Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Will the path of spirituality bring new energy to acting?

Chitralok : આકાશદીપ સૈગલનું કમબેક! શું અધ્યાત્મનો રસ્તો એક્ટિંગમાં લાવશે નવી ઊર્જા?

Timeછેલ્લું અપડેટ : 27 Feb 2026
લાઇવ ટીવીGoogle News
Chitralok : આકાશદીપ સૈગલનું કમબેક! શું અધ્યાત્મનો રસ્તો એક્ટિંગમાં લાવશે નવી ઊર્જા?
સોર્સ : gstv

અધ્યાત્મ તરફ ઝુકાવ ધરાવતા કેટલાક એકટર્સ ગ્લેમરની દુનિયાથી કંટાળીને ટૂંકો અથવા લાંબો સંન્યાસ લઈ લે છે. પ્રેમનાથ, શમ્મી કપૂર અને વિનોદ ખન્નાના દાખલા બહુ જાણીતા છે. એનું તાજુ ઉદાહરણ પડદંડ પર્સનાલિટી ધરાવતો એક્ટર આકાશદીપ સૈગલ છે. એકતા કપૂરની બહુચર્ચિત સીરિયલ 'ક્યોંકિ સાસ ભી કભી બહુ થી'માં અંશ ગુજરાલનું પાત્ર ભજવીને લાઈમલાઈટમાં આવનાર આકાશદીપે અંગત કારણોસર એક્ટિંગમાંથી સંન્યાસ લઈ લીધો હતો. ૯ વરસ લાંબા અવકાશ બાદ એ હમણાં 'નાગિન'થી સ્મોલ સ્ક્રીન પર પાછો ફર્યો છે. પોતાના બ્રેક વિશે વાત કરતા ૫૧ વરસનો એક્ટર કહે છે, 'હું લાઈફ કે ક્રિયેટિવિટીથી દૂર નહોતો થયો. હું માત્ર ઘોંઘાટથી દૂર હતો. પાછલા વરસોમાં મેં આત્મમંથન, અધ્યાત્મ અને રાઇટિંગ પાછળ ઘણો સમય વીતાવ્યો. મારા માટે એ બહુ જ અંગત બાબત હતી.'

App Store


પોતાની ગેરહાજરી દરમિયાન ચાલેલી અફવાઓ વિશે ખુલાસો કરતા 'બિગ બોસ ૧૫'નો સ્પર્ધક કહે છે, હું ડિપ્રેશનમાંથી પસાર થઈ રહ્યો છું એવી વાતો મેં પણ સાંભળી હતી, પરંતુ એ સાચી નથી. હું જરાય ડિપ્રેશનમાં નહોતો અને મને કોઈએ ઇન્ડસ્ટ્રીથી અગળા રહેવાની ફરજ પણ નહોતી પાડી. મારો બ્રેક મારી પર્સનલ ચોઇસ હતી. ૨૦૧૫માં મારી માતાનું અવસાન મારા જીવનનો એક ટનિંગ પોઈન્ટ બની રહ્યો. ઇન્ડસ્ટ્રીથી અળગા રહેવાથી મને આત્મમંતન કરવા ઘણો સમય મળ્યો અને એ તબક્કા દરમિયાન ઘણું આત્મજ્ઞાાન લાદ્યું. હવે મને એવું લાગે છે કે એક્ટિંગમાં પણ આધ્યાત્મિકતાનું અસ્તિત્વ છે. તમે કોઈ પણ કામ પ્રામાણિકતાથી કરો તો એ અદ્યાત્મ જ છે. અધ્યાત્મમાં ઇગો (અહમ)ને કોઈ સ્થાન નથી.

બિહારના વતની આકાશદીપે જીવનમાં ઘણું દુ:ખ જોયું છે. સૈગલ માત્ર ૧૬ વરસનો હતો ત્યારે એણે પિતાની છત્રછાયા ગુમાવી દીધી. એના મોટા ભાઈએ સાવ મામૂલી બીમારીમાં જીવ ગુમાવ્યો. હમણાં છેલ્લે એની મોટી બહેનને થર્ડ સ્ટેજનું કેન્સર થયું હતું. એક પછી એક સ્વજન ગુમાવનાર વ્યક્તિ અધ્યાત્મ તરફ ન વળે તો જ નવાઈ કહેવાય.

ટીવી શોમાં સૈગલની વાપસી પણ એકદમ સહજ હતી. હું મારા કર્જતના ફાર્મ હાઉસમાં હતો ત્યારે એક દિવસ મેં સીસીટીવીના લાઈવ ફીડમાં જોયું કે મારો ફ્રેન્ડ ચેતન હંસરાજ બાન્દ્રાના મારા ઘરે આવ્યો હતો. મેં એને તરત ફોન કર્યો ત્યારે જાણવા મળ્યું કે એકતા (કપૂર) મને શોધી રહી છે. અમારી વચ્ચે પહેલેથી આત્મીય સંબંધો રહ્યા ચે. એટલે એણે મને 'નાગિન'માં રોલ ઓફર કર્યો ત્યારે મેં એ તરત સ્વીકારી લીધો. વળી, આમેય નાગિન તો ટીવીની એક પોપ્યુલર ફ્રેન્ચાઈસ છે, એમ આકાશદીપ કહે છે. એવી વાત પણ સંભળાય છે કે એક્ટર નજીકના ભવિષ્યમાં  એકતાના શો 'ક્યોંકિ..-૨'માં ફરી જોવા મળશે. આકાશદીપ ટીવી પુરતો સીમિત ન રહી 'સેલ્ફી', 'બાબુલ' અને 'હાઉસફુલ-૫' જેવી મોટી મૂવીજમાં પણ રોલ કરી ચુક્યો છે.