Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : Do this simple remedy on Monday for blessings of lord shiva

સોમવારે કરો આ સરળ ઉપાય, ભગવાન શિવના આશીર્વાદથી દૂર થશે જીવનમાં આવતી અડચણો

Timeછેલ્લું અપડેટ : 08 Dec 2024
લાઇવ ટીવીGoogle News
સોમવારે કરો આ સરળ ઉપાય, ભગવાન શિવના આશીર્વાદથી દૂર થશે જીવનમાં આવતી અડચણો

હિન્દુ ધર્મમાં અઠવાડિયાનો દરેક દિવસ કોઈને કોઈ ભગવાન અથવા દેવીને સમર્પિત હોય છે. એ મુજબ સોમવાર ભગવાન શિવને સમર્પિત હોય છે. સોમવારે ભગવાન શિવની પૂજા કરવાથી વ્યક્તિ તેમના વિશેષ આશીર્વાદ મેળવે છે. આ દિવસે લોકો ઉપવાસ રાખે છે. સોમવારના દિવસે લોકો જીવનમાં સુખ અને સમૃદ્ધિ માટે ભોલેનાથની પ્રાર્થના કરે છે. તેમજ કુંવારી કન્યાઓ પણ ઇચ્છિત વર મેળવવા માટે આ વ્રત રાખે છે. 

App Store

સોમવારે કેટલાક સરળ ઉપાય કરવાથી જીવનમાંથી પરેશાનીઓ દૂર થાય છે અને ધનની સમસ્યા રહેતી નથી. તો ચાલો જાણીએ સોમવારે કયા ઉપાય કરવા જોઈએ જેથી ભગવાન ભોલેનાથની કૃપા હંમેશા તમારા પર બની રહે.

શાસ્ત્ર અનુસાર જો તમે લોટના નાના-નાના ગોળા બનાવી માછલીઓને ખવડાવો તો તમારા જીવનમાંથી આર્થિક સંકટની સમસ્યા દૂર થઈ શકે છે. તમને પૈસાની તંગી નહીં લાગે. તમારી ઈચ્છાઓ પૂરી કરવા માટે સોમવારે એકવીસ બિલિપત્ર ઉપર ચંદનથી ઓમ નમઃ શિવાય લખીને મંદિર અથવા ઘરનાં શિવલિંગ ઉપર ચડાવો. તમારી બધી ઈચ્છાઓ ધીરે ધીરે પૂરી થશે.

જો કોઈ વિવાહિત યુગલને સંતાન પ્રાપ્તિ ન થઈ શકે તો આ દિવસે તેમણે લોટમાંથી શિવલિંગ બનાવીને તે બધા પર ઓછામાં ઓછા અગિયાર વખત જળ અભિષેક કરવો જોઈએ, આ ઉપાયથી તેમનો ખોળો ચોક્કસ ભરાઈ જશે.

જો તમે ઈચ્છો છો કે તમારી પાસે ક્યારેય ધનની કમી ન રહે, તો આ મનોકામના પૂર્ણ કરવા માટે શિવજીને પીળા અથવા લાલ ચંદનથી તિલક કરો. આનાથી તમને આર્થિક રીતે મદદ મળશે. તમારી નોકરી અને ધંધામાં પ્રગતિ થવા લાગશે. જેના કારણે તમારું ઘર સંપત્તિથી ભરાવા લાગશે.

ડિસક્લેમર:-  આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ જ્યોતિષીઓ/ પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/ શાસ્ત્રોના વિવિધ સ્ત્રોતોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.