Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : The ultimate goal of human life is to attain self-knowledge and attain salvation

Dharmlok: માનવ જીવનનું અંતિમ લક્ષ આત્મજ્ઞાન પ્રાપ્ત કરી મોક્ષ સંપન્ન કરવો

Timeછેલ્લું અપડેટ : 12 Mar 2026
લાઇવ ટીવીGoogle News
Dharmlok: માનવ જીવનનું અંતિમ લક્ષ આત્મજ્ઞાન પ્રાપ્ત કરી મોક્ષ સંપન્ન કરવો
સોર્સ : GSTV

- તત્વચિંતક વી. પટેલ

App Store

આમ જ્ઞાન યોગની વિશેષતા એ છે, એમા આખી આંતર સાધના છે, આંતર શુદ્ધતા પ્રાપ્ત કરવી અને ત્રિગુણાતીત અવસ્થા પ્રાપ્ત કરવી  એનું નામ જ જ્ઞાન યોગ છે, આ જ્ઞાન યોગની આખી સાધનામાં એક્લાએ જ અંદર ઉતારવાનું છે, એ માર્ગ એટલો સાકડો છે કે તેમાં બે સમાઇ શકતા જ નથી માટે કોઈ મદારીની જરૂર જ નથી કે કોઇની મદદની પણ જરુંર નથી, પૂર્ણ રીતે સત્વ સંશુદ્ધ સમગ્ર જીવન કરી  સ્વતંત્ર સાધનામાં અંતરમાં ઊતરવું પડે છે, અને આત્માને જાણી  તેના અનુરૂપ થઈ તેના મય  બની રહેવું જ પડે છે. 

આમ  આધ્યાત્મ અનુસાર અંદર ઉતારી પૂર્ણરૂપે સ્વતંત્ર, શુદ્ધ એકાગ્ર  ચિત્ત કરી અંતરમા જ ઉતરવાનું હોય છે. અને પૂર્ણ રૂપે શુદ્ધતા પ્રાપ્ત કરવાની રહે છે એટલે કે  હુનો સર્વ રીતે નાશ કરવાનો છે, હું નો નાશ એજ મુક્તિ છે, આમ  જ્ઞાન યોગની સાધનાના ચાર પાયા છે, તે પાયાના આધારે જ આંતર સાધના કરી આત્મ જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. 

૧. આત્મિક સત્ય સ્વરૂપ વિવેકમાં સ્થિત થઈને અંતરમાં ઉતરીને જે નિત્ય છે કાયમી છે, સત્ય છે તે આત્મા છે, તેને જાણવો અને જે અનિત્ય છે, જે નાશવંત છે, તે છે, આ શરીર અને સંસાર  તેને અનિત્ય  જાણવો, અને બંને વચ્ચેના તફાવતને સત્વ શુદ્ધ અંતરથી રાગ દ્વેષ છોડી  સમજવું  અને જાણવું  એ જરૂરી છે, સત્વ સંશુધ્ધ અંતરથી  જાણીને કોઈ માણસ અસત્યને સાથે રાખીને જીવતો જ નથી, તે હકીકત છે. આમ આંતર દુર્ગુણ, દુર્ભાવ દુરાચાર દુર્વૃતિ ને અહંકાર રાગદ્વેષ અને આસક્તિ વગેરેને  બહાર ફેકી દેવાને શુદ્ધ થવું એ પ્રથમ જરૂરી છે. જો આ હકીકત સત્વસંશુધ્ધ અંતરથી જાણશો,અને પ્રાપ્ત કરવા મથશો તોજ મુક્ત થઈ શકશો.

૨. આ સંસારની તમામ નાશવંત વસ્તુ પદાર્થનું અને વસ્તુઓ પ્રત્યેનું આંધળું આકર્ષણ આત્મિક સત્યના  આધારે છોડવું, જ જોઈએ તેમાંથી મુક્ત થવું જ જોઈએ તેમા જરા પણ આસક્તિ ન રાખવી એજ શુદ્ધતા છે, જ્યાં આસક્તિ ગઈ ત્યાં મોહ ગયો, મમતા ગઈ અને અહંકાર અને કર્તાભાવ પણ ગયો, આમ મોક્ષ માટે સંસાર છોડવાનો નથી પણ તમામ પ્રકારની આસક્તિ જ છોડવાની છે આમ આસક્તિથી મુક્ત જીવન જીવો ત્યાંજ તમારું મોક્ષ ઊભું જ છે.  (ક્રમશ:)

ટોપિક્સ:મોક્ષgstv news