રાવણનું એક અજાણ્યું રહસ્ય! સીતા પહેલા કર્યું હતું માતા કૌશલ્યાનું અપહરણ, તમને જાણીને લાગશે આઘાત
રામાયણની કથા મુજબ, તમે જાણો છો કે લંકાપતિ રાવણે તેની બહેન શૂર્પંખાના અપમાનનો બદલો લેવ

રામાયણની કથા મુજબ, તમે જાણો છો કે લંકાપતિ રાવણે તેની બહેન શૂર્પંખાના અપમાનનો બદલો લેવા માટે માતા સીતાનું અપહરણ કર્યું હતું. પરંતુ શું તમે જાણો છો કે માતા સીતા પહેલા સ્ત્રી નહોતા જેનું રાવણે બળજબરીથી અપહરણ કર્યું હતું. માતા સીતાનું અપહરણ કરતા પહેલા, રાવણે ભગવાન શ્રી રામના માતા કૌશલ્યાનું પણ અપહરણ કર્યું હતું.
રાવણે કેમ કર્યું માતા કૌશલ્યાનું અપહરણ?
આનંદ રામાયણ અનુસાર, રાવણે સીતા પહેલા શ્રી રામના માતા કૌશલ્યાનું અપહરણ કર્યું હતું. રામાયણની એક કથા મુજબ, રાવણ પોતાના મૃત્યુની ભવિષ્યવાણી સાંભળીને ડરી ગયો હતો અને પોતાના મૃત્યુથી બચવા માટે તેણે માતા કૌશલ્યાનું અપહરણ કર્યું હતું.
ભગવાન બ્રહ્માએ રાવણને પહેલેથી જ કહી દીધું હતું કે, દશરથ અને કૌશલ્યાનો પુત્ર તેના મૃત્યુનું કારણ બનશે. પોતાના મૃત્યુની ભવિષ્યવાણી ટાળવા માટે, રાવણે દશરથ અને કૈકેયીના લગ્નના દિવસે કૌશલ્યાનું અપહરણ કર્યું.
દશરથે બચાવ્યો હતો કૌશલ્યાનો જીવ
અપહરણ કર્યા પછી, રાવણે કૌશલ્યાને એક પેટીમાં બંધ કર્યા અને તેમને એક નિર્જન ટાપુ પર છોડી દીધી હતી. નારદે રાજા દશરથને રાવણ દ્વારા કરવામાં આવેલા આ કૃત્ય વિશે જાણ કરી. આ સાથે, તેમણે કૌશલ્યાને જ્યાં રાખવામાં આવ્યા હતા તે સ્થળ વિશે પણ જણાવ્યું. નારદે આ અપહરણની જાણ કરતા જ રાજા દશરથ રાવણ સાથે યુદ્ધ કરવા માટે તેમની સેના સાથે તે ટાપુ પર પહોંચ્યા.
જોકે, રાવણની શક્તિશાળી સેના સામે દશરથની સેનાનો પરાજય થયો. પરંતુ દશરથે હાર ન માની અને લાકડાના પાટિયાની મદદથી, તે સમુદ્રમાં તરીને તે પેટી સુધી પહોંચ્યા જેમાં કૌશલ્યાને બંધ રાખવામાં આવ્યા હતા. ત્યાં જઈને, દશરથે કૌશલ્યાને તે પેટીમાંથી મુક્ત કર્યા અને તેમને સુરક્ષિત રીતે પોતાના મહેલમાં લઈ ગયા. માતા કૌશલ્યાનું અપહરણ કરીને, રાવણે શ્રી રામના જન્મ પહેલાં જ તેમના મૃત્યુને ટાળવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ રાવણ તેમાં નિષ્ફળ રહ્યો.
નોંધનીય છે કે, ઘણા પ્રયત્નો છતાં રાવણ પોતાના મૃત્યુની ભવિષ્યવાણી ટાળી શક્યો નહીં. આખરે, કૌશલ્યા અને રાજા દશરથના પુત્ર શ્રી રામે રાવણનો વધ કરીને આ ભવિષ્યવાણીને સાચી સાબિત કરી.
નોંધ:- આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.








