Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ / દિવાળી ૨૦૨૪ : A rare Raja Yoga is happening on Dev Diwali, know which zodiac signs will benefit

Diwali 2024: દેવ દિવાળીએ બની રહ્યો છે દુર્લભ રાજયોગ, જાણો કઈ રાશિના જાતકો પર રહેશે દેવી લક્ષ્મીની વિશેષ કૃપા

Timeછેલ્લું અપડેટ : 08 Nov 2024
લાઇવ ટીવીGoogle News
Diwali 2024: દેવ દિવાળીએ બની રહ્યો છે દુર્લભ રાજયોગ, જાણો કઈ રાશિના જાતકો પર રહેશે દેવી લક્ષ્મીની વિશેષ કૃપા

હિન્દુ ધર્મમાં દેવદિવાળીનું વિશેષ મહત્વ છે. ખાસ કરીને આ પર્વ પ્રયાગરાજમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. કારતક માસની પૂર્ણિમા તિથિએ દેવદિવાળીનો આ પર્વ ઉજવવામાં આવે છે. આ વર્ષે દેવદિવાળી 15 નવેમ્બર 2024ના રોજ ઉજવામાં આવશે. આ દિવસે દીપદાનનું વિશેષ મહત્વ છે. તેને ત્રિપુરારી પૂર્ણિમા, કાર્તિક પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. ગ્રહોની સ્થિતિ પ્રમાણે આ વર્ષે દેવદિવાળી પર અત્યંત દુર્લભ રાજયોગ બની રહ્યો છે. આવી સ્થિતિમાં કેટલીક રાશિના જાતકો પર દેવી લક્ષ્મીની વિશેષ કૃપા થઈ શકે છે. ચાલો જાણીએ દેવ દિવાળી પર કઈ રાશિના લોકોનું નસીબ ચમકશે..

App Store

જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે દેવદિવાળીના દિવસે ચંદ્ર વૃષભ રાશિમાં બિરાજશે, જેના કારણે ગુરુ સાથે યુતિ કરીને ગજકેસરી યોગ બની રહ્યો છે. આ સાથે જ શનિ પોતાની મૂળ ત્રિકોણ કુંભ રાશિમાં રહીને શશ રાજયોગ, શુક્ર અને ગુરુ એકબીજાની રાશિમાં થઈને પરિવર્તન રાજયોગ, મંગળ કર્ક રાશિમાં રહીને મીન રાશિમાં રહેલા રાહુ સાથે નવપંચમ રાજયોગનું નિર્માણ કરી રહ્યા છે. આ ઉપરાંત આ દિવસે વ્યાતિપાત, વરિયાણ યોગ જેવા રાજયોગો બની રહ્યા છે. આ સાથે જ દેવ દિવાળીના દિવસે શનિ કુંભ રાશિમાં માર્ગી થશે.

વૃષભ રાશિ

દેવદિવાળીના દિવસે વૃષભ રાશિના જાતકોને બમ્પર લાભ મળી શકે છે. આ રાશિમાં દશમા ભવમાં શશ રાજયોગ અને લગ્ન ભવમાં ગજકેસરી રાજયોગ બની રહ્યો છે. તેનાથી આ રાશિના જાતકોને દરેક ક્ષેત્રમાં સફળતાની સાથે ઘણો ધનલાભ મળી શકે છે. વાહનો અને સંપત્તિ ખરીદવાનું સપનું પુરુ થઈ શકે છે. લાંબા સમયથી અટકેલા કામો ફરીથી શરૂ થઈ શકે છે. પરિવાર સાથે સારો સમય વિતશે. આ સાથે જ કારકીર્દી ક્ષેત્રે તમારા દ્વારા કરવામાં આવેલી મહેનત રંગ લાવી શકે છે. આ ઉપરાંત તમને કોઈ મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે. પ્રમોશન અને પગાર વધારાના પણ યોગ બની રહ્યા છે. પરિવાર સાથે સારો સમય પસાર કરશો. માતા લક્ષ્મીની વિશેષ કૃપા થઈ શકે છે. આ સાથે જ જીવનમાં શાંતિ બની રહેશે. 

મિથુન રાશિ

મિથુન રાશિના જાતકો માટે સારા દિવસો આવશે. લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થઈ શકે છે. તમે તમારા કરિયરને લઈને કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકો છો. તેનાથી આવનારા સમયમાં તમને ઘણો ફાયદો મળી શકે છે. હિંમત અને આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થઈ શકે છે. આ સાથે તમે તમારા પરિવાર સાથે જ પરિવાર સાથે ખુશીની પળો માણી શકો છો. સંતાનો દ્વારા જે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે તે હવે સમાપ્ત થઈ શકે છે. આ સાથે જ આવકના નવા સ્ત્રોત ખુલી શકે છે. કોર્ટના મામલે પણ સફળતા મળી શકે છે. જીવનમાં ખુશી આવશે.

કુંભ રાશિ

કુંભ રાશિના જાતકો માટે દેવદિવાળીનો દિવસ ખૂબ જ ખાસ હોઈ શકે છે. શનિદેવની સાથે-સાથે શુક્ર અને ગુરુની વિશેષ કૃપા બની રહેશે. કારકીર્દીના ક્ષેત્રમાં તમને ઘણો લાભ મળવાની સંભાવના નજર આવી રહી છે. નવી ઓનસાઈટ નોકરીની તકો પણ ઉપલબ્ધ થશે. વેપાર દ્વારા તમે મોટો નફો મેળવી શકો છો. લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાઓનો હવે અંત આવી શકે છે. જીવનમાં શાંતિ બની રહેશે અને બાળકો તરફથી પણ થોડું ટેન્શન ઓછું થશે.