Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : Know the use of Bilipatra in Shiva Puja

જાણો શિવપૂજામાં બીલીપત્રનો ઉપયોગ અને તેની ફલશ્રુતિ વિષે

Timeછેલ્લું અપડેટ : 31 Jul 2024
લાઇવ ટીવીGoogle News
જાણો શિવપૂજામાં બીલીપત્રનો ઉપયોગ અને તેની ફલશ્રુતિ વિષે

ડો. હેમીલ પી લાઠીયા - જ્યોતિષચાર્ય

App Store

શિવપુરાણ, અન્ય પુરાણ અને ધાર્મિક સાહિત્ય જેવા વિભિન્ન ગ્રંથમાં અને કેટલાક  વિદ્વાનો  શિવપૂજન દરમિયાન બીલીપત્રની મહિમા, ઉપયોગીતા જણાવે છે જેના દ્વારા ભક્તોને વિવિધ પ્રકારની ફલશ્રુતિ પણ જાણવા મળે છે.

બીલી વૃક્ષની ઉત્પત્તિ બાબત પ્રાચીન ધાર્મિક સાહિત્ય માંથી જાણવા મળે છે કે એક વાર એક ગાય ભ્રમણ કરતી એક શિવ મંદિર પાસે આવી પોહચે છે અને ત્યાં તે ગોબર કરે છે અને આ ગોબર માંથી એક વૃક્ષ ઉત્પન્ન થાય છે જે બીલી હિન્દીમાં બેલ, સંસ્કૃતમાં બિલ્વ નામથી ઓળખાય છે. આ વૃક્ષ પણ શિવને પ્રિય લાગવા લાગે છે.

ધાર્મિક ગ્રંથો મુજબ એક બીલી વૃક્ષ લગાવવાથી માણસ સાત જન્મ સુધી નર્ક યાતના ભોગવતો નથી, તેને આ જન્મમાં કોઈ ગૃહપીડા થતી નથી, બીલી વૃક્ષના દર્શન અને સ્પર્શ કરવાથી પાપ નાશ પામે છે. કળિયુગમાં હજાર સુવર્ણ મુદ્રાના દાનથી જે પુણ્ય મળે છે તે એક બીલી વૃક્ષ વાવવાથી મળે છે.
 
શિવપૂજામાં બીલીપત્રનું મહત્વ વિશેષ રહેલું છે. બીલીપત્ર વડે વિવિધ રીતે શિવ પૂજન અને તેના દ્વારા મળતાં ફળ નો મહિમા પણ વિદ્વાનો પાસેથી જાણવા મળે છે. બીલીપત્ર દ્વારા શિવ પૂજન કરવાથી પાપ પીડા માંથી મુક્તિ મળે છે, ધનની ઇચ્છવાળા ધનવાન બને છે, જીવન ને અંતે શિવલોકમાં સ્થાન મળે છે. ભગવાન શિવને પ્રસન્ન કરવાના વિવિધ રીતમાં બીલીપત્ર વડે પૂજન એક મુખ્ય રીત માનવામાં આવે છે. બીલીપત્ર શિવલિંગ પર ચડાવવાની પણ એક રીત છે જે જાણકાર પાસેથી જાણવી જૉઈએ, ભક્તો દ્વારા દરરોજ ઉપરાંત સોમવાર, મહાશિવરાત્રી અને શ્રાવણ માસ દરમિયાન વિશેષ ચઢાવવામાં આવે છે.
 
વિદ્વાનોના મતે ભગવાન શિવનું પ્રિય વૃક્ષમાંનું એક બીલીવૃક્ષ જો ઘર આંગણે રોપવામાં આવે તો વાસ્તુદોષ સમાપ્ત થાય છે, દરિદ્રતા દૂર થાય છે, 
ભક્તોની મનોકામના પૂર્ણ કરતું આ બીલી વૃક્ષ અને તેના પાન બીલીપત્ર શિવપૂજનમાં ઉપયોગ ફળ પ્રાપ્તિનું સુખ મળે છે. શ્રાવણ માસ દરમિયાન દરરોજ બીલીપત્ર પર શિવ મંત્ર "ૐ નમઃ શિવાય" સાથે ચંદન કે અષ્ટગંધ વડે લખી શિવલિંગ પર ચઢાવવાથી અતુલ્ય ફળની પ્રાપ્તિ થાય છે અને ભગવાન શિવની કૃપા તેના પર રહે છે.

દરરોજ એક માસ સુધી રક્ત ચંદન વડે 100 કે 1000 બીલીપત્ર પર ચાંદલો કરી અને છેલ્લા દિવસે તે બધા વહેતા પાણીમાં પધરવામાં આવે તો ગરીબી દૂર થાય છે તેવું પણ કેટલાક ભક્તોનું માનવું છે.

આ સિવાય પણ બીલીપત્રના વિવિધ ઉપયોગ વિવિધ કાર્ય હેતુ શિવ ઉપરાંત સૂર્ય, લક્ષ્મીજી ને અર્પણ કરી મનોરથ પૂર્ણ કરાય છે અને ગ્રહ, નક્ષત્રની શાંતિ માટે પણ કેટલાક સૂચનો માં ઉપયોગી બની રાહત મેળવી શકાય છે. 

બીલીવૃક્ષ પાસે બેસી શિવ મંત્ર જાપ કરવાથી ત્વરિત મંત્ર સિદ્ધિ થાય છે અને શિવકૃપા મળે છેબીલીવૃક્ષ પર થતા ફળ બિલાનો ઉપયોગ આયુર્વેદમાં પણ થાય છે તે ઉપરાંત કેટલાક ઘરેલુ ઉપચારમાં પણ ઉપયોગી છે.