ્તતા રહેશે. તમારા કાર્યમાં અન્ય લોકોનો સહયોગ મળવાથી કામ સરળ બનશે અને રાહત અનુભવશો.

મકર

સીઝનલ ધંધામાં ગ્રાહકો સાથે વાદ-વિવાદ કે ગેરસમજ ટાળવી જરૂરી રહેશે. આજે અચાનક ખર્ચ અથવા ખરીદી થવાની શક્યતા છે.

કુંભ

તમારી બુદ્ધિ, મહેનત, અનુભવ અને આવડતના આધારે આજે મુશ્કેલ કામનો ઉકેલ લાવી શકશો. વાણીમાં મીઠાશ રાખવાથી લાભ અને ફાયદો મળશે.

મીન

આજે કામકાજમાં વ્યસ્ત રહેવા છતાં મનને શાંતિ અને રાહત મળશે નહીં. ઘર-પરિવારની ચિંતા મન પર અસર કરી શકે છે.