Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : A pinch of vermilion will remove the problems of married life

Religion: એક ચપટી સિંદૂર દૂર કરશે વિવાહિત જીવનની પરેશાનીઓ

Timeછેલ્લું અપડેટ : 24 Oct 2025
લાઇવ ટીવીGoogle News
Religion: એક ચપટી સિંદૂર દૂર કરશે વિવાહિત જીવનની પરેશાનીઓ
સોર્સ : GSTV

સિંદૂરનું ધાર્મિક મહત્વ ઘણું છે. પરિણીત મહિલાઓ માટે સિંદૂર લગ્નની નિશાની છે.તમામ પરિણીત મહિલાઓ પોતાના સેંથામાં સિંદૂર પૂરે છે.સિંદૂરનો ઉપયોગ પૂજા અને ધાર્મિક કાર્યોમાં પણ થાય છે.

App Store

હનુમાનજીને સિંદૂર ચઢાવવાથી પણ ઘણા ફાયદા થાય છે.જ્યોતિષ શાસ્ત્રમાં સિંદૂર સાથે જોડાયેલા ઘણા ઉપાય જણાવવામાં આવ્યા છે.  આ સરળ ઉપાયો કરવાથી તમે જીવનમાં મુશ્કેલીઓથી બચી શકો છો. 
 
સિંદૂરના ઘણા ઉપાયો છે જેનાથી તમારું ભાગ્ય બદલાઈ શકે છે.  તો ચાલો તમને જણાવીએ સિંદૂરથી કરવામાં આવતા આ જ્યોતિષીય ઉપાયો વિશે.

સિંદૂરથી કરો આ ઉપાયો
 
સફળતા મેળવવા માટે ભરો આ પગલાં- 

જો કોઈ વ્યક્તિ મહેનત કર્યા પછી પણ નિષ્ફળતાનો સામનો કરી રહી હોય તો થોડું સિંદૂર લઈને વહેતા પાણીમાં વહેવડાવવું જોઈએ.આ ઉપાય કરવાથી દરેક કાર્ય સફળ થાય છે.જન્મકુંડળીમાં ગ્રહોના અશુભ પ્રભાવથી મુક્તિ મળે છે.

 આ ઉપાયથી બધી સમસ્યાઓ દૂર થઈ જશે - 
 જો તમે જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો,તો તમારે શનિવાર અને મંગળવારે હનુમાનજીને તેલમાં સિંદૂર મિક્સ કરીને અર્પણ કરવું જોઈએ.સિંદૂરનો આ ઉપાય કરવાથી બજરંગબલી પ્રસન્ન થાય છે અને વ્યક્તિના દરેક દુ:ખ દૂર થાય છે.આનાથી વ્યક્તિના જીવનમાં ચાલી રહેલી તમામ સમસ્યાઓનો અંત આવે છે.

પૈસા મેળવવા માટે 

હિંદુ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરરોજ પૂજા કર્યા પછી મુખ્ય દરવાજા પર પૂજાની થાળીમાં થોડું સિંદૂર લગાવવું જોઈએ.આ ઉપાય કરવાથી ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન થાય છે.વ્યક્તિ આર્થિક સંકડામણમાંથી મુક્તિ મેળવે છે.નારિયેળ પર સિંદૂર લગાવીને લાલ રંગના કપડામાં લપેટીને પૂજા સ્થાન પર રાખવાથી વેપારમાં લાભ થાય છે અને આર્થિક મુશ્કેલીઓ દૂર થાય છે.

બીમારી દૂર કરવા માટે 

જો ઘરમાં કોઈ વ્યક્તિ બીમાર હોય તો તેની ઉપર સાત વાર સિંદૂર ચઢાવો અને વહેતા પાણીમાં પ્રવાહિત કરો.  આમ કરવાથી બીમાર વ્યક્તિ જલ્દી સ્વસ્થ થઈ જાય છે. સિંદૂરનો આ ઉપાય ખૂબ જ અસરકારક છે.

સુખી લગ્ન જીવન માટે 

ઘણીવાર ઘરમાં ઝઘડો થાય છે. જો પતિ-પત્ની વચ્ચે હંમેશા ઝઘડો થતો હોય તો સિંદૂરની એક પડીકી બનાવીને સૂતી વખતે પતિના ઓશીકા નીચે રાખો.7 દિવસ સુધી આમ કરવાથી દાંપત્ય જીવનનો તણાવ દૂર થાય છે.