Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : People of this zodiac sign will benefit on the day of Nirjala Ekadashi.

25 જૂન 2026, ગુરૂવારનું રાશિફળ, નિર્જળા એકાદશીના દિવસે આ રાશિના જાતકોને થશે લાભ 

Timeછેલ્લું અપડેટ : 25 Jun 2026
લાઇવ ટીવીGoogle News
25 જૂન 2026, ગુરૂવારનું રાશિફળ, નિર્જળા એકાદશીના દિવસે આ રાશિના જાતકોને થશે લાભ 
સોર્સ : gstv

મેષ : આપના ધાર્યા પ્રમાણેનું કામકાજ થવાથી આનંદ રહે. અન્યનો સહકાર મળી રહે. ધર્મકાર્ય-શુભકાર્ય થઈ શકે.

App Store

વૃષભ : નોકરી-ધંધાના કાર્યની સાથે બીજું કોઈ કામ આવી જતાં, અન્ય સહકર્મીનું કામ આવી જતાં આપના કાર્યભારમાં વધારો થાય.

મિથુન : આપની બુદ્ધિ-અનુભવ-આવડત-મહેનતથી આપના કામનો ઉકેલ લાવી શકો. સીઝનલ ધંધામાં લાભ-ફાયદો જણાય.

કર્ક : આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. કામકાજમાં રૂકાવટ જણાય.

સિંહ : આપના કામમાં ઉપરીવર્ગ-સહકાર્યકર વર્ગ-નોકર-ચાકરવર્ગનો સાથ-સહકાર મળી રહે. ધંધામાં આવક જણાય.

કન્યા : આપને કામકાજમાં સાનુકૂળતા મળી રહે. સામાજિક-વ્યવહારિક કામકાજ અંગે દોડધામ-શ્રમ-ખર્ચ જણાય.

તુલા : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત થાય. મહત્ત્વના નિર્ણય લેવાના હોય તો લઈ શકાય. આનંદ રહે.

વૃશ્ચિક : રાજકીય-સરકારી કામમાં, ખાતાકીય કામમાં આપે ઉતાવળ કરવી નહીં. કામમાં ભૂલ થવાને લીધે ઠપકો સાંભળવો પડે.

ધન : આપના કામની કદર-પ્રશંસા થવાથી કામ કરવાનો ઉત્સાહ જણાય. સીઝનલ ધંધામાં ઘરાકી આવી જાય.

મકર : જમીન-મકાન-વાહનની લે-વેચના કામમાં આપને સાનુકૂળતા મળી રહે. મિત્રવર્ગનો સહકાર મળતાં કામનો ઉકેલ લાવી શકો.

કુંભ : નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. અગત્યના કામકાજ અંગે મિલન-મુલાકાત થઈ શકે.

મીન : આપને કામકાજમાં રૂકાવટ-મુશ્કેલી જણાય. તબીયતની અસ્વસ્થતા જણાય. સીઝનલ-વાયરલ બીમારીમાં સંભાળવું.

- અગ્નિદત્ત પદમનાભ

ટોપિક્સ:nirjala ekadashi 2026zodiac signs