Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : Mahashivratri will prove to be lucky for these 3 zodiac signs

આ 3 રાશિના જાતકો માટે લકી સાબિત થશે મહાશિવરાત્રિ! ધનલાભના બની રહ્યા છે યોગ

Timeછેલ્લું અપડેટ : 15 Feb 2026
લાઇવ ટીવીGoogle News
આ 3 રાશિના જાતકો માટે લકી સાબિત થશે મહાશિવરાત્રિ! ધનલાભના બની રહ્યા છે યોગ
સોર્સ : gstv

હિંદુ પંચાંગ અનુસાર 15 ફેબ્રુઆરી 2026ના રોજ મહાશિવરાત્રિ પર્વ શ્રદ્ધા અને ભક્તિ સાથે ઉજવવાશે. આ દિવસે ભક્તો ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે શિવલિંગ પર જળ, દૂધ અને બીલીપત્ર અર્પિત કરશે. આ વર્ષે મહા શિવરાત્રિ ધાર્મિકે મહત્ત્વની સાથે જ્યોતિષશાસ્ત્ર અનુસાર ઘણી મહત્ત્વપૂર્ણ ધરાવે છે. કારણ કે આ દિવસ દરમિયાન ત્રણ મુખ્ય ગ્રહ પોતાની સ્થિતિ બદલશે. આ ગ્રહના પરિવર્તનની અસર તમામ રાશિને પડશે, પરંતુ મેષ સહિત 3 રાશિના જાતકો માટે તે લકી સાબિત થશે. 

App Store

ગ્રહોની ચાલમાં બદલાવ

જ્યોતિષશાસ્ત્ર અનુસાર, મહાશિવરાત્રિ પર મંગળ શ્રવણ નક્ષત્ર છોડીને ધનિષ્ઠા નક્ષત્રમાં પ્રવેશ કરશે. ચંદ્ર શનિની રાશિ મકરમાં ગોચર કરશે, જ્યારે બુધ પણ તેના નક્ષત્ર પરિવર્તનને કારણે પ્રભાવશાળી સ્થિતિમાં રહેશે. આ ખાસ ગ્રહ સ્થિતિ મેષ, મિથુન, કર્ક, સિંહ અને તુલા રાશિ માટે શુભ સંકેત આપે છે. આ રાશિના જાતકોને ભગવાન શિવના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થયા હોવાનું માનવામાં આવે છે, જે તેમની કારકિર્દી, વ્યવસાય અને લગ્ન જીવનમાં સકારાત્મક ફેરફારો લાવી શકે છે.

મેષ રાશિ

મેષ રાશિના જાતકો માટે આ સમય નવી ઉર્જા લઈને આવશે. અટવાયેલા કાર્યો પૂરા થવાના યોગ છે. વ્યાપારમાં લાભ મળી શકે છે. પરિવારમાં સુમેળ વધશે. જૂના મતભેદનો ઉકેલ આવી શકે છે. સ્વાસ્થ્યમાં પણ સુધારો થવાના સંકેત છે.

સિંહ રાશિ

સિંહ રાશિના જાતકો માટે આ સમય સન્માન અને પ્રગતિના સંકેત આપી રહ્યો છે. કાર્યક્ષેત્રમાં પ્રશંસા મળશે. આર્થિક સ્થિતિ મજબૂત થઈ શકે છે. દાંપત્ય જીવનમાં મધુરતા આવી શકે છે. વિદ્યાર્થીઓ માટે સારા પરિણામ મળી શકે છે.

તુલા રાશિ

તુલા રાશિના લોકો માટે આ સમય સંતુલન અને સ્થિરતા લઈને આવશે. વૈવાહિક જીવન સુખદ રહેશે. પરિવાર સાથે સંબંધ ગાઢ બનશે. સ્વાસ્થ્યમાં સુધારો થશે. યોજનાબદ્ધ કાર્ય કરવાથી વિશેષ લાભ મળી શકે છે. ધાર્મિક ગતિવિધિઓમાં રૂચિ વધી શકે છે.