બાળકોનું અભ્યાસમાં મન નથી લાગતું? તો સ્ટડી રુમમાં લગાવો ફક્ત આ 1 ચીજ, પછી જુઓ કમાલ

Feng Shui For Study Room: ફેંગશુઈ એક ચીની શાસ્ત્ર છે, જેમાં ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરવા અને ગુડ લકને આકર્ષવા માટે ઘણા ઉપાયો સૂચવવામાં આવ્યા છે. ઘણી વખત વાલીઓ તેમના બાળકોના શિક્ષણને લઈને ચિંતિત રહેતા હોય છે. અનેક પ્રયત્નો છતાં બાળકો અભ્યાસમાં ધ્યાન આપતા નથી. કદાચ તેની પાછળનું કારણ તમારા સ્ટડી રૂમમાં રહેલી નકારાત્મક ઉર્જા છે. તેથી, તમારા બાળકની એકાગ્રતા અને ધ્યાન કેન્દ્રિત કરવાની શક્તિ વધારવા માટે, ફેંગશુઈની લકી વસ્તુઓને સ્ટડી રૂમમાં રાખો-
એજ્યુકેશન ટાવર- જો તમે તમારા બાળકોનો અભ્યાસમાં રસ રખાવવા માંગતા હોવ તો સ્ટડી રૂમમાં એજ્યુકેશન ટાવર રાખો. ફેંગશુઈ વિદ્યામાં એજ્યુકેશન ટાવર ખૂબ જ લકી માનવામાં આવે છે, જેને ઉત્તર દિશામાં જ રાખવું જોઈએ.
ક્રિસ્ટલ બોલઃ- સ્ટડી રૂમમાં ક્રિસ્ટલ બોલ રાખવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. સ્ટડી રૂમમાં રહેલી નેગેટિવ એનર્જીને ક્રિસ્ટલ બોલ રાખવાથી દૂર કરી શકાય છે.
લાફિંગ બુદ્ધા- બાળકોની યાદશક્તિની ક્ષમતા વધારવા માટે તમારે લાફિંગ બુદ્ધાને સ્ટડી રૂમમાં રાખવો જોઈએ. બંને હાથ ઉંચા કરેલા લાફિંગ બુદ્ધાની પ્રતિમાને સૌભાગ્યનું પ્રતિક માનવામાં આવે છે.
વાંસનો છોડઃ- ઘર માટે વાંસનું ઝાડ ખૂબ જ શુભ માનવામાં આવે છે. પૂર્વ ખૂણામાં વાંસનું ઝાડ લગાવવાથી ઘરની સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.
વિન્ડ ચાઇમ- વિન્ડ ચાઇમ એ એક લકી ફેંગશુઇ વસ્તુ છે, જે ગુડ લકને આકર્ષે છે અને સકારાત્મકતા મેન્ટેઈન રાખે છે. તેથી, સ્ટડી રુમમાં નકારાત્મક ઉર્જાને દૂર કરવા માટે વિન્ડ ચાઇમ લગાવો.

