Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : The Sadguru gives everything to the disciple and makes him know the form of the Self

Dharmlok: સદ્ગુરુ શિષ્યને સર્વસ્વ આપીને આત્મસ્વરૂપનું જ્ઞાન કરાવે છે

Timeછેલ્લું અપડેટ : 22 Jan 2026
લાઇવ ટીવીGoogle News
Dharmlok: સદ્ગુરુ શિષ્યને સર્વસ્વ આપીને આત્મસ્વરૂપનું જ્ઞાન કરાવે છે
સોર્સ : GSTV

સદ્ગુરુ સર્વકાળ શિષ્યનું રક્ષણ કરે છે. પિતા-પુત્રના પ્રેમમાં સ્વાર્થ હોય છે, ગુરુ-શિષ્યનો પ્રેમ નિ:સ્વાર્થ ને વિશુધ્ધ હોય છે સંસારના કોઈપણ સંબંધ માત્ર સ્વાર્થના અનુંસંધાનમાં હોય છે, વૃધ્ધાવસ્થામાં મારી સેવા કરશે. મને કંઈક આપશે, સદ્ગુરુ શિષ્ય માટે પ્રાણ આપે છે. વહેલાલ આશ્રમના અમારા પુ.શ્રી.શ્રી માં અનંતાનંદતીર્થજી સત્સંગમાં વારંવાર દોહરાવે છે. શિષ્ય નિષ્કામ હોય અને ગુરુ નિરપેક્ષ હોવા જોઈએ. ગુરુના મનમાં કોઈ લોભ-લાલચ વૃત્તિ ના હોવી જોઈએ. સત્સંગ થોડો સાંભળો કે જીંદગીપર્યત પણ વ્યવહારમાં આચરણમાં લાવો, બધામાં એકનો એક મારા રામના દર્શન કરો. જ્ઞાન વહેંચી નદીના નીર વહેતા રહે, પાણીનું પવિત્ર પાણી હોય પણ બંધાઈને ખાબોચિયું બનાવે તો તે પાણી ગંધાઈ ઉઠશે. સદ્ગુરુ સાચો માર્ગ બતાવે છે. મને જે કેટલાંય વર્ષોની તપસ્યાથી છે તે સહુ શિષ્યને આપી દઉં. બુધ્ધિ સુધારે, સદ્શિષ્યને પરમાત્માનું દાન કરે છે.

App Store

''સચ્ચા ઉપદેશ દેત,

ભલી ભલી મતિ દેત,

સમતા-સમબુધ્ધિ દેત,

કુમતિકો હરત હૈ..

માર્ગ કો દિખાય દેત,

ભાવ દેત, ભક્તિ દેત,

પ્રેમ કી પ્રાપ્તિ દેત,

અજ્ઞાન કો હરત હૈ''

જ્ઞાન દેત, ધ્યાન દેત,

આત્મકો વિચર દેત,

ઔર બ્રહ્મકો બતાય દેત,

બ્રહ્મસ્થ કરતા હૈ...

આ પંક્તિમાં સદ્ગુરુ ઘણું સમજાવે છે. ગુરુનું શિષ્ય માટે કર્તવ્ય શું ? માટે તો ગુરુબ્રહ્મા, ગુરુવિષ્ણુ, ગુરુદેવો મહેશ્વર, ગુરુબ્રહ્મા, વિષ્ણુ, મહેશનું સ્વપ્ન સાક્ષાત છે. વ્યાસજી કહે છે દુનિયાના બધા નામ બદલાયા પણ યુગો યુગોથી ''વ્યાસપીઠ'' નામ નથી બદલાયું માટે તો વ્યાસપૂર્ણિમા ગુરુ પૂર્ણિમા કહે છે. શુકદેવજી મહારાજ ગુરુ નથી સદ્ગુરુ છે, શબ્દજ્ઞાનો ઉપદેશ કરે. કેટલાય પૂણ્યનું તપ પિતૃઓના આર્શીવાદ ફળે ત્યારે માનવને સદગુરુ પ્રાપ્ત થાય છે. કેટલાક જન્મોના કર્મનો ઉદય થયો હોય ત્યારે જ સત્સંગ કથાનું શ્રવણ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. પરિક્ષિત રાજા શુકદેવજીને પ્રશ્ન ભાગવતમાં કર્યાં છે ? માનવ માત્રનું કલ્યાણ થાય તેવું બતાવો ? અંતરમાં આત્મસ્વરૂપના દર્શન માટે સદ્ગુરુ આવશ્યક છે. માનવ જીવનનો ઘણો સમય નિદ્રામાં, અર્થોપાર્જનમાં, ગપ્પા મારવામાં, લૌકિક સુખો ભોગવવામાં, હસવા રડવામાં વ્યતિત થાય છે. માનવના કલ્યાણ માટે સદ્ગુરુનું શરણું લે જે જન્મ-મરણના ચક્રમાંથી ગર્ભાગ્નિથી બચાવશે.

ગુરુશિષ્ય જંગલમાં જતા હતા, સાયંકાળે અંધારું થતું ઝાડની નીચે આરામ કરતા હતા તેવામાં સર્પ કહે હું આ તમારા ચેલાને દંશ મારીશ, મારા પૂર્વ જન્મનો વેરી છે, પૂર્વ જન્મમાં મને માર્યો છે, સર્પને મારશો તો કોઈપણ યોનિમાં વેર વાળશે. ગુરુ કહે ભાઈ મારા શિષ્યની ભૂલ હશે. તુ એને ના કરડીશ કેમ કે તેને હજુ પરમાત્માના દર્શન થયા નથી, આત્મસ્વરૂપને બોધ થયો નથી. મને બધો અનુભવ થયો છે મને કરડ અને સદ્ગુરુએ શિષ્ય માટે પોતાનું બલિદાન આપ્યું. શું વસંત આ સ્વાર્થ ભરી સંસાર નગરીમાં કોઈ બલિદાન આપશે. શિષ્ય માટે ગુરુ પ્રાણનો ભોગ આપતા અચકાતા નથી. ગુરુને કંઈ લેવાની ભાવના નથી. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ત્રણેનું કાર્ય ગુરુ સંભાળે છે. બીજાનું દુ:ખ એ મારું દુ:ખ છે. તમો કોઈના દુ:ખ જોઈ ભાગીદાર થજો, સુખમાં નહી ગુરુ માનવ સમાજને આવા તો ઘણા દૃષ્ટાંતો કેમ કે દૃષ્ટાંત જ સિધ્ધાંત બને છે તે સમજાવે છે. ગુરુ કહે છે, હું સિધ્ધ છું. મારા મનમાં કોઈ વિકાર નથી, વાસના કે ભોગ-વિલાસ નથી. મારા શિષ્યમાં જે અહંકાર 'હું' કરું છું તેવો પાદ્દભાવ આ બધા વિષય વિકાસ દૂર કરી શિષ્યને નવું જીવનદાન અપે છે માતા સંતાનને જન્મ આપી સંસ્કારનો વારસો આપે છે, મારા સદ્ગુરુ આ લોક પરલોકના બંધનમાંથી મુક્ત કરી મોક્ષનો માર્ગ સરળ કરી આપે છે. પ્રભુનું મિલન ના થાય ત્યાં સદ્ગુરુ શિષ્યને રેઢા નથી મુક્તા દિલીપભાઈ, કેમ કે ગુરુને કોઈપણ વસ્તુ કે પદાર્થની ચાહ નથી. પરીક્ષિત રાજાને આત્મજ્ઞાન આપી મોક્ષ કરાવ્યો સુખદેવજીએ.

પરમાત્મા શ્રી કૃષ્ણ જગદ્ગુરુ છે. તે સદ્ગુરુરૂપે અધિકારી જીવાત્માની મળવા આવે છે. સદ્ગુરુત્વ નં ઈશ્વરતત્વ એક જ છે, સર્વ વ્યાપક છે, તેનો અનુભવ કરાવે છે. કુંભાર માટલાને થપાડા મારીને પાકા કર્યા પછી ભઠ્ઠામાં તપાવે છે પછી તે માટલું ઠંડુ પાણીની પ્યાસ બુઝો છે તેમ સદ્ગુરુ જીવનની આધી, વ્યાધિ, ઉપાધિનો તાપ મટાડી જીવાત્માને પરમ શાંતિનો અહેસાસ કરાવી મૃત્યુંનું દુ:ખ દૂર કરી, ફરી કોઈ યોનિ પુનરાવર્ત ના થાય તે માટે સદ્ગુરુ સમર્થ-તત્પરતાના આકાંક્ષી હોય છે.  બધાની કિંમત થાય વસંત સમર્થ સદ્ગુરુ હીરા તુલ્ય છે, કલ્યાણ કરશે.

- વસંત આઈ. સોની