Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Shri Krishna Pragatya Janmashtami

Dharmlok: શ્રી કૃષ્ણ પ્રાગટય જન્માષ્ટમી 

Timeછેલ્લું અપડેટ : 14 Aug 2025
લાઇવ ટીવીGoogle News
Dharmlok: શ્રી કૃષ્ણ પ્રાગટય જન્માષ્ટમી 
સોર્સ : GSTV

- મુકેશભાઈ ભટ્ટ

App Store

મારો શ્યામ આવે છે, ઘનશ્યામ આવે છે

મથુરાની જેલમાંથી ગોકુળ આવે છે

વસુદેવજીના શિરે બિરાજી રંગ જમાવે છે

સતયુગમાં સનત્કુમારો દ્વારા શાપિત વૈકુંઠના દ્વારપાળો જય-વિજય પ્રથમ હિરણ્યાક્ષ-હિરણ્યકશ્યપ થયા. ત્રેતાયુગમાં રાવણ-કુંભકર્ણ થયા ત્યારબાદ દ્વાપરયુગમાં દંતવકત્ર અને શિશુપાલ થયા. તે સમયે મથુરામાં કાલનેમિ કંસ થયો. બીજી તરફ કૌરવો, જરાસંઘ, નરકાસુર, કાલયવન, અધાસુર, બકાસુર, પ્રલંબાસુર, પૂતના, કેશી, તૃણાવર્ત જેવા અસુરોના અત્યાચારથી પૃથ્વી ઉપર પાપોનો બોજ વધતો ગયો. જેનો ઘડો ભરાતા જ બ્રહ્માજીની અધ્યક્ષતામાં પૃથ્વીરૂપી ગાય, દેવો સૌએ સાથે મળી શેષશાયી નારાયણની આર્તસ્વરે સ્તુતિ કરી. પ્રભુએ મથુરાના કારાગૃહમાં વસુદેવ-દેવકીની ગોદમાં શ્રી કૃષ્ણરૂપે પ્રગટ થવાનું વચન દીધું. 'મેં મથુરામેં આઉંગા, મૈં ગોકુલ મેં જાઉંગા સાવન કો આને દો.' આમ શ્રાવણ વદ આઠમને બુધવારે રાત્રીના બાર વાગે પૂર્ણ બ્રહ્મ પરમાત્માનું પુનિત પ્રાગટય થયું. સંસારને નિંદ્રધીન કરી શ્રી યમુનાજીને ચરણસ્પર્શ કરાવી શ્રી ગોકુલ પધાર્યા. નોમના પ્રાતઃ કાલે શ્રીનંદ મહોત્સવ યોજાયો. શ્રીનંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલકી, બ્રાહ્મણ કો દાનદીયો હાથી ઘોડા પાલખી ના નાદથી વ્રજ ગુંજી ઉઠયું. ૫૨૦૦ ધર્મોધ્ધારક, ધર્મધુરંધર શ્રી કૃષ્ણ પ્રભુનો સર્વત્ર જયજયકાર હો. સર્વે વૈષ્ણવોને વધાઈ હો વધાઈ.