Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : This can cause serious damage to the body.

Sahiyar : સતત ACમાં રહેવાની ટેવ છે? તો સાવધાન, શરીરને થઈ શકે છે આ ગંભીર નુકસાન

Timeછેલ્લું અપડેટ : 28 Apr 2026
લાઇવ ટીવીGoogle News
Sahiyar : સતત ACમાં રહેવાની ટેવ છે? તો સાવધાન, શરીરને થઈ શકે છે આ ગંભીર નુકસાન
સોર્સ : gstv

બળબળતા ઉનાળાની ગરમીમાં બફાળા કરતાં ઠંડાગાર વાતાનુકૂલિન વાતાવરણમાં રહેવાનો આનંદ તો અનેરો છે. જ્યાં ગરમીના અંશમાત્ર સ્પર્સની અનુભૂતિ સુધ્ધાં થતી નથી. આવા વાતાવરણમાં કામ કરવાની પણ અનેરી મજા આવે છે. જો કે લાંબા સમય સુધી વાતાનુકૂલિન વાતાવરણમાં રહેવું યોગ્ય તો નથી જ. આવું તો વૈજ્ઞાનિક રીતે પુરવાર સુધ્ધાં થયેલું છે.

App Store

આખો દિવસ ઠંડાગાર વાતાવરણમાં વિતાવવા માટે વિજ્ઞાનીઓએ ચેતવણી પણ આપી છે. ચેન્નઈની રેહા હોસ્પિટલના કન્સલ્ટન્ટ અને ઇન્રનલ મેડિસીન તબીબે તો આ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી જણાવ્યું છે કે વધુ પડતા લાંબા સમય સુધી વાતાનુકૂલિન વાતાવરણમાં રહેતા સૌપ્રથમ તો ઘટાડેલા નૈસર્ગિક થર્મોરેગ્યુલેશનથી શરીર પર અવળી અસર પડે છે. આ તબીબે એમ પણ કહ્યું છે કે જ્યારે આપણે સતત ઠંડીમાં હોઈએ છીએ ત્યારે આપણું શરીર શરીરના ઉષ્ણતામાનને સંતુલન રાખવા માટે શરીરની કેટલીક કેલેરી બાળે છે. આટલું જ નહીં વધુ પડતો સમય સતત ઠંડા વાતાવરણમાં રહેવાથી આપણું મેટાબોલિઝમ (ચયાપચયની ક્રિયા) મંદ પડતી જાય છે અને પરિણામે ચરબીનો સંચય થાય છે. આ કારણે સ્વાભાવિક રીતે જ તમારું વજન વધવાનું જોખમ વધે છે. બીજી સમસ્યા એ છે કે તમને થાક લાગે છે. આનું કારણ એ છે કે સતત ઠંડા વાતાવરણમાં રહેતા હવાની ગુણવત્તા નબળી પડે છે. વાતાવરણમાં પર્યાપ્ત ભેજનું પ્રમાણ ઘટી જાય છે અને પુનરાવર્તિત હવા ઓક્સિજનની તાજગીમાં ઘટાડો થઈ શકે છે. આથી સ્વાભાવિક રીતે જ થાક વધુ લાગવો, માથાનો દુખાવો અને જ્ઞાનાત્મક કામગીરીમાં ઘટાડો નોંધાઈ શકે છે. આને કારણે તમને થાક, માથાનો દુખાવો, શુષ્કતા અને માનસિક ધ્યાન ઓછું કરવા જેવા લક્ષણોની અનુભૂતિ થાય છે. આ લક્ષણોને ડિહાઈડ્રેશન કહેવામાં આવે છે. આનું એક કારણ એ પણ છે કે એ. સી.ની શુષ્ક હવા શરીરમાંથી ભેજ ખેંચી લે છે.

આ સાથે જ આ નિષ્ણાત તબીબ એ પણ નોંધે છે કે લાંબા સમય સુધી ઠંડા વાતાવરણમાં રહેવાથી શ્વસનમાં બળતરા, સાઇનસની સમસ્યા અને વારંવાર ચેપ સુધ્ધાં લાગી શકે છે. આવું એ કારણે થાય છે કે ખાસ કરીને બંધ કાર્યસ્થળોમાં જ્યાં હવા રિસાઈકલ કરવામાં આવે છે.

ચેતવણીના લક્ષણો

તબીબે આ સ્પષ્ટ લક્ષણો શેર કર્યા છે : (૧) સતત થાક, (૨) માથાનો દુખાવો, (૩) સુકુ ગળું, (૪) વારંવાર શરદી.

લઈ શકાય તેવાં પગલાં : સુરક્ષિત રહેવા માટેની ટિપ્સ

* પુષ્કળ પાણી પીવો જેથી તમારા શરીરને સુકાઈ જવાની તક નહીં મળે.

* સ્ટ્રેચિંગ માટે દર કલાકે નાના વિરામ લો.

* વિરામ દરમિયાન કુદરતી હવા શ્વાસમાં લેવાનો પ્રયત્ન કરો.

* અતિશય નીચા તાપમાને રહેવાનું ટાળો.

તબીબે ભારપૂર્વક જણાવ્યું છે કે એસી પોતે હાનિકારક નતી, પણ સતત સંપર્કમાં રહેવાથી થાક લાગી શકે છે. તેથી ખાતરી કરો કે તમે સક્રિય રહો. સમયસર કસરત કરો અને આરામ કરવાનું ટાળો. આખો દિવસ એસીમાં રહેવાનું તો જરૂર ટાળો.

- ભૂપેન્દ્ર પટેલ