Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : Follow these 5 remedies to remove Mangal Dosha

Mangal Dosh: લગ્નમાં આવી રહ્યો છે અવરોધ? મંગળ દોષને દૂર કરવા માટે કરો આ ૫ અચૂક અને સરળ ઉપાય

Timeછેલ્લું અપડેટ : 20 Jun 2026
લાઇવ ટીવીGoogle News
Mangal Dosh: લગ્નમાં આવી રહ્યો છે અવરોધ? મંગળ દોષને દૂર કરવા માટે કરો આ ૫ અચૂક અને સરળ ઉપાય
સોર્સ : GSTV

Mangal Dosh Remedies: મંગળ દોષ જેની પણ કુંડળીમાં હોય છે તે વ્યક્તિને અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આમાં સૌથી મુખ્ય છે લગ્નમાં વિલંબ થવો અને વૈવાહિક જીવનમાં તણાવ રહેવો. આ સિવાય મંગળ દોષને લઈને એવી પણ માન્યતા છે કે જો યુવક અને યુવતી બંનેની કુંડળીમાં મંગળ દોષ હોય તો જ બંનેએ એકબીજા સાથે લગ્ન કરવા જોઈએ. અન્યથા આ દોષના કારણે પતિ-પત્નીમાંથી કોઈ એકનું મૃત્યુ પણ થઈ શકે છે. મંગળ દોષ ધરાવતા યુવક અને યુવતીએ માંગલિક જીવનસાથીની જ શોધ કરવી જોઈએ.

App Store

લગ્ન માટે કુંડળી મિલાન કરતી વખતે મંગળને ૧, ૪, ૭મા, ૮મા અને ૧૨મા ભાવમાં જોવામાં આવે છે. હિન્દુ જ્યોતિષ પરંપરાઓ અનુસાર જો કુંડળીમાં મંગળ પ્રથમ, ચતુર્થ, સપ્તમ, અષ્ટમ કે દ્વાદશ ભાવમાં હોય તો જાતકને મંગળ દોષ લાગે છે. જ્યારે સામાન્ય રીતે આ બધામાંથી માત્ર ૮મો અને ૧૨મો ભાવ જ ખરાબ માનવામાં આવે છે. ૮મા અને ૧૨મા સ્થાન પર જો મંગળ હોય તો તે શારીરિક ક્ષમતાઓ અને આયુષ્ય પર અસર કરે છે. જો આ સ્થાનો પર બેઠેલો મંગળ સારા પ્રભાવમાં હોય તો જાતકના વ્યવહારમાં મંગળ ગ્રહના સારા ગુણો આવશે અને જો તે ખરાબ પ્રભાવમાં હોય તો જાતક પર ખરાબ ગુણો આવશે.

મંગળ દોષને દૂર કરવાના ૫ અચૂક અને સરળ ઉપાય

૧. હનુમાનજીની પૂજા

મંગળવારના દિવસે હનુમાનજીની પૂજા કરો. સાચા મન અને પૂરી ભક્તિ સાથે બજરંગબલીને સિંદૂર અર્પણ કરો અને સાથે જ હનુમાન ચાલીસાના પાઠ કરો. આ સાથે મંગળવારનું વ્રત પણ રાખો. આ ઉપાય કરવાથી માંગલિક દોષ દૂર થાય છે.

૨. લાલ વસ્તુઓનું દાન કરો

મંગળનો રંગ લાલ છે, તેથી તેની સાથે જોડાયેલી વસ્તુઓનું દાન કરો. આવું કરવાથી મંગળ દેવ પ્રસન્ન થાય છે. મંગળવારના દિવસે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને અથવા મંદિરમાં લાલ મસૂરની દાળ, લાલ કપડું, તાંબુ, ગોળ કે લાલ ફૂલનું દાન કરો. આ ઉપાય કરવાથી પણ મંગળ દોષ શાંત થાય છે.

૩. મહામૃત્યુંજય મંત્રનો જાપ

વૈવાહિક જીવનમાં મંગળ દોષનો પ્રભાવ ઓછો કરવા માટે મહામૃત્યુંજય મંત્રનો જાપ જરૂર કરો. દર મંગળવારે શિવલિંગ પર લાલ ચંદનનું તિલક લગાવો અને 'ૐ નમઃ શિવાય' તથા મહામૃત્યુંજય મંત્રનો ઓછામાં ઓછો ૧૦૮ વાર જાપ કરો.

૪. મૂંગા (પરવાળું) રત્ન ધારણ કરો

મૂંગા રત્ન ધારણ કરવાથી પણ મંગળ દોષ દૂર થાય છે. કુંડળીમાં મંગળના પ્રભાવ અને સ્થિતિ અનુસાર મૂંગા રત્ન પહેરવામાં આવે છે.

૫. મંગળ દેવની પૂજા

મંગળ દોષને શાંત કરવા માટે વિધિપૂર્વક મંગળ દેવતાની પૂજા કરો. પૂજા પછી મંગળ દેવના મંત્ર 'ૐ ક્રાં ક્રીં ક્રૌં સઃ ભૌમાય નમઃ' અથવા 'ૐ અં અંગારકાય નમઃ' મંત્રનો ૧૦૮ વાર જાપ કરો.

અંગારેશ્વર મહાદેવ મંદિર (ઉજ્જૈન)

ઉજ્જૈનના અંગારેશ્વર મહાદેવ મંદિરમાં મંગળ દોષની પૂજાનું વિશેષ મહત્ત્વ છે. આ શિવલિંગ પર ભાત પૂજા (ચોખાની પૂજા) કરવાથી મંગળ દોષનું નિવારણ થાય છે. જો તમે મંગળ દોષથી ઝડપથી છુટકારો મેળવવા માંગતા હોવ તો આ મંદિરમાં પૂજા જરૂર કરાવો.

નોંધ:-   આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.