Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : The amazing astronomy behind almanacs

તિથિનો ક્ષય અને વૃદ્ધિ: પંચાંગ પાછળનું અદ્ભુત ખગોળવિજ્ઞાન

Timeછેલ્લું અપડેટ : 02 Jul 2026
લાઇવ ટીવીGoogle News
તિથિનો ક્ષય અને વૃદ્ધિ: પંચાંગ પાછળનું અદ્ભુત ખગોળવિજ્ઞાન
સોર્સ : gstv

આકાશની ઓળખ-કુમારપાળ દેસાઈ

App Store

સામાન્ય રીતે ભારતીય સમાજમાં દરેક કાર્ય માટે મુહૂર્ત જોવામાં આવે છે અને તે જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે જોવામાં આવે છે તે સંબંધી જે પુસ્તક આદિ હોય છે તેને પંચાંગ અથવા ટિપ્પણું કહે છે. પંચાંગમાં તેના નામ પ્રમાણે તેનાં પાંચ અંગો છે, ૧. તિથિ, ૨. વાર, ૩. નક્ષત્ર, ૪. કરણ અને ૫. યોગ. તેમાં સૌથી પ્રથમ તિથિ આવે છે. અહીં આપણે તિથિ અંગે શાસ્ત્રીય તેમજ વૈજ્ઞાનિક અર્થાત્ ખગોળવિજ્ઞાન અનુસાર પૂજ્ય આચાર્ય નંદિઘોષસૂરીશ્વરજી મહારાજના 'જૈન વિશ્વકોશ'ના લેખ દ્વારા સમજ મેળવીએ.

સૌ પ્રથમ તો તિથિ કોને કહેવાય તે સમજવું જરૂરી છે. તિથિ એટલે સૂર્ય અને ચંદ્ર વચ્ચેનું અંશાત્મક અંતર. ચંદ્ર એક દિવસમાં એક નક્ષત્ર પસાર કરે છે. અમાસની પૂર્ણાહુતિ સમયે સૂર્ય અને ચંદ્ર જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે એક જ રાશિ, અંશ, કળા અને વિકળા ઉપર હોય છે. એટલે કે સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી એક જ પંક્તિમાં હોય છે અને તેમાં પણ સૂર્ય અને પૃથ્વીની વચ્ચે ચંદ્ર આવે છે અને ચંદ્રને ઉપગ્રહ કહેવાનું કારણ એ છે કે પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરે છે. સૂર્યની આસપાસ પરિભ્રમણ કરનાર અવકાશી ગોળાકાર પદાર્થને ગ્રહ કહે છે. જ્યારે તે ગ્રહની આસપાસ પરિભ્રમણ કરનાર અવકાશી પદાર્થને ઉપગ્રહ કહે છે. આ વ્યાખ્યા પ્રમાણે આપણી પૃથ્વી ગ્રહ અને તેની આસપાસ પરિભ્રમણ કરનાર ચંદ્ર ઉપગ્રહ છે. ચંદ્ર પરપ્રકાશિત હોવાથી સૂર્યનો તેની ઉપર પડતો પ્રકાશ પરાવર્તિત થઈ પૃથ્વી સુધી પહોંચે છે અને તે પ્રકાશિત ભાગ આપણને ચંદ્રની વિવિધ કળા સ્વરૂપે દેખાય છે. અમાસના દિવસે ચંદ્રનો પ્રકાશિત અર્ધ ગોળાકાર ભાગ સંપૂર્ણપણે સૂર્ય તરફ હોય છે. જ્યારે પૃથ્વી તરફ અપ્રકાશિત ભાગ હોવાથી અમાસના દિવસે ચંદ્ર જોઈ શકાતો નથી. આ પરિભ્રમણ પૂરું કરતાં લગભગ ૨૯ દિવસ અને ૬ કલાક લાગે છે. પૂરા ૩૦ દિવસ લાગતા નથી તેથી ચાંદ્રમાસમાં ક્યારેક ૨૯ દિવસ આવે છે.
તિથિ એટલે સૂર્ય અને ચંદ્ર વચ્ચેનું અંતર. આ અંતર, ૧૩ અંશનું હોય છે. જોકે ખરેખર આ અંતર માત્ર ૧૨ અંશનું જ હોય છે. પરંતુ ચંદ્ર ૧૨ અંશ જેટલો આગળ જાય ત્યારે એક દિવસમાં સૂર્ય પણ ચંદ્રની પાછળ પાછળ એક અંશ જાય છે એટલે ૧૨ અંશનું અંતર પૂર્ણ કરવા ચંદ્રને એક અંશ વધુ આગળ જવું પડે છે. અર્થાત્ બીજા માસની અમાસના દિવસે સૂર્યની સમપંક્તિ આવવા માટે ચંદ્રને ૩૬૦ અંશ નહિ પણ ૩૯૦ અંશ ગતિ કરવી પડે છે. એક તિથિ માટેનું ૧૩ અંશનું અંતર કાપતાં ચંદ્રને સામાન્ય રીતે એક દિવસ લાગે છે પરંતુ ચંદ્રની ગતિ હંમેશના માટે એકસરખી હોતી નથી. તેનું કારણ સૂર્ય અને અન્ય ગ્રહોનું ગુરૂત્વાકર્ષણ બળ છે. સામાન્ય રીતે કોઈ પણ ગ્રહ કે ચંદ્ર સૂર્યની નજીક જતો હોય ત્યારે સૂર્યના ગુરૂત્વાકર્ષણ બળના કારણે તેની ગતિ વધી જાય છે અને સૂર્યથી તે દૂર જતો હોય ત્યારે તેની ગતિ ધીમી પડી જાય છે. આ જ કારણે જ્યારે ચંદ્રની ગતિ વધારે હોય ત્યારે તેને ૧૩ અંશનું અંતર કાપતાં ૨૪ કલાક કરતાં ઓછો સમય લાગે છે. તેથી તિથિ ક્યારેક ફક્ત ૨૨ કલાકની પણ હોઈ શકે છે. તે રીતે ચંદ્રની ગતિ ધીમી હોય ત્યારે તેણે ૧૩ અંશનું અંતર કાપતાં ૨૪ કલાક કરતા વધુ સમય લાગે છે. તેથી તિથિ ક્યારેક ૨૭ કલાકની હોઈ શકે છે.

સૂર્ય ચંદ્ર વચ્ચેનું આ ૧૩ અંશનું અંતર દિવસે કે રાત્રિ દરમિયાન ગમે ત્યારે પૂર્ણ થઈ શકે છે અને જ્યારે એ અંતર પૂર્ણ થાય તે સાથે જ નવી તિથિનો પ્રારંભ થઈ જાય છે. વળી આ રીતે તિથિના પ્રારંભ કે પૂર્ણાહુતિને પૃથ્વી પરના દિવસ કે રાતની સાથે અથવા સૂર્યોદય કે સૂર્યાસ્તની સાથે કોઈ સંબંધ નથી. અને આ ઘટના આકાશીય ઘટના છે. તેને પૃથ્વીના અક્ષાંશ કે રેખાંશની સાથે પણ કોઈ સંબંધ નથી તેથી તિથિના પ્રારંભ કે પૂર્ણાહુતિ સમગ્ર વિશ્વમાં એક સાથે જ થાય છે. તે રીતે નક્ષત્રના પ્રારંભ અને પૂર્ણાહુતિને પણ પૃથ્વીના દિવસ-રાત કે સૂર્યોદય-સૂર્યાસ્તની સાથે સંબંધ ન હોવાથી નક્ષત્રનો પ્રારંભ અને પૂર્ણાહુતિ સમગ્ર વિશ્વમાં એક સાથે જ થાય છે.

હિંદુ પંચાંગમાં તેના નિયમ પ્રમાણે તે દિવસના સૂર્યોદય વખતે જે તિથિ ચાલુ હોય તે તિથિ તે દિવસે ગણવામાં આવે છે. આ જ કારણે જ્યારે તિથિ નાની કે મોટી આવે ત્યારે તિથિના ક્ષય-વૃદ્ધિ આવે છે. જ્યોતિષશાસ્ત્રના ગ્રંથોમાં જણાવ્યા પ્રમાણે એક જ વારમાં ત્રણ તિથિ ભોગવાતી હોય અર્થાત્ વચલી તિથિ સંપૂર્ણ ભોગવાતી હોય અને તેની પહેલાંની તિથિ અને પછીની તિથિનો પણ થોડો થોડો અંશ ભોગવાતો હોય તો તેમાંની વચલી તિથિને ક્ષય તિથિ કહે છે. જ્યારે એક તિથિ ત્રણ વારને સ્પર્શતી હોય તો તે તિથિને વૃદ્ધિ તિથિ કહે છે.

હવે તેને એક ઉદાહરણ સાથે જોઈએ. વર્તમાન વિક્રમ સંવત ૨૦૭૪ના વર્ષમાં તિથિના ક્ષયનું ઉદાહરણ જોઈએ, તો જન્મભૂમિ પંચાંગમાં કાર્તિક વદ-૧, તા. ૫ નવેમ્બર સવારે ૭.૪૧ મિનિટે પૂર્ણ થાય છે, તે દિવસનો મુંબઈનો સૂર્યોદય ૬.૪૧ મિનિટનો છે. મતલબ કે સૂર્યોદય પછી એક કલાક સુધી કાર્તિક વદ-૧ રહે છે, અને ૭.૪૧ મિનિટે બીજની તિથિ શરૂ થાય છે. આ બીજ ચંદ્ર ગતિ વધુ હોવાથી બીજા દિવસના અર્થાત્ તા. ૬ નવેમ્બરના સવારે સૂર્યોદય પહેલાં ૪.૧૯ મિનિટે પૂરી થઈ જાય છે અને ત્રીજ શરૂ થઈ જાય છે. મતલબ કે બીજ તિથિ એક પણ સૂર્યોદય સમયે અસ્તિત્વ ધરાવતી નથી. તેથી કાર્તિક વદ-૨ નો ક્ષય ગણાય છે. વારની પ્રવૃત્તિ એક દિવસના સૂર્યોદયથી બીજા દિવસના સૂર્ય સુધી થાય છે. તેથી એક વારમાં અર્થાત્ અહીં રવિવારમાં એકમ, બીજ અને ત્રીજ એમ ત્રણ તિથિ ભોગવાય છે. એમાંથી વચલી તિથિ બીજ એક પણ દિવસના સૂર્યોદયને સ્પર્શતી ન હોવાથી જ્યોતિષશાસ્ત્રમાં તેનો ક્ષય ગણાય છે. આ ક્ષય તિથિ મુહૂર્ત તરીકે લેવાતી નથી.

જૈન પંચાંગમાં પણ આ જ રીતે તિથિની ક્ષય-વૃદ્ધિ થાય છે પરંતુ બાર પર્વ તિથિ એટલે કે સુદ પખવાડિયાની બીજ, પાંચમ, આઠમ, અગિયારસ, ચૌદશ અને પૂનમ તથા વદ પખવાડિયાની બીજ, પાંચમ, આઠમ, અગિયારસ, ચૌદશ અને અમાસ, એમ કુલ બાર પર્વતિથિની લૌકિક પંચાંગમાં ક્ષય-વૃદ્ધિ આવે ત્યારે આરાધના માટે આ બાર પર્વ તિથિની ક્ષય-વૃદ્ધિ કરવામાં આવતી નથી પરંતુ ઢ્ઢ્પ્ખ્ત ક્હશ્ન્ી ેંણેંપ્ર: દ્વ્પ્ી, શ્નરૂફ્ર્ખ્ત દ્વ્પ્ી ણપ્ર્ખ્તત્ઝ્ - શાસ્ત્રવચન અનુસાર બીજ, પાંચમ, આઠમ, અગિયારસ, ચૌદશ અને તેરસનો ક્ષય કરવામાં આવે છે. અને ચૌદશ-પૂનમ તથા ચૌદશ-અમાસ જોડિયા પર્વતિથિ હોવાથી તેના ક્ષયમાં પણ તેરસનો જ ક્ષય કરવામાં આવે છે. તે જ રીતે લૌકિક પંચાંગમાં બે બીજ, બે પાંચમ, બે આઠમ, બે અગિયારસ કે બે ચૌદશ કે બે પૂનમ અથવા બે અમાસ આવે ત્યારે બીજી તિથિને અખંડ રાખી પૂર્વની તિથિની વૃદ્ધિ કરવામાં આવે છે. એટલે કે બે બીજ આવે ત્યારે બે સાતમ, બે અગિયારસ આવે ત્યારે બે દશમ અને બે ચૌદશ કે બે પૂનમ કે બે અમાસ આવે ત્યારે બે તેરસ કરવામાં આવે છે.

બીજી મહત્વની વાત એ છે કે જ્યોતિષશાસ્ત્રમાં અને સામાન્ય લોકમાં બધે સૂર્યોદય વખતે જે તિથિ હોય તે આખા દિવસની તિથિ ગણાય છે. પરંતુ જૈન સમાજના કોઈક ગચ્છ કે સંપ્રદાયમાં સાંજે પ્રતિક્રમણની વિધિ કરતી વખતે અર્થાત્ સૂર્યાસ્ત વખતે જે તિથિ હોય તે તિથિ ગણવાની પણ પરંપરા છે. તેથી ક્યારેક એક પરંપરામાં ચોથ હોય અને તે ચોથ જો સૂર્યોદય પછી અને સૂર્યાસ્ત પહેલાં તે પૂર્ણ થઈ જતી હોય તો બીજા ગચ્છ કે પરંપરામાં તે જ દિવસે પાંચમ પણ હોઈ શકે છે. આમ તિથિની વ્યવસ્થા ચંદ્રના સૂર્ય સાથેના અંશાત્મક અંતરના આધારે નક્કી થાય છે.

અહીં બતાવેલી ચંદ્રની કળાઓમાં સૂર્ય અને ચંદ્ર પૃથ્વી સાથે ૦ અંશ રચતા હોય તો અમાસની પૂર્ણાહુતિ અને એકમની શરૂઆત ગણાય છે. જો ચંદ્ર અને સૂર્ય પૃથ્વી સાથે ૯૦ અંશનો ખૂણો બનાવે તો સુદ આઠમ થાય છે, જો ચંદ્ર અને સૂર્ય પૃથ્વી સાથે ૧૮૦ અંશનો ખૂણો બનાવે તો પૂનમ અર્થાત્ પૂર્ણિમા થાય છે અને ચંદ્ર, સૂર્ય, પૃથ્વી સાથે ૨૭૦ અંશનો ખૂણો બનાવે તો વદ આઠમ થાય છે. આ રીતે તિથિનો આધાર સંપૂર્ણપણે ચંદ્ર અને સૂર્યની સ્થિતિ ઉપર છે.