શિવપુરાણ અનુસાર આ 6 મહાપાપ કરનારને મહાદેવ ક્યારેય નથી કરતા માફ, જાણો કયા કાર્યોથી ક્રોધિત થાય છે શિવજી
હિન્દુ ધર્મમાં કુલ 18 પુરાણોનો ઉલ્લેખ છે, જેમાં ‘શિવપુ

હિન્દુ ધર્મમાં કુલ 18 પુરાણોનો ઉલ્લેખ છે, જેમાં ‘શિવપુરાણ’ ભગવાન શિવની મહિમા, જીવન-મૃત્યુના રહસ્યો અને મનુષ્યના કર્મોના લેખાજોખાનું વિસ્તૃત વર્ણન કરે છે. શિવપુરાણ અનુસાર કેટલાક એવા અક્ષમ્ય પાપ છે, જે કરવાથી દેવાધિદેવ મહાદેવ અત્યંત ક્રોધિત થાય છે અને તે કરનાર વ્યક્તિને ક્યારેય માફી મળતી નથી.
શિવપુરાણમાં વર્ણવેલા આ ગંભીર પાપો નીચે મુજબ છે:
મનમાં દ્વેષ અને નફરત રાખવી: કોઈના પ્રત્યે ખરાબ ભાવના રાખવી, કોઈનું અહિત વિચારવું કે અન્ય વ્યક્તિને શારીરિક-માનસિક કષ્ટ આપવું તે પાપની શ્રેણીમાં આવે છે. મનથી પણ બીજાનું ખરાબ વિચારનાર વ્યક્તિ શિવકૃપાથી વંચિત રહે છે.
ધન-સંપત્તિમાં છેતરપિંડી: કોઈની મિલકત પચાવી પાડવી, પૈસાની બાબતમાં વિશ્વાસઘાત કરવો કે લોભમાં આવીને પોતાના સગા-સંબંધીઓને છેતરવા તે ઘોર પાપ છે. શાસ્ત્રો અનુસાર માત્ર પ્રામાણિકતા અને મહેનતથી કમાયેલું ધન જ ફળે છે.
પરસ્ત્રી કે પરપુરુષ પર ખરાબ નજર: પોતાના વૈવાહિક કે પારિવારિક સંબંધો પ્રત્યે અપ્રામાણિક રહીને અન્ય વ્યક્તિ પર કુદ્રષ્ટિ રાખવી અથવા બીજાના સુખી દાંપત્યજીવનમાં ભંગાણ પાડવાનો પ્રયાસ કરવો એ અક્ષમ્ય અપરાધ માનવામાં આવે છે.
સગર્ભા સ્ત્રીનું અપમાન કે કઠોર વાણી: ગર્ભવતી મહિલા કે માસિક ધર્મમાં રહેલી સ્ત્રી સાથે દુર્વ્યવહાર કરવો, કઠોર શબ્દો બોલીને તેનું મન દુભાવવું એ ભારે પાપ ગણાય છે. આવા કૃત્યથી આવનારા સંતાન પર પણ નકારાત્મક અસર પડે છે અને આવું કરનાર વ્યક્તિ ઈશ્વરના ક્રોધનો ભોગ બને છે.
ઈર્ષ્યાભાવ અને છબી ખરાબ કરવી: કોઈની પ્રગતિ જોઈને ઈર્ષ્યા કરવી, પીઠ પાછળ નિંદા કરવી કે સમાજમાં કોઈ નિર્દોષ વ્યક્તિની પ્રતિષ્ઠાને કલંકિત કરવાનો પ્રયાસ કરવો એ પણ ગંભીર પાપ છે.
ધર્મવિરોધી આચરણ અને હિંસા: અધર્મના માર્ગે ચાલવું, નિર્દોષ જીવોને કષ્ટ પહોંચાડવું, પ્રતિબંધિત નશીલા દ્રવ્યોનું સેવન કરવું તેમજ ધર્મના નામે સમાજમાં હિંસા અને અશાંતિ ફેલાવનારા લોકોને મહાદેવના કઠોર દંડનો સામનો કરવો પડે છે.








