નવા વર્ષના પહેલા દિવસે જ તુલસીને અર્પણ કરજો આ વસ્તુ, આખું વર્ષ રહેશે મા લક્ષ્મીની કૃપા

થોડા દિવસો બાદ નવું વર્ષ 2025 શરૂ થવા જઈ રહ્યું છે. નવું વર્ષ દરેક માટે ઘણી નવી આશાઓ -અપેક્ષાઓ લઈને આવે છે. તુલસીને મા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. જો નવા વર્ષના પહેલા દિવસે માતા તુલસીની પૂજા કરવામાં આવે છે, તો તે પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે, કારણ કે માતા તુલસીને મા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે.
તુલસીમાં સાક્ષાત શ્રીહરિ અને મા લક્ષ્મીનો વાસ છે
હિન્દુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આ છોડમાં સાક્ષાત શ્રીહરિ અને મા લક્ષ્મીનો વાસ છે. તુલસીને જળ ચઢાવવાથી ઘરની નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે અને ઘરમાં સકારાત્મકતાનો પ્રવેશ થાય છે.
માન્યતાઓ પ્રમાણે ભગવાન વિષ્ણુ તુલસી પાન વગર કોઈપણ પ્રસાદ સ્વીકારતા નથી. કારણ કે, ભગવાન વિષ્ણુને તુલસી અતિ પ્રિય માનવામાં આવે છે.
માત્ર જળ ચઢાવવાથી વ્યક્તિના પાપોનો નાશ થાય
એવું માનવામાં આવે છે કે, જે લોકો તુલસીની પૂજા કરે છે. તેમના ઘરમાં ક્યારેય ગરીબી રહેતી નથી. આ ઉપરાંત એક માન્યતા પ્રમાણે નવા વર્ષના પ્રથમ દિવસે તુલસીને જળ ચઢાવવામાં આવે તો તે ખૂબ જ શુભ હોય છે, અને તેને માત્ર જળ ચઢાવવાથી વ્યક્તિના પાપોનો નાશ થાય છે.
ભૂલથી પણ સૂર્યાસ્ત પછી તુલસીને જળ ન ચઢાવવું જોઈએ
જ્યોતિષીઓના મતે તુલસીને જળ અર્પણ કરતી વખતે 'ઓમ સુભદ્રાય નમઃ' મંત્રનો 11 વાર જાપ કરવો જોઈએ. પરંતુ ભૂલથી પણ સૂર્યાસ્ત પછી તુલસીને જળ ન ચઢાવવું જોઈએ, બલ્કે સૂર્યોદય સમયે તુલસીને જળ અર્પણ કરવું શ્રેષ્ઠ છે.
એવું કહેવાય છે કે, નવા વર્ષના દિવસે તુલસીના આ મંત્રોનો જાપ કરવાથી વ્યક્તિની આર્થિક સમસ્યાઓ દૂર થઈ જાય છે અને ઘરમાં દેવી લક્ષ્મીની કૃપા રહે છે.
નોંધ:- આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.

