Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : Goddess Lakshmi arrives only in a clean and bright house.

આ વાસ્તુ ટિપ્સ બદલી નાખશે તમારું નસીબ! ઘરમાં ક્યારેય નહીં રહે પૈસાની તંગી

Timeછેલ્લું અપડેટ : 16 May 2026
લાઇવ ટીવીGoogle News
આ વાસ્તુ ટિપ્સ બદલી નાખશે તમારું નસીબ! ઘરમાં ક્યારેય નહીં રહે પૈસાની તંગી
સોર્સ : gstv

આપણે હંમેશા સાંભળતા આવ્યા છીએ કે, સ્વચ્છ અને ઉજાસવાળા ઘરમાં જ લક્ષ્મીજીનું આગમન થતું હોય છે. જો આપણને સુખ-સમૃદ્ધિ અને શાંતિ જોઈતી હોય તો વાસ્તુ શાસ્ત્ર મુજબ, ઘરને હંમેશા સ્વચ્છ રાખવું જરૂરી છે. એટલું જ નહીં, અંધારું એ નકારાત્મક ઊર્જાનું પ્રતીક ગણાય છે, તેથી ઘરના એક નાનકડા ખૂણામાં પણ અંધારું હોય તો તેની અસર આપણી આર્થિક અને શારીરિક સ્થિતિ પર પડી શકે છે. જે ઘરમાં સાંજ પડતાં જ અંધારું છવાઈ જાય ત્યાં તણાવ, બીમારી અને નાણાંની તંગી શરૂ થઈ જાય છે. જો તમે તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિનો વાસ ઈચ્છતા હોવ તો આ 6 જગ્યાએ પ્રકાશ રાખવાનું ક્યારેય ન ભૂલવું જોઈએ.

App Store

1. ઘરનો મુખ્ય દરવાજો : ઘરનો ઉંબરો એવી જગ્યા છે જ્યાંથી ઘરમાં ખુશીઓ આવે છે, તેથી સાંજ પડતાં જ ત્યાં રોશની કરવી જરૂરી છે. મુખ્ય દરવાજા પાસે અંધારું હોવાના કારણે લક્ષ્મીજીના આગમનમાં અવરોધો ઊભા થાય છે.

2. મંદિર અથવા પૂજા સ્થળ : તમારા ઘરમાં જ્યાં મંદિર છે અથવા ભગવાનનું સ્થાન છે, તેને ઊર્જાથી ભરપૂર રાખવું જરૂરી છે. આવી જગ્યાએ એક નાનકડો દીવો અથવા બલ્બ હંમેશા ચાલુ રાખવો જોઈએ. જો પૂજા ઘરમાં અંધારું હોય તો તે મનમાં નિરાશા અને ઘરમાં અશાંતિ વધારે છે.

3. રસોડું (રસોઈ ઘર) : ઘરનું સૌથી મહત્ત્વનું સ્થાન રસોડું હોય છે, કારણ કે ત્યાં બનેલી રસોઈ જ આપણને તંદુરસ્ત રાખે છે. તેથી સકારાત્મક ઊર્જાના પ્રવાહ માટે રાત્રે પણ રસોડામાં સામાન્ય અજવાળું રાખવું જોઈએ.

4. ઘરની સીડી : વાસ્તુ શાસ્ત્ર મુજબ, સીડી પાસે અંધારું હોવું એ વાસ્તુ દોષનું સૌથી મોટું કારણ છે. જો આવા સ્થાન પર અંધારું હોય તો તેનાથી જીવનમાં સંઘર્ષ અને કરિયરમાં અડચણો ઊભી થાય છે, તેથી જ્યાં સીડી હોય ત્યાં હંમેશા લાઈટ ચાલુ રાખવી જોઈએ.

5. બાથરૂમ અને ટોયલેટ : સામાન્ય રીતે બાથરૂમ અને ટોયલેટની લાઈટો બંધ રાખવામાં આવે છે, પરંતુ ત્યાંનું અંધારું અને ભેજ રાહુ-કેતુનો પ્રભાવ વધારી શકે છે. તેથી આવા સ્થાને થોડું અજવાળું રાખવાથી ઘરના સભ્યોનું આરોગ્ય સારું રહે છે.

6. તિજોરી અથવા ધન રાખવાનું સ્થાન : તમારા ઘરમાં જ્યાં તિજોરી હોય, તે સ્થાન પર ક્યારેય અંધારું ન હોવું જોઈએ. ધનના સ્થાન પર હંમેશા અજવાળું રહે તો બરકત જળવાઈ રહે છે અને નકામા ખર્ચા ઘટે છે.

ખાસ ટિપ્સ : સાંજે સૂર્યાસ્ત પછી હંમેશા પૂજા-આરતી કરો અને આખા ઘરમાં લાઈટો ચાલુ કરો. જો ઘરમાં કોઈ લાઈટ ખરાબ હોય તો તેને તુરંત બદલીને નવી લગાવો.