કર્જમુક્તિના જ્યોતિષીય ઉપાયો: દેવામાંથી કાયમ માટે છુટકારો મેળવવા અજમાવો આ 6 સરળ નિયમો

જીવનમાં દરેક વ્યક્તિને ક્યારેક ને ક્યારેક નાણાકીય ઉતાર-ચઢાવનો સામનો કરવો પડે છે. મુશ્કેલ સમયમાં ઘણા લોકો લોન કે દેવું લેવાનો આશરો લેતા હોય છે, પરંતુ જ્યારે તેને ચૂકવવાનો વારો આવે છે ત્યારે સતત પ્રયાસો છતાં દેવું પૂરું થવાનું નામ લેતું નથી અને વ્યાજના ચક્રવ્યૂહમાં ફસાઈ જવાય છે.
જ્યોતિષશાસ્ત્ર અનુસાર, કુંડળીમાં ગ્રહોના અશુભ પ્રભાવથી આવી સ્થિતિ નિર્માણ પામે છે. કેટલાક સરળ અને શાસ્ત્રોક્ત ઉપાયો અપનાવીને ગ્રહદોષ શાંત કરી શકાય છે, જેનાથી દેવામાંથી મુક્તિ મળે છે અને આર્થિક સમૃદ્ધિના દ્વાર ખુલે છે.
મંગળવારે ભૂલથી પણ નવી લોન ન લેવી
મંગળવારનો દિવસ મંગળ ગ્રહ સાથે સંબંધિત છે, જે ભૂમિ અને દેવાનો કારક ગ્રહ મનાય છે. શાસ્ત્રો અનુસાર, મંગળવારે ક્યારેય કોઈની પાસેથી ઉધાર કે લોન લેવી ન જોઈએ. એવું માનવામાં આવે છે કે આ દિવસે લીધેલું દેવું ચૂકવવું અત્યંત મુશ્કેલ બની જાય છે અને આર્થિક બોજ વધતો જાય છે.
બુધવારે લોનનો હપ્તો કે નાણાં પરત ચૂકવવા
બુધવારનો દિવસ દેવું ચૂકવવા માટે શ્રેષ્ઠ અને અત્યંત શુભ માનવામાં આવે છે. જો તમે તમારા દેવા કે લોનનો પ્રથમ હપ્તો બુધવારે ચૂકવવાનું શરૂ કરો છો, તો તેનાથી બાકીનું સમગ્ર દેવું ઝડપથી પૂરું થવાના માર્ગ ખુલે છે.
મંગળવારે હનુમાનજીની વિશેષ પૂજા
દેવામાંથી મુક્તિ મેળવવા માટે દર મંગળવારે હનુમાનજીની આરાધના કરવી અચૂક ઉપાય છે. હનુમાનજીને સિંદૂર અને ચમેલીનું તેલ અર્પણ કરો તેમજ 'ઋણમોચક મંગલ સ્તોત્ર'નો પાઠ કરો. તેનાથી મંગળ દોષ શાંત થાય છે અને જૂના કરજમાંથી છુટકારો મળે છે.
શનિવારે પીપળાના વૃક્ષનો ચમત્કારી ઉપાય
શનિવારે સાંજે પીપળાના વૃક્ષના મૂળમાં જળ અર્પણ કરી સરસવના તેલનો દીવો પ્રગટાવો. આ સાથે જ પીપળાના એક સ્વચ્છ પાન પર ચંદન અથવા સિંદૂરથી "શ્રી રામ" લખીને હનુમાનજીના ચરણોમાં અર્પિત કરો. ત્યારબાદ તે પાનને તમારી તિજોરી કે પાકીટમાં રાખી લો, જેનાથી બરકત જળવાઈ રહેશે.
શુક્રવારે માતા લક્ષ્મી અને કુબેર દેવની ઉપાસના
શુક્રવારે માતા લક્ષ્મીને ચોખાની ખીરનો ભોગ ધરાવો. ત્યારબાદ સ્ફટિક કે કમળકાકડીની માળાથી 'ॐ શ્રીં હ્રીં ક્લીં શ્રીં સિદ્ધ લક્ષ્મ્યૈ નમઃ' અથવા 'ॐ કુબેરાય નમઃ' મંત્રનો ૧૦૮ વાર જાપ કરો. આ ઉપાયથી આર્થિક સંકટ દૂર થાય છે અને ઘરમાં ધન-સમૃદ્ધિનો વાસ થાય છે.
ઘરમાં તૂટેલી સાવરણી ન રાખવી
વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષમાં સાવરણીને દેવી લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. ઘરમાં ક્યારેય તૂટેલી કે ખરાબ સાવરણી ન રાખવી જોઈએ, તેનાથી દરિદ્રતા વધે છે. આ ઉપરાંત, સૂર્યાસ્ત પછી ઘરમાં ઝાડુ કે પોતું ન લગાવવું જોઈએ, કારણ કે તેનાથી ઘરમાંથી સકારાત્મક ઊર્જા બહાર નીકળી જાય છે.
નોંધ:- આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.

