મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

અંકશાસ્ત્રના વર્ષાન્ક મુજબ ભારત અને ગુજરાતનું વર્ષ 2026 ફળકથન

વર્ષ 2026નો વર્ષાન્ક 2+0+2+6 = 10 એટલે અંક 1 આવેભારતનો વર્ષાન્ક 1+9+4+7 = 21 એટલે 2+1 = 3 આવે

અંકશાસ્ત્રના વર્ષાન્ક મુજબ ભારત અને ગુજરાતનું વર્ષ 2026 ફળકથન

વર્ષ 2026નો વર્ષાન્ક 2+0+2+6 = 10 એટલે અંક 1 આવે
ભારતનો વર્ષાન્ક 1+9+4+7 = 21 એટલે 2+1 = 3 આવે
ગુજરાતનો વર્ષાન્ક 1+9+6+0 = 16 એટલે 1+6 = 7 આવે

ભારત માટે વર્ષ 2026  સમજૂતી કરાર (એગ્રીમેન્ટ) અંતરિક્ષ અંગે ( સેટેલાઇટ ) કાર્ય, કોઈ ખરડા / કાયદા અંગેની કાર્યવાહી, રાજકીય ગતિવિધિ વગેરે જેવી બાબત બને તેવી સંભાવના વધુ જણાઈ રહી છે.

2026નો અંક 2 ચંદ્ર અને 6 શુક્ર ના આંકના સંયોજન વડે બનેલ છે જેમાં ચંદ્ર નો અંક 2 છે તે બે વાર આવે છે જે અંક શુભત્વ વધુ બતાવી રહ્યો છે જેથી વર્ષ દરમિયાન કોઈ મોટી આફત તકલીફો ની સંભાવના ઓછી છે જેમકે વર્ષ 1990 =19 =1 દરમિયાન 1 જે સૂર્ય અને 9 જે મંગળ ના અંક મુજબ હતો તેમા અંક 9 બે વાર આવે તો મંગળનો પ્રભાવ વધુ રહ્યો હતો તે દરમિયાન કાશ્મીરમાં હિંસા, મંડલ કમિશનમાં આંદોલન, વર્ષ 1999 દરમિયાન 1 અંક એક વાર અને 9 અંક ત્રણ વાર આવેલ તે વર્ષમાં કારગિલ યુદ્ધ થયું જે બાજપાઈની લાહોર બસ યાત્રા દ્વારા એક સમજૂતીના પ્રયત્નો બાદ પણ થયેલ.

વધુ જોઈએ તો
1) 1954 
1 ચીન સાથે પંચશીલ કરાર 
2 પ્રથમ એટમિક એનર્જી પ્રોગ્રામ 

2) 1963
1 થોમ્બા ખાતે પ્રથમ રોકેટ લોન્ચિંગ
2 કે કામરાજ યોજના

3) 1972
પાકિસ્તાન સાથે સીમલા કરાર

4) 1981
એપલ સેટેલાઇટ લોન્ચ

5) 1990
1 કાશ્મીર સમસ્યા
2 મંડલ કમિશન પ્રશ્ન

6) 1999
1 લાહોર બસ યાત્રા અને સમજૂતી
2 કારગીલ યુદ્ધ
3 ઇન્ડિયન એરલાઇન્સ વિમાન IC 814 અપહરણ

7) 2008
1 ભારત યુ.એસ ન્યુક્લિયર સમજૂતી
2 PSLV 9 સ્પેશ મિશન સફળ
3 26/11 મુંબઈ આતંકી હુમલો

8) 2017
1 GST બિલ 
2 ઈસરો PSLV C37 નું સફળ મિશન 
3 ચીન સાથે ડોકલામ સમજૂતી

ગુજરાત રાજ્ય નો વર્ષાન્ક (1960 =) 7 મુજબ રાજ્યમાં મેડિકલ / હેલ્થ ક્ષેત્રમાં કાર્ય, વિદ્યાર્થી, યુવાવર્ગ, શાસક અને વિપક્ષ નેતાઓ માં ઉશ્કેરાટ, મુખ્યમંત્રી / મંત્રીમંડળ માટે તકેદારી, પ્રજાના સ્વમાન, આંદોલન જેવા કોઈ પ્રશ્ન થવાની સંભાવના છે 

1 અંક સૂર્ય નો છે જે તેના ગુણ ને જેતે વર્ષ ના સંયોજન વડે ફળકથન થતા હોવાનું એક અનુભવ અને કેટલાક વિદ્વાનો પાસેથી જાણવા મળેલ છે. 

વર્ષ 2026માં સરહદી તંગદિલી રહી શકે પણ કોઈ યુદ્ધ કે મહામારી થાય તેવું અંકશાસ્ત્ર ના એક ફળકથન માં જણાતું નથી. 

વર્ષ 2026નું વર્ષાન્ક આધારિત અંક ફળકથન :

ઇ.સ. 2026નો વર્ષાન્ક અંકશાસ્ત્ર મુજબ ગણીયે તો 2+0+2+6 = 10 = 1 આવે તેવી રીતે તમારા જન્મ વર્ષ નો સરવાળો કરી વર્ષાન્ક જોવો.

1 અંકવાળા માટે આત્મવિશ્વાસ, ચતુરાઈ નો લાભ મળે, યોગ્ય આયોજન હોય તો નવા કાર્યમાં પણ લાંભ થાય.

2 અંકવાળા થોડા ઉતાવાળીયા નિર્ણય લેતા જોવા મળે, લાગણીશીલ વર્તન બને,  જોખમી નિર્ણય ન લેવા હિતાવહ કહી શકાય.

3  અંકવાળા થોડા વ્યવહારુ ચતુરાઈ કરી અંગત પ્રશ્ન નું સમાધાન કરી શકે, મુસાફરી યાદગાર બની શકે, કાર્યમાં ઉત્સાહ સારો રહે.

4  અંકવાળા અતિ ઉત્સાહી રહે, ક્યાંક ધાર્યા કરતાં વધુ ખર્ચ પણ કરી શકે, કોઈ અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, જિંદી સ્વભાવ થઈ શકે છે.

5  અંકવાળા નવા આયોજન ને અમલ કરવાની વૃત્તિ રહે, વિચાર, કાર્યમાં પરિવર્તન પણ સંભવિત બની શકે, લાભની વાત સંભવિત બની શકે.

6  અંકવાળા પોતાનું ધાર્યું કે ગણતરી મુજબનું કાર્ય કરી શકે, મહેનત મુજબ સફળતા મેળવી શકે, પ્રિયજન સાથે સંબંધમાં મધુરતા વધે, ખુશી મળે.

7  અંકવાળા માટે પોતાના નોકરી વ્યવસાય માં આગળ આવવાની તક મળે પણ થોડી તેમાં મહેનત કરવી પડે, નવા સંબંધ ક્યાંક ઉપયોગી થાય.

8  અંકવાળા માટે થોડી ગણતરી વ્યવહારમાં વધુ રાખવી, વડીલવર્ગ કે ઉપરી અધિકારી સાથે કોઈ મતભેદ ન થાય તેનું ધ્યાન રાખવું, જમીન, મકાન, વાહન સુખ સંભવિત બને.

9  અંકવાળા માટે નિર્ણય શક્તિ થોડી ઝડપી થાય અને વધુ વિચાર ના કારણે થોડી ચિંતા ગુસ્સો વધે પણ યોગ્ય વ્યક્તિના માર્ગદર્શન મુજબ કામ કરવાથી થોડી મહેનત અંતે કાર્ય થાય, કામકાજ પર પ્રભુત્વ સારું જોવા મળે.

અંક શાસ્ત્રમાં મૂલાંક, ભાગ્યન્ક પોતાના અંગત જીવનમાં ઉપયોગી થાય તે હેતુની ઘણી વાત જોવા મળતી હોય છે. કેટલીકવાર અંકશાસ્ત્રમાં શ્રદ્ધા રાખનાર પોતાના નામના અંગ્રેજીમાં અક્ષર અનુસાર પોતાનો અંક ભાગ્યક મુજબ પણ ગોઠવતા હોય તેમાં સકારાત્મક અને નકારાત્મક બાબતની ગણતરી પણ થાય છે. જેમાં કેટલીક ઘટનાઓ પણ થતી જોવા મળે છે. ઘટનાઓ ઘણા પ્રકારની બનતી હોય છે, જે ક્યારેક અંક અને તેના માલિકની પ્રકૃતિ મુજબ ધ્યાનમાં પણ આવતી હોય છે.

નવા વર્ષની શુભકામનાઓ

ડો હેમીલ પી લાઠીયા
જ્યોતિષાચાર્ય

આ સમાચાર શેર કરો