4 જુલાઈ સુધી સોના જેવો સમય: ગજકેસરી બાદ હવે ગુરુ-શુક્રની કૃપાથી આ રાશિઓ પર થશે લક્ષ્મીજીની કૃપા

જૂનના પહેલા અઠવાડિયામાં ગુરુ-ચંદ્રની યુતિથી ગજકેસરી યોગનું નિર્માણ થયું હતું. ત્યારબાદ 8 જૂને શુક્ર દેવે કર્ક રાશિમાં ગોચરણ કર્યું અને ગુરુ-શુક્રની યુતિથી અહીં ગજલક્ષ્મી રાજયોગનું નિર્માણ થયું. આ સંયોગ 4 જુલાઈ સુધી બનેલો રહેશે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ ગજલક્ષ્મી રાજયોગ ધન, સમૃદ્ધિ અને સુખ-સુવિધાઓમાં વધારાનો સંકેત આપે છે. આ દુર્લભ સંયોગ ચાર રાશિના જાતકોને ખૂબ જ ફાયદો કરાવશે.
મેષ
મેષ રાશિના જાતકો માટે આ યોગ કરિયરના ક્ષેત્રમાં સકારાત્મક પરિણામ આપનારો માનવામાં આવ્યો છે. નોકરી અને વ્યાવસાયિક જીવનમાં સફળતાની તકો મળી શકે છે. આવકમાં વધારાના સંકેત છે અને કમાણીના નવા સ્ત્રોત પણ બની શકે છે. આર્થિક સ્થિતિ પહેલા કરતાં વધુ સારી થઈ શકે છે. તમને ધનની પ્રાપ્તિ પણ સરળતાથી થશે.
વૃષભ
વૃષભ રાશિના લોકોને અચાનક ધન પ્રાપ્તિના યોગ બની શકે છે. પહેલાથી અટકેલા નાણાં પાછા મળવાની સંભાવના છે. કોઈ રોકાણ અથવા જૂની લેવડ-દેવડથી પણ લાભ મળી શકે છે. ભાગ્યનો સાથ મળવાથી આર્થિક બાબતોમાં રાહત અનુભવાઈ શકે છે. રોગ-બીમારીઓમાંથી પણ આ દરમિયાન તમને રાહત મળવાની છે.
કર્ક
કર્ક રાશિમાં જ ગુરુ અને શુક્રની યુતિ બનવા જઈ રહી છે. એવામાં આ રાશિના જાતકો માટે સમય વિશેષ રૂપે શુભ માનવામાં આવી રહ્યો છે. ધન ભેગું કરવાની તકો મળી શકે છે અને આર્થિક સ્થિતિ મજબૂત થઈ શકે છે. ભાગ્યનો સહયોગ ઘણા કાર્યોને સરળ બનાવી શકે છે.
વૃશ્ચિક
વૃશ્ચિક રાશિના જાતકો માટે પણ આ સમય લાભદાયી જણાવવામાં આવ્યો છે. જીવનસાથીનો સહયોગ મળવાથી મહત્વપૂર્ણ કાર્યોમાં સફળતા મળી શકે છે. આવક વધારવાની નવી તકો સામે આવી શકે છે. નોકરી અને વ્યવસાય બંને ક્ષેત્રોમાં સકારાત્મક સંકેતો મળી રહ્યા છે.
નોંધ:- આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.

