Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : Peace of Mind and Freedom from Vastu Dosha: What is the Importance of Keeping an Aquarium at Home?

માનસિક શાંતિ અને વાસ્તુ દોષથી મુક્તિ: ઘરમાં માછલીઘર રાખવાનું શું છે મહત્વ?

Timeછેલ્લું અપડેટ : 08 Jul 2026
લાઇવ ટીવીGoogle News
માનસિક શાંતિ અને વાસ્તુ દોષથી મુક્તિ: ઘરમાં માછલીઘર રાખવાનું શું છે મહત્વ?
સોર્સ : gstv

એ ક્વેરિયમ એટલે કે માછલીઘર ફક્ત ઘરની આંતરિક સજ્જાનું સાધન નથી, તે ઘરમાં સકારાત્મક ઉર્જા અને ભાગ્યવૃદ્ધિ પણ લાવે છે.

App Store

ફેંગ શુઈ શાસ્ત્ર માછલીઓને ભાગ્યનું પ્રતીક માને છે. તેનુ ઘરમાં હોવુ ભાગ્યને બળ પ્રદાન કરે છે. એવી માન્યતા છે કે માછલીઓ કોઈ પણ સંકટને અગાઉથી જ સૂંઘી લે છે. જો કોઈ સમસ્યા આવવાની હોય તો માછલીઓનો વ્યવ્હાર એકદમ બદલાય જાય છે. એક્વેરિયમમાં મુકવા માટે અખના ફિશ, ફ્લોવર હોર્ન, ડ્રેગન કાર્પ અને ગોલ્ડ ફિશને શુભ માનવામાં આવે છે. અખના માછલી લાલ, સોનેરી, સિલ્વર અને લીલા રંગની હોય છે. આ ભાગ્યની સાથે ઉત્તમ સ્વાસ્થ્ય, ઉન્નતિ, પ્રસન્નતા. ધન અને શક્તિનંુ પ્રતીક હોય છે. ઘરમાં રહેલા અનેક વાસ્તુદોષને દૂર કરવામાં માછલી કારગર હોય છે.

ફ્લોવર હાર્ન માછલી પોતાની ચારે બાજુ એવુ વાતાવરણ ઊભું કરે છે કે રોગથી પીડિત વ્યક્તિ પણ સામાન્ય અનુભવે છે. આ માછલીના શરીર ઉપર નાના નાના કાળા ધબ્બા હોય છે, જે આ ઉન્નતિ અને ધનનુ પ્રતીક માને છે.

ડ્રેગન કાર્પ માછલીમાં ધારાના વિરુદ્ધ વહેવાની ક્ષમતા હોય છે. આ માછલી મુશ્કેલીમાં અડગ રહેવાનો ગુણ પ્રદાન કરે છે. તેને મહત્ત્વાકાંક્ષાને પૂરી કરનારી માછલી માનવામાં આવે છે.

સૌભાગ્ય માટે માછલીઘરમાં ગોલ્ડન માછલી જરૂર રાખો. ઓછામાં ઓછા આઠ સોનેરી માછલીઓ હોવી જોઈએ, એમાંથી એક માછલીનું રંગ કાળા હોવો જોઈએ. એને તમે ઘરના ઉત્તર, દક્ષિણ-પૂર્વ, દક્ષિણ-પશ્ચિમ ખૂણામાં રાખો. માછલીઘરના મુખ્ય દ્વારની જમણી બાજુ ન રાખવું. જો કોઈ માછલી મરી જાય તો તેના સ્થાને નવી માછલી લાવો. એવું માનવું છે કે જો ઘરમાં કોઈ મુશ્કેલી આવે માછલીઓ તેને પોતાની ઉપર લઈ લે છે.