આપણે પીપળાના વૃક્ષને પાણી શા માટે અર્પણ કરવું જોઈએ? જાણો તેની પાછળ છુપાયેલું પૌરાણિક સત્ય

સમશાનમાં જ્યારે મહર્ષિ દધીચિના અંતિમ સંસ્કાર થઈ રહ્યાં હતા તો એમના પત્નિને વિયોગ સહન ના કરી શક્યાં અને પાસે વિશાળ પીપળાના ઝાડ નીચે તેમના ત્રણ વર્ષના પુત્રને મુંકી ને સળગતી ચિતામાં બેસીને સતી થઈ ગયા પીપળાના ઝાડ નીચે ભુખથી રડતું બાળક પીપળાના નીચે પડેલા પાન, ને ફળ ખાઈને દિવસો પસાર કરવા લાગ્યું અને ધીમે ધીમે પીપળાને જ ઘર માની ને મોટુ થવા લાગ્યો. એક દિવસ દેવર્ષિ નારદ ત્યાંથી નિકળ્યાને બાળકને પૂછયું તું કોણ છો ? બાળક કહે એ જ તો હું જાણવા માંગુ છું.
નારદજી : તારા માતા પિતા કોણ છે?
બાળક કહે એ પણ ખબર નથી. તમે મને કૃપા કરીને બતાવો ત્યારે નારદજીએ ધ્યાન ધરીને કહ્યું કે બાળક તું મહાન દાનવીર મહર્ષિ દધીચિનો પુત્ર છો તારા પિતાની અસ્થીમાંથી જ વ્રજ બનાવીને દેવોએ અસુરો પર વિજય મેળવ્યો હતો. તારા પિતાનું એકત્રીસ વર્ષની ઉંમરમાં જ મૃત્યુ થયું હતું.
બાળક : મારા પિતાના મૃત્યુનું કારણ શું હતું?
નારદજી : તારા પિતા પર શનિદેવની મહાદશા હતી જે પણ કઈ તારી સાથે થયુ તે શનિદેવની મહાદશાને કારણે થયું. નારદજીએ બાળકનું નામ પીપ્લાદ રાખીને જતા રહ્યા. પીપ્લાદે નારદજીના કહેવા પ્રમાણે બ્રહ્માજીનું ઘોર તપ કર્યું. બ્રહ્માજી પ્રસન્ન થયા અને વરદાન માંગવા કહ્યું. પિપ્લાદે પોતાની દ્રષ્ટીથી કોઈપણ ને ભસ્મીભુત કરવાની શક્તિ માંગી. હવે વરદાન મળ્યા પછી તરત પિપ્લાદે શનિદેવનું આહ્વાન કરીને બોલાવ્યા અને પોતાની દ્રષ્ટીથી ભષ્મ કરવાનું ચાલું કર્યું.
બ્રહ્માંડમાં હાહાકાર થઇ ગયો સુર્ય પોતાના પુત્રને સળગતા જોઇને બ્રહ્માજી પાસે ગયા ત્યારે બ્રહ્માજીએ આવીને બાળકને ખુબ સમજાવ્યોને બીજા બે વરદાન માંગવા કહ્યું ત્યારે બાળકે શનિદેવને મુક્ત કર્યા અને પહેલું વરદાન માંગ્યુ કે કોઈ પણ બાળકના જન્મ પછી પાંચ વર્ષ સુધી બાળકની કુંડલીમાં શનિ કોઈ પણ રીતે અસર ના કરવો જોઈએ જેથી કરીને મારી જેમ બીજા દુ:ખી ના થાય. બીજું મને પીપળાના ઝાડે જ મોટો કર્યો છે. એટલે જે કોઈ સુર્યોદય પહેલા પીપળાના ઝાડને પાણી ચઢાંવશે તેને શનિની મહાદશાની અસર નહીં થાય. બ્રહ્માજીએ તથાસ્તુ કહ્યું. પિપ્લાદે પોતાના બ્રહ્મદંડથી શનિદેવના પગ પર વાર કર્યો અને મુક્ત કર્યા. ત્યારથી શનિદેવની ચાલ ધીમી થઈને.
'શનૈ: ચરતિય : શનૈશ્ચર : જે ધીમે ચાલે છે તે શનેશ્વર કહેવાયા અને આગને લીધે તેમનું શરીર કાળુ થઈ ગયું. શનિદેવની કાળી મૂર્તિ અને પીપળાની પુજાનો ધાર્મિક હેતુ આ છે. આગળ જઇને પિપ્પલાદે પ્રશ્ન ઉપનિષદની રચના કરી જે આજે પણ જ્ઞાનનો ભંડાર મનાય છે. પીપળો ચોવીસ કલાક ઓક્સિજન, પ્રાણવાયું આપે છે. ભગવાન વિષ્ણુએ વૃક્ષમાં હું પીપળો છું. એવું કહ્યું છે અને આપણે પીપળાને ભુત સાથે જોડી દીધો.

