Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : https://www.gstv.in/why-is-holika-worshiped-before-burning-on-holi-festival-gujarati-news/

Holika Puja 2024/ દહન પહેલા કેમ કરવામાં આવે છે હોલિકાની પૂજા, જાણો પૌરાણિક કથા

Timeછેલ્લું અપડેટ : 24 Mar 2024
લાઇવ ટીવીGoogle News
Holika Puja 2024/ દહન પહેલા કેમ કરવામાં આવે છે હોલિકાની પૂજા, જાણો પૌરાણિક કથા

હોળીનો તહેવાર દેશભરમાં ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. હોળીનું નામ સાંભળતા જ લોકોના મન રંગોથી ભરાઈ જાય છે. રંગોના આ તહેવારની ઉજવણીના એક દિવસ પહેલા 
હોલિકા દહન કરવામાં આવે છે. વાત જાણે એમ છે કે, હોલિકા દહન સાથે જોડાયેલી એક વાર્તા ખૂબ જ લોકપ્રિય છે, જે મુજબ હિરણ્યકશ્યપની બહેન હોલિકાએ તેના ભાઈ સાથે મળીને 
પ્રહલાદને મારવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પ્રહલાદની જગ્યાએ હોલિકાનું આગમાં મૃત્યુ થઈ ગયું હતું. આ પૌરાણિક કથાના આધારે હોળીનો તહેવાર મનાવવામાં આવે છે, પરંતુ સવાલ 
એ છે કે હોલિકાને આખી દુનિયામાં રાક્ષસ માનવામાં આવે છે, તો પછી દહન કરતા પહેલા તેની પૂજા શા માટે કરવામાં આવે છે.તેથી જ હોલિકાની પૂજા કરવામાં આવે છે
હોલિકાએ પોતાની સત્તાનો દુરુપયોગ કરીને પોતાના ભત્રીજાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. આ કથા ખરાબ પર સારાની જીતનો સંદેશ આપે છે. પરંતુ આ સિવાય એક અન્ય પ્રચલિત કથા છે જે મુજબ હોલિકાને બાળતા પહેલા તેની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે હોલિકા વાસ્તવમાં એક દેવી હતી જે એક ઋષિ દ્વારા આપવામાં આવેલા 
શ્રાપને કારણે રાક્ષસ બની હતી. ભત્રીજા પ્રહલાદ સાથે અગ્નિમાં બેસીને તે મૃત્યુ પામી અને અગ્નિમાં બળીને તે પણ પવિત્ર થઈ ગઈ.

App Store

આ જ કારણ છે કે હોલિકા રાક્ષસી બની ગયા પછી હોલિકા દહનના દિવસે તેની દેવી તરીકે પૂજા કરવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે હોલિકા દહનના દિવસે અગ્નિમાં 
મુઠ્ઠીભર ચોખા નાખવાથી દેવી હોલિકાની કૃપા જળવાઈ રહે છે અને કોઈ તમને નુકસાન પહોંચાડી શકતું નથી. અગ્નિની આસપાસ પ્રદક્ષિણા કરવાથી મુશ્કેલીઓ દૂર થાય છે.

અન્ય માન્યતા
માન્યતાઓ અનુસાર હોળીના તહેવારની ઉજવણીના એક દિવસ પહેલા અગ્નિની પૂજા કરવાનું વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે અગ્નિદેવની પૂજા કરવાથી 
મળેલા આશીર્વાદ સારા સ્વાસ્થ્ય અને લાંબુ આયુષ્ય પ્રદાન કરે છે. પુરાણો અનુસાર, ભગવાન વિષ્ણુના અન્ય સ્વરૂપોમાંનું એક અગ્નિદેવનું છે. હોલિકા દહનમાં જે પણ સામગ્રી મૂકવામાં 
આવે છે, તે અગ્નિદેવ જ દેવતાઓને પહોંચાડે છે. પ્રાચીન વેદ અને પુરાણોમાં તેનો ઉલ્લેખ છે. અગ્નિની પ્રાર્થના અને પૂજા કરવાથી સાધક ધન, ધાન્ય અને સમૃદ્ધિની પ્રાપ્તિ કરે છે.