Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : Budhaditya Raja Yoga with Mercury and Sun conjunction: How will the next 30 days be for all zodiac signs?

બુધ અને સૂર્યની યુતિથી બુધાદિત્ય રાજયોગ:  તમામ રાશિના જાતકો માટે આગામી 30 દિવસ કેવા રહેશે?

Timeછેલ્લું અપડેટ : 21 Aug 2026
લાઇવ ટીવીGoogle News
બુધ અને સૂર્યની યુતિથી બુધાદિત્ય રાજયોગ:  તમામ રાશિના જાતકો માટે આગામી 30 દિવસ કેવા રહેશે?
સોર્સ : gstv

કેટલીક રાશિઓ માટે સકારાત્મક, તો કેટલીક માટે નકારાત્મક પરિણામ લાવી શકે છે. 22 ઓગસ્ટે બુધ સિંહ રાશિમાં ગોચર કરશે, જ્યાં સૂર્ય અને કેતુ અગાઉથી જ બિરાજમાન છે. સૂર્યની માલિકીની આ રાશિમાં સૂર્ય-બુધની યુતિથી બનતો આ યોગ કેટલાક લોકોને ધન-ધાન્ય અપાવશે, તો કેટલાકના ખર્ચમાં વધારો કરશે. તમામ 12 રાશિઓ પર તેની કેવી રહેશે અસર તે પણ જાણો...

App Store

મેષ: પાંચમા ભાવમાં બુધનું ગોચર શિક્ષણ અને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા અપાવશે. AI અને નવી ટેકનોલોજી સાથે જોડાયેલા લોકોને આર્થિક લાભ થશે.

વૃષભ: ચોથા ભાવમાં ગોચરથી પરિવારમાં સુખ-શાંતિ વધશે. પ્રોપર્ટીના નિર્ણયો પરિવારની સંમતિથી લેવા. વાણીમાં મધુરતા રાખવી.

મિથુન: ત્રીજા ભાવમાં બુધના પ્રભાવથી માર્કેટિંગ, ટીચિંગ, લો અને મીડિયા સાથે જોડાયેલા લોકોને સફળતા મળશે. લાંબી યાત્રા લાભદાયી રહેશે.

કર્ક: બીજા ભાવમાં ગોચરથી માન-સન્માન અને રોકાયેલું ધન પાછું મળશે. બેરોજગારોને નોકરીની નવી તકો મળશે. વાણી પર સંયમ રાખવો.

સિંહ: તમારી જ રાશિમાં બુધનું ગોચર થશે, જેનાથી વિશ્લેષણ ક્ષમતા અને કાર્યશૈલી સુધરશે. સામાજિક પ્રતિષ્ઠા વધશે અને ધન લાભ થશે.

કન્યા: બારમા ભાવમાં ગોચરથી વિદેશ સંબંધિત કાર્યો, વિઝા અને ઈમ્પોર્ટ-એક્સપોર્ટના ધંધામાં લાભ થશે. બજેટ સાચવીને ચાલવું.

તુલા: અગિયારમા ભાવમાં બુધનું સંક્રમણ આવકમાં મોટો વધારો કરશે. નવી નોકરી અને અચાનક ધન લાભના યોગ છે. ચેપી રોગોથી સાવધાન રહેવું.

વૃશ્ચિક: દસમા ભાવમાં ગોચરથી નોકરીમાં વરિષ્ઠ અધિકારીઓનો સહયોગ મળશે અને ધંધામાં રોકાયેલા નાણાં પરત મળશે.

ધન: નવમા ભાવમાં બુધ ભાગ્યનો સાથ અપાવશે. ધાર્મિક યાત્રા અને અભ્યાસમાં રુચિ વધશે. આળસ અને અહંકારથી દૂર રહેવું.

મકર: આઠમા ભાવમાં ગોચરથી રિસર્ચ અને ઉચ્ચ શિક્ષણ (PhD) સાથે જોડાયેલા લોકોને સફળતા મળશે. ઉતાવળમાં નાણાકીય નિર્ણયો ન લેવા.

કુંભ: સાતમા ભાવમાં બુધ બિઝનેસ અને નોકરીમાં સફળતા અપાવશે. જીવનસાથી અને સહકર્મીઓ સાથે વૈચારિક મતભેદ ટાળવા.

મીન: છઠ્ઠા ભાવમાં બુધ આવક વધારશે પરંતુ ખર્ચ પણ વધારી શકે છે. બિનજરૂરી લોન લેવાથી બચવું અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.

નોંધ:- આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.

ટોપિક્સ:GSTV NewsGujarati News