રક્ષાબંધન પર બહેનને આવી ગિફ્ટ આપવાથી પડે છે ખરાબ પ્રભાવ!
ભાઈ બહેનના પ્રેમનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન. આ પવિત્ર તહેવાર શ્રાવણ મહિનાની પૂર્

ભાઈ બહેનના પ્રેમનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન. આ પવિત્ર તહેવાર શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે બહેનો ભાઈઓના કાંડા પર રાખડી બાંધીને ઉજવવામાં આવે છે અને આ સાથે બહેન ભાઈના સારા સ્વાસ્થ્ય, લાંબા આયુષ્ય અને સુખી જીવનની શુભેચ્છા પાઠવે છે. તેના બદલામાં ભાઈઓ બહેનને કોઈ ભેટ આપીને તેના રક્ષણ કરવાનો સંકલ્પ કરે છે. જો કે, રક્ષાબંધન જેવા શુભ પ્રસંગે કેટલીક ભેટ આપવાનું ટાળવું જોઈએ. પૌરાણિક માન્યતા પ્રમાણે આ વસ્તુઓને અશુભતા અથવા નકારાત્મક ઉર્જાનો સંકેત માનવામાં આવે છે તેથી ચાલો જાણીએ કે રક્ષાબંધન પર કઈ વસ્તુઓ ભેટ તરીકે ન આપવી જોઈએ.
કઈ કઈ વસ્તુઓ ન આપવી જોઈએ ભેટ?
હિન્દુ પરંપરાઓ મુજબ કાળા રંગને નકારાત્મકતા અને અશુભતાનું પ્રતીક માનવામાં આવે છે. તેમાં પણ ખાસ કરીને તહેવારો અને શુભ પ્રસંગો પર વડીલો દ્વારા આ રંગનો ઉપયોગ ટાળવાની સલાહ આપવામાં આવે છે. ભાઈ બહેનના પવિત્ર તહેવાર એવા રક્ષાબંધનના શુભ પ્રસંગે, બહેનને કાળા કપડાં કે અન્ય વસ્તુઓ આપવાને બદલે સફેદ કે ચમકદાર રંગોવાળી ભેટ આપવી વધુ શુભ માનવામાં આવે છે.
ગિફ્ટમાં પરફ્યુમ ન આપવો
પરફ્યુમ સુગંધનું પ્રતીક માનવામાં આવે છે, તેમ છતાં કેટલીક માન્યતાઓ પ્રમાણે તેને ભેટમાં આપવું યોગ્ય માનવામાં આવતું નથી. એવું કેહવામાં આવે છે કે, કેટલીક સુગંધ નકારાત્મક ઉર્જા સાથે સંકળાયેલી હોઈ શકે છે, જે સ્વાસ્થ્ય અથવા સંબંધો પર ખરાબ અસર ઉભી કરી શકે છે. જેથી કરીને રક્ષાબંધન પર પરફ્યુમ ભેટ આપવાનું ટાળવું વધુ યોગ્ય છે.
કાચની વસ્તુઓ ન આપવી
કાચને એ એક નાજુક અને જલ્દીથી તૂટી જતી વસ્તુ છે. જે અસ્થિરતા અને નબળાઈ દર્શાવે છે. ભાઈ-બહેનના પવિત્ર સંબંધને મજબૂત અને ટકાઉ રાખવા માટે રક્ષાબંધન પર કાચની વસ્તુઓ ભેટ આપવાનું ટાળવું જોઈએ.
ઘડિયાળ ન કરવી ભેટ
વૈદિક જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે ઘડિયાળ શનિ ગ્રહ સાથે જોડાયેલી છે. માન્યતા પ્રમાણે ઘડિયાળ ભેટ આપવી એ સંબંધોમાં સમય અથવા અંતરની ગણતરીનો સંકેત હોઈ શકે છે. આ ઉપરાંત, એવું પણ કહેવામાં આવે છે કે, અટકેલી ઘડિયાળ સંબંધોમાં અવરોધો ઊભા કરી શકે છે. તેથી આ સારા પ્રસંગે ઘડિયાળને બદલે અન્ય પ્રકારની ભેટ આપવી શુભ છે.
નોંધ:- આ લેખમા આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.Raksh








