Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : Keep this in mind to make your married life happy.

Chanakya Niti: લગ્ન જીવનને આનંદમય બનાવવા માટે આ વાતનું રાખો ધ્યાન, સંબંધ થશે વધુ મજબૂત 

Timeછેલ્લું અપડેટ : 06 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Chanakya Niti: લગ્ન જીવનને આનંદમય બનાવવા માટે આ વાતનું રાખો ધ્યાન, સંબંધ થશે વધુ મજબૂત 
સોર્સ : gstv

દરેક વ્યક્તિ માટે લગ્ન જીવન એ તેના જીવનની એક સુંદર સફર હોય છો. જો કે ઘણી વખત આ સફરમાં લાંબા સમય સુધી પ્રેમ જાળવી રાખવો સરળ નથી હોતું. હંમેશા નાની-નાની વાતોમાં ગેરસમજ સબંધોમાં તિરાડ પાડવાનું કામ કરે છે. જે લાંબાગાળે છૂટાછેડાનું કારણ પણ બની જતી હોય છે. એવામાં આચાર્ય ચાણક્યના કેટલાક ઉપદેશો ખૂબ જ કામમાં આવી શકે છે.

App Store

હકીકતમાં ચાણક્ય નીતિમાં લગ્ન જીવનને મધુર અને મજબૂત બનાવવા માટે કેટલીક એવી વાતો કહેવામાં આવી છે, જેને અપનાવીને દરેક યુગલ પોતાના જીવનને ઉમદા બનાવી શકે છે. જો તમે પણ ઈચ્છો છો કે તમારો સબંધ પ્રેમ, વિશ્વાસ અને એકબીજા પ્રત્યે સમ્માનપૂર્વક રહે, તો ચાણક્ય દ્વારા જણાવવામાં આવેલા કેટલાક ઉપાયો તમને ખૂબ જ મદદરૂપ થઈ શકે છે.

એકબીજાનો આદર કરો

ચાણક્ય કહે છે કે, જો પતિ-પત્ની એકબીજાનો આદર કરે, તો સબંધોમાં ક્યારેય તિરાડ નથી પડતી. જો બન્ને એકબીજા સાથે પેટછૂટી વાતો કરે, તો ખૂબ જ સારું. આમ કરવાથી વાતનું વતેસર ક્યારેય નહીં થાય.

ક્રોધ પર કંટ્રોલ રાખવો

ગુસ્સો ગમે તેવા સબંધોને તોડી નાંખે છે. દામ્પત્ય જીવનમાં જો ક્રોધ પર કાબુ રાખીને શાંતિથી વાતચીત કરવામાં આવે, તો ગમે તેવી સમસ્યાનો એકદમ સરળતાથી ઉકેલ મળી જાય છે.

વિશ્વાસ અને પ્રામાણિક્તા

દરેક સંબંધનું મૂળ વિશ્વાસ જ છે. જો પતિ-પત્ની એકબીજા પ્રત્યે અતૂટ વિશ્વાસ ધરાવતા હોય અને એકબીજા પ્રત્યે પ્રામાણિક રહેતા હોય, તો સંબંધ કાયમ મજબૂત જ રહે છે.

એકબીજાને સમય આપો

દામ્પત્ય જીવનમાં સાથે વીતાવેલો સમય સંબંધને વધારે મજબૂત બનાવે છે. આથી જ આચાર્ય ચાણક્ય કહે છે કે, તમે જેટલો એકબીજા સાથે વધારે સમય વીતાવશો, તેટલો જ તમારો પરસ્પર પ્રેમ વધશે અને સંબંધ પણ મધુર બનશે.

જતું કરો અને સહકાર આપો

જે પતિ-પત્ની ઈગોને સાઈડમાં રાખીને જતું કરે છે અને દરેક સ્થિતિમાં એકબીજાને સહકાર આપે છે, તો તેમનું દામ્પત્ય જીવન હંમેશા ખુશહાલ જ રહે છે. આજ લગ્ન જીવનનો ગુપ્ત મંત્ર છે.