Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : Big crisis on 4 zodiac signs till October 31, due to Jupiter's transit, there will be loss of wealth and damage

VIDEO: 31 ઓક્ટોબર સુધી 4 રાશિઓ પર મોટું સંકટ, ગુરુના ગોચરથી થશે ધનહાનિ અને નુકસાન

Timeછેલ્લું અપડેટ : 20 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વૈદિક જ્યોતિષમાં ગુરુ ગ્રહ જ્ઞાન, શિક્ષણ, ભાગ્ય અને સમૃદ્ધિના કારક છે. આ વર્ષે બુધવાર, 19 ઓગસ્ટ, 2026ના રોજ ગુરુ ગ્રહ સવારે 3:37 વાગ્યે અશ્લેષા નક્ષત્રમાં પ્રવેશ કરશે અને 31 ઓક્ટોબર, 2026 સુધી આ જ નક્ષત્રમાં રહેશે. જેના પ્રભાવથી 4 રાશિના જાતકો માટે પડકારજનક સમય આવી શકે છે. ચાલો જાણીએ કે કઈ 4 રાશિના જાતકોને હાનિ થઈ શકે છે.

App Store

વૃષભ રાશિ

ગુરુ ગ્રહનું અશ્લેષા નક્ષત્રમાં ગોચર વૃષભ રાશિના જાતકો માટે સંઘર્ષભર્યા દિવસો લાવી શકે છે. ધનહાનિ થઈ શકે છે અને તમને તમારા સંતાનો તરફથી ખરાબ સમાચાર મળી શકે છે. કાનૂની મામલા વધી શકે છે. ગુપ્ત શત્રુઓ સક્રિય થઈ શકે છે. તમારી માતાના સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવ આવી શકે છે.

કર્ક રાશિ

અશ્લેષા નક્ષત્રમાં ગુરુ ગ્રહના ગોચરથી કર્ક રાશિના જાતકોના જીવનમાં પડકારો વધી શકે છે. મૂંઝવણ અને બેચેની વધી શકે છે. નિર્ણયો લેતી વખતે સાવધાની રાખો. આર્થિક નુકસાન થઈ શકે છે. સંબંધોમાં ગેરસમજ વધી શકે છે. કરિયરમાં અવરોધો આવી શકે છે.

સિંહ રાશિ

ગુરુ ગ્રહનું અશ્લેષા નક્ષત્રમાં ગોચર સિંહ રાશિના જાતકો માટે મુશ્કેલ સમય લાવી શકે છે. તમારા જીવનસાથી સાથે તાલમેલ બગડી શકે છે. બિઝનેસમાં છેતરપિંડી થઈ શકે છે અને કાનૂની મામલે ફસાઈ શકો છો. જાતકોએ સતર્ક રહેવું. આત્મવિશ્વાસમાં ઘટાડો થઈ શકે છે.

વૃશ્ચિક રાશિ

અશ્લેષા નક્ષત્રમાં ગુરુ ગ્રહનું ગોચર વૃશ્ચિક રાશિ માટે અશુભ સાબિત થઈ શકે છે. તમારી માતાના સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન આપવું જોઈએ. પ્રોપર્ટી સબંધિત મામલે વિવાદો વધી શકે છે. આ સમય દરમિયાન તમારી અંગત માહિતી કોઈની સાથે શેર કરવાનું ટાળો. મોટી ધનહાનિ થવાની સંભાવના છે.

નોંધ:-  આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.

ટોપિક્સ:GSTV NewsGujarati News