નાળિયેરઃ જાણો ક્યા દેવતાને આખું અર્પણ કરવું અને કોને વધેરીને ચડાવવું

સનાતન ધર્મમાં નારિયેળને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે. એટલે જ કોઈપણ ધાર્મિક વિધિ દરમિયાન નારિયેળનો ચોક્કસપણે સમાવેશ કરવામાં આવે છે. શાસ્ત્રોમાં નારિયેળને શ્રીફળ તરીકે વર્ણવવામાં આવ્યું છે. નાળિયેરમાં દેવી લક્ષ્મીનો વાસ છે. માન્યતા અનુસાર નારિયેળમાં ત્રિમૂર્તિ એટલે કે ભગવાન બ્રહ્મા, વિષ્ણુ, મહેશનો વાસ છે. પરંતુ શું તમે જાણો છો કે પૂજા દરમિયાન દેવી-દેવતાઓને યોગ્ય રીતે નારિયેળ અર્પણ કરવું જરૂરી છે. જેથી કરીને તમને પૂજાનું સંપૂર્ણ ફળ મળી શકે. આવો કયું નાળિયેર કયા દેવતાને અર્પણ કરવું શુભ છે.
આ પણ વાંચોઃ આર્થિક સંકટથી મુક્તિ મેળવવા મંગળવારે કરો આ ઉપાય
આખું નાળિયેર કોને અર્પણ કરવું?
જ્યારે પણ તમે દેવી લક્ષ્મી અને શ્રી હરિના મંદિરમાં જાઓ ત્યારે તેમને આખું નારિયેળ ચઢાવો અને તેને ભૂલથી પણ ન વધેરો. આ સાથે હવે જો નારિયેળની સાથે ફળ અને ફૂલ ચઢાવવામાં આવે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આખું નારિયેળ હંમેશા ભગવાન શિવને અર્પણ કરવું જોઈએ કારણ કે નારિયેળ ભગવાનને પ્રસાદ તરીકે ચઢાવવામાં આવે છે.
આ પણ વાંચોઃ મંગળવારે કરો આ ચમત્કારી સ્તોત્રનો પાઠ, મળશે તમામ સંકટોમાંથી મુક્તિ
ચોટીવાળું નાળિયેર કોને અર્પણ કરવું જોઈએ?
કાલ ભૈરવ અને મા કાલીને ચોટીવાળું નારિયેળ ચઢાવવું હંમેશા શુભ હોય છે. કારણ કે આ દેવી-દેવતાઓ વેર વાળવાના સ્વભાવના છે. હનુમાનજીને પણ આ જ નાળિયેર અર્પિત કરવું શુભ છે. તેનાથી સાધકની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.
તોડેલું નાળિયેર કોને અર્પણ કરવું જોઈએ?
જ્યારે પણ તમારે હનુમાનજી, કાલ ભૈરવ ,માતા રાણીના મંદિરમાં નારિયેળ અર્પણ કરવું હોય તો તમારે હંમેશા નારિયેળ વધેરીને અર્પણ કરવું જોઈએ. અહીં નારિયેળ પ્રસાદ તરીકે નહીં પરંતુ બલિદાન તરીકે ચઢાવવામાં આવે છે.
આ વાતોનું પણ ધ્યાન રાખો
જો તમે કોઈ ખાસ હેતુથી પૂજા કરી હોય તો પૂજા કર્યા પછી ભગવાનને નારિયેળ વધેરીને જ ચઢાવો. તેનાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે. જો તમારી કોઈ ઈચ્છા પૂરી થઈ ગઈ હોય તો ભગવાનને આખું નારિયેળ ચઢાવવું શુભ માનવામાં આવે છે.
ડિસક્લેમર:- આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધl જ્યોતિષીઓ/ પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/ શાસ્ત્રોના વિવિધ સ્ત્રોતોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.

