શિયાળામાં તુલસીનો છોડ સુકાઈ રહ્યો છે? લીલો રાખવા માટે કરો આ યુક્તિઓ

હિંદુ ધર્મમાં દરરોજ સવારે તુલસીનો છોડને જળ ચઢાવવાનો રિવાજ છે. આયુર્વેદમાં તુલસીના છોડનું મહત્વ વર્ણવવામાં આવ્યું છે. ઘરમાં તુલસીના છોડના પાનનો ઉપયોગ શરદી અને ઉધરસને દૂર રાખવા માટે કરવામાં આવે છે. તે ઘણા પ્રકારના ચેપને દૂર રાખવામાં પણ મદદ કરી શકે છે. પરંતુ શિયાળાની ઋતુમાં આ છોડને સાચવવો મુશ્કેલ કામ છે. ઠંડી વધવાની સાથે જ ઘર કે બાલ્કનીમાં રાખેલા તુલસીના છોડ સુકાઈ જવા લાગે છે. આવી સ્થિતિમાં, જો તમે પણ સમસ્યાથી પરેશાન છો, તો તમે કેટલીક બાબતોને ધ્યાનમાં રાખીને તેને લીલો રાખી શકો છો.
શિયાળામાં તુલસીની કાળજી કેવી રીતે રાખવી
તડકામાં રાખો
તુલસીના છોડને સ્વસ્થ રાખવા માટે તેને તડકામાં રાખવો જરૂરી છે. જો તમે તેને તડકામાં રાખો તો તે લીલું રહે છે.તેને ઓછામાં ઓછા 6થી 7 કલાક તડકામાં રાખવો જરૂરી છે.
પાણી ઓછું પાવું
શિયાળાની ઋતુમાં તુલસીના છોડમાં બને એટલું ઓછું પાણી નાખો. જો તમે શિયાળામાં વધારે પાણી આપતા હોવ તો તુલસીનો છોડ સુકાઈ જવા લાગે છે.
લીમડાના પાન
આ ઋતુમાં લીમડાના સૂકા પાન લાવો, તેને ઉકાળો. પછી પાણી ઠંડું કરીને તુલસીના છોડમાં નાખશો તો છોડ લીલો રહેશે.
ઢાંકીને રાખો
આ સિઝનમાં તમે તુલસીના પાનને સુતરાઉ કપડાથી ઢાંકી શકો છો અથવા લાલ કપડાથી ઢાંકી શકો છો. આમ કરવાથી અત્યંત ઠંડા પવનોથી બચાવી શકાય છે.
અંદર તુલસી રાખો
જો ખૂબ જ ઠંડી હોય તો છોડને ઘરમાં લઈ જાઓ અને તેને અંદર રાખો તે વધુ સારું રહેશે. તેને એવી જગ્યાએ રાખો જ્યાં ખૂબ ઠંડી ન હોય. આમ કરવાથી છોડ સુકાતો અટકી જશે.
ડિસક્લેમર:- આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધl જ્યોતિષીઓ/ પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/ શાસ્ત્રોના વિવિધ સ્ત્રોતોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.

