Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : Mars and Rahu form Angarak Yoga

Religion : મંગળ અને રાહુએ બનાવ્યો અંગારક યોગ! નોકરી-રોકાણ અને યાત્રામાં રાખજો ખાસ સાવધાની

Timeછેલ્લું અપડેટ : 28 Feb 2026
લાઇવ ટીવીGoogle News
Religion : મંગળ અને રાહુએ બનાવ્યો અંગારક યોગ! નોકરી-રોકાણ અને યાત્રામાં રાખજો ખાસ સાવધાની
સોર્સ : gstv

વર્ષ 2026 પરિવર્તન અને વિકાસનું વર્ષ છે, પરંતુ આ પરિવર્તનોની સાથે ગ્રહોના ગોચરનો પ્રભાવ પણ જોવા મળશે. આવું જ એક ગ્રહ સંયોજન આ વર્ષે જોવા મળી રહ્યો છે, જે અંગારક યોગના નામથી ઓળખાય છે. 23 ફેબ્રુઆરીથી 2 એપ્રિલ સુધી કુંભ રાશિમાં મંગળ અને રાહુનું સંયોજન જ અંગારક યોગ કહેવાય છે. 

App Store

વૈદિક જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે આ ખગોળીય પરિવર્તનથી આક્રમકતા, આવેગશીલતા અને કામમાં વિક્ષેપોનો સામનો કરવો પડી શકે છે. એક્સપર્ટસનું માનવું છે કે, ગ્રહોનું આ ઉગ્ર સંયોજન નિર્ણય લેવા, સંઘર્ષો અને દુર્ઘટનાઓનું જોખમ વધારી શકે છે, જેના કારણે આ સમય દરમિયાન કેટલીક બાબતો ટાળવી જરૂરી છે.

મહત્વપૂર્ણ નિર્ણયો લેવાનું ટાળો

અંગારક યોગ દરમિયાન નોકરી બદલવા, રોકાણ કરવા અથવા લગ્ન કરવા જેવા મહત્વપૂર્ણ નિર્ણયો લેવાનું ટાળો. તેનું મુખ્ય કારણ મંગળ-રાહુનો વધુ પ્રભાવ છે, જે આવેગજન્ય કાર્યોને પ્રોત્સાહન આપી શકે છે જેના કારણે પાછળથી પસ્તાવો થઈ શકે છે. અંગારક યોગ 13 અને 14 માર્ચની વચ્ચે શતાભિષા નક્ષત્રમાં ચોક્કસ યુતિ દરમિયાન ચરમ પર હશે.

આ સમય ખૂબ જોખમી છે

આ સમય જોખમી માનવામાં આવી રહ્યો છે, કારણ કે દુર્ઘટનાઓ અને અપ્રિય ઘટનાઓની શક્યતા વધુ હશે, ખાસ કરીને 9 માર્ચથી 22 માર્ચ દરમિયાન માર્ગ અથવા હવાઈ મુસાફરી કરનારાઓ માટે, કારણ કે આ સમય દરમિયાન હિન્દુ નવા વર્ષની એનર્જી પણ પરસ્પર ટકરાશે. બિનજરૂરી મુસાફરી મુલતવી રાખવાનો પ્રયાસ કરો. મંગળ ગ્રહ વાહનોનો સ્વામી છે, જ્યારે રાહુ અરાજકતા પેદા કરે છે, તેથી માત્ર ટૂંકી અને સુઆયોજિત યાત્રાઓ જ કરો.

મંગળના પ્રભાવને શાંત કરવા માટે આ કામ કરો

અંગારક યોગ દરમિયાન પરિવાર અને કામ એફિસમાં તકરાર કરવાનું ટાળો. મેષ, વૃશ્ચિક અને કુંભ રાશિના જાતકોએ આ સમય દરમિયાન પોતાના પર કંટ્રોલ કરવો પડશે. આ દરમિયાન કોઈપણ પ્રકારની દલીલો ટાળવાની સલાહ આપવામાં આવે છે, કારણ કે આ યોગ ગેરસમજ અને દુશ્મનાવટ વધારવાનું કામ કરે છે. મંગળના પ્રભાવને શાંત કરવા માટે ધ્યાન અને પ્રાણાયામનો અભ્યાસ કરો.

નાણાકીય રોકાણ કરવાનું ટાળો

અંગારક યોગ દરમિયાન શેર માર્કેટ અને ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવાનું ટાળો, કારણ કે રાહુના માયાવી પ્રભાવથી જોખમ વધી શકે છે, જે ક્યાંકને ક્યાંક નુકસાન કરાવી શકે છે. મંગળ કુંભ રાશિમાંથી બહાર આવે ત્યાં સુધી એટલે કે 2 એપ્રિલ સુધી, કોઈપણ નાણાકીય રોકાણ કરવાનું ટાળો. આ સમય દરમિયાન તમારા ખર્ચાઓ પર પણ ધ્યાન આપો.

 દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરો

અંગારક યોગ દરમિયાન રસ્તા પર થતા હિંસક વ્યવહાર, સંપત્તિ સબંધિત ડિલ અથવા બદલો લેવાની ભાવનાઓને પોતાના પર હાવી ન થવા દો. અંગારક તોફાન વિનાશક આવેગોને ભડકાવવાનું કામ કરે છે. દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરો.

નોંધ:-   આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.