Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : How did the tradition of Raksha Bandhan start?

Religion : રક્ષાબંધનની પરંપરા કેવી રીતે શરૂ થઈ? જાણો પાવન પર્વ પાછળની પૌરાણિક કથાઓ

Timeછેલ્લું અપડેટ : 03 Aug 2025
લાઇવ ટીવીGoogle News
Religion : રક્ષાબંધનની પરંપરા કેવી રીતે શરૂ થઈ? જાણો પાવન પર્વ પાછળની પૌરાણિક કથાઓ
સોર્સ : Gstv news

રક્ષાબંધનને સનાતન ધર્મમાં એક મહત્વપૂર્ણ તહેવાર માનવામાં આવે છે. હિન્દુ પંચાંગ મુજબ, આ તહેવાર દર વર્ષે શ્રાવણ મહિનાની પૂનમના દિવસે ઉજવવામાં આવે છે અને આ વર્ષે તે 9 ઓગસ્ટ 2025ના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે બહેનો ભાઈઓના કાંડા પર રાખડી બાંધે છે અને તેને લાંબા આયુષ્ય, સુખ, સમૃદ્ધિ અને સફળતાની કામના કરે છે, જ્યારે ભાઈઓ જીવનભર તેમનું રક્ષણ કરવાનું વચન આપે છે. રાખડી માત્ર એક દોરો નથી, પરંતુ શ્રદ્ધા અને પરંપરાનું પ્રતીક છે. જોકે રક્ષાબંધનના તહેવાર સાથે જોડાયેલી ઘણી કથાઓ છે, પરંતુ તમને સૌથી રસપ્રદ 5 ઐતિહાસિક અને પૌરાણિક કથાઓ વિશે જણાવશું જેના થકી આ તહેવારની શરૂઆત પણ માનવામાં આવે છે.

App Store

ભગવાન કૃષ્ણ અને દ્રૌપદીની રક્ષાબંધન

રક્ષાબંધનની પહેલી કથા સૌથી વધુ લોકપ્રિય છે. મહાભારત દરમિયાન એકવાર ભગવાન કૃષ્ણની આંગળીમાં ઈજા થઈ હતી અને તેમાંથી લોહી નીકળવા લાગ્યું હતું. આ જોઈને દ્રૌપદી જે કૃષ્ણની મિત્ર પણ હતા, તેમણે પોતાનો પલ્લુ ફાડીને ભગવાન કૃષ્ણની ઈજાગ્રસ્ત આંગળી પર બાંધી દીધો. ધાર્મિક માન્યતાઓ અનુસાર, રાખડી બાંધવાની પરંપરા આ દિવસથી શરૂ થઈ હતી. જેમ તમે બધા જાણો છો કે જ્યારે દ્રૌપદીનું ચીરહરણ કરવામાં આવ્યું હતું, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ જ તેમની લાજ રાખી અને તેમની રક્ષા કરી હતી.

યુધિષ્ઠિર સૈનિકોને રાખડી બાંધી

રાખડીની બીજી કથા એ છે કે મહાભારતના યુદ્ધમાં યુધિષ્ઠિરે ભગવાન કૃષ્ણને પૂછ્યું કે હું બધાં દુ:ખોને કેવી રીતે દૂર કરી શકું છું. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે તમારે તમારા બધા સૈનિકોને રક્ષાસૂત્ર બાંધવું જોઈએ. આનાથી તમારો વિજય થશે. યુધિષ્ઠિર પણ એવું જ કરે છે અને તેમને વિજય મળે છે. આ ઘટના શ્રાવણ મહિનાની પૂનમના દિવસે બની હતી, તેથી તેમને રક્ષાબંધન તરીકે ઉજવવામાં આવવાનું શરૂ થયું અને આ દિવસે સૈનિકોને રાખડી બાંધવામાં આવે છે.

રાજા બાલી અને મા લક્ષ્મીનું રક્ષાબંધન

રાજા બલિ ખૂબ જ ઉદાર રાજા અને ભગવાન વિષ્ણુના ભક્ત હતા. એક વાર તેઓ ભગવાનને પ્રસન્ન કરવા માટે યજ્ઞ કરી રહ્યા હતા. પોતાના ભક્તની પરીક્ષા કરવા માટે ભગવાન વિષ્ણુ બ્રાહ્મણનો વેશ ધારણ કરીને યજ્ઞમાં પહોંચ્યા અને રાજા બાલી પાસે ત્રણ પગલાં જમીન માંગી. રાજાએ બ્રાહ્મણની માંગણી સ્વીકારી. બ્રાહ્મણે પહેલા પગલામાં આખી ભૂમિ અને બીજા પગલામાં આખું આકાશ માપી લીધું. રાજા બલિ સમજી ગયા કે ભગવાન તેમની કસોટી કરી રહ્યા છે, તેથી તેમણે તરત જ બ્રાહ્મણનું ત્રીજું પગલું તેના માથા પર મૂક્યું.

તેમણે કહ્યું કે હવે મેં બધું ગુમાવી દીધું છે. હવે કૃપા કરીને મારી વિનંતી સ્વીકારો અને મારી સાથે પાતાળમાં આવો અને ત્યાં રહો. ભગવાનને રાજાની વિનંતી સ્વીકારવી પડી. બીજી બાજુ ભગવાન વિષ્ણુ પાછા ન આવવાથી મા લક્ષ્મી ચિંતિત થઈ ગયાં. તેમણે ગરીબ સ્ત્રીનો વેશ ધારણ કરીને રાજા બલિ પાસે જઈને તેમને રાખડી બાંધી. રાજાએ તેમને રાખડીના બદલામાં કંઈપણ માંગવા કહ્યું. મા લક્ષ્મી તરત જ પોતાના અસલી સ્વરૂપમાં આવ્યા અને રાજાને તેમના પતિ ભગવાન વિષ્ણુને પરત કરવા કહ્યું. રાખડીનો આદર રાખીને રાજાએ ભગવાન વિષ્ણુને માતા લક્ષ્મી સાથે પાછા મોકલ્યા હતાં.

દેવરાજ ઇન્દ્ર અને ઇન્દ્રાણીની રાખડી

એવું માનવામાં આવે છે કે એક વખત રાક્ષસ વૃત્રાસુરે ઇન્દ્રનું સિંહાસન કબજે કરવા માટે સ્વર્ગ પર હુમલો કર્યો હતો. વૃત્રાસુર ખૂબ જ શક્તિશાળી હતો અને તેને હરાવવાનું સરળ નહોતું. યુદ્ધમાં દેવરાજ ઇન્દ્રનું રક્ષણ કરવા માટે તેમના બહેન ઇન્દ્રાણીએ પોતાની આધ્યાત્મિક શક્તિથી એક રક્ષાસૂત્ર તૈયાર કર્યું અને તેમને ઇન્દ્રના કાંડા પર બાંધ્યું. આ રક્ષાસૂત્રે ઇન્દ્રનું રક્ષણ કર્યું અને તે યુદ્ધમાં વિજય પામ્યા હતાં. ત્યારથી બહેનોએ તેમના ભાઈઓના રક્ષણ માટે તેમના કાંડા પર રાખડી બાંધવાનું શરૂ કર્યું.

નોંધ:-  આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.