Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Self-knowledge is the only ultimate key to attaining salvation.

Dharmlok : સંસાર સાગરથી મુક્તિનો માર્ગ, આત્મજ્ઞાન જ મોક્ષ મેળવવાની એકમાત્ર અંતિમ ચાવી

Timeછેલ્લું અપડેટ : 19 Mar 2026
લાઇવ ટીવીGoogle News
Dharmlok : સંસાર સાગરથી મુક્તિનો માર્ગ, આત્મજ્ઞાન જ મોક્ષ મેળવવાની એકમાત્ર અંતિમ ચાવી
સોર્સ : gstv

- તત્વચિંતક વી. પટેલ

App Store

આત્મિક સત્યમાં સ્થિત થઈને મન પર કાબૂ, મનની શુધ્ધતા, ઇન્દ્રિયો પર કાબૂ અને તેના રસોથી મુક્ત થવું.  ૩. આત્મિક સત્ય સ્વરૂપ થઈને કર્તાભાવ અહંકાર અને ફળની આશાથી મુક્ત થઈને સત્યના આધારે પુરુષાર્થ કરી ધનનું ઉપાર્જન કરવું અને આ ધનને વસ્તુને કે પદાર્થને  પરમાત્માનો પ્રસાદ છે તે, માંરી સાધનાનું ફળ છે, એમ અંતરથી માની તેનો માત્રને માત્ર જીવનમાં  ઉપયોગ જ કરવો, આમ  અંતરની શુદ્ધ આત્મશ્રદ્ધા અને અભિપ્સા ધારણ કરવા અને ધનોપાર્જનના ઉપભોગથી બચવું આમ સમગ્ર, જીવનમાં સંમતા ધારણ કરી જીવન સુખ દુખને કોઈપણ જાતની અંતરની પ્રતિક્રિયા વિના સહન કરવા એજ જીવન બને છે, જીવન આખું પરિવર્તનશીલ છે માટે સુખ દુખ તો આવવાના જ, આમ પૂર્ણ રીતે સ્વતંત્ર ચિત્ત કરી આમ શંમ, દમ, ઉપરથી, તીતીક્ષા અને સમાધાનમા સ્થિત થઈને જીવન જીવવુ,જોઈએ.

૪. જીવનમાં આત્મિક સત્ય સ્વરૂપ થઈને આત્માના અવાજને સાંભળી  સમજી જાણી તેના આદેશ અનુસાર જ આંતરભાવોથી મુક્ત થવા માટેની અંતરની સત્વ સંશુદ્ધ મનથી તીવ્ર અભિપ્સા રાખીને જીવન જીવવું જ્ઞાન યોગદ્વારા જ્ઞાન પ્રાપ્તિની આખી પ્રક્રિયા સમજી લેવી જરૂરી બને છે, આમાં માત્રને માત્ર આંતરસાધના  કરવાની રહે છે. પરમ તત્વ પરમાત્મા તું પોતે જ છો એટલે તત્વમસી તું જ છો તેનું નિરંતર  સત્વ સંશુદ્ધ મન દ્વારા શુધ્ધ અંતકરણપૂર્વક આંતરિક રીતે સતત અસ્ખલિત રીતે રટણ જ કરવાનું છે.

જે કઈ જીવનમાં પરમ મૌન થતાં આત્મામાંથી સંભળાયું તેનું ગહન ચિંતન મનન કરવાનું છે. અને તે  દ્વારા આજ મારુ પરમ જ્ઞાન છે, તે જાણવું  બહાર ક્યાંય પણ ફાંફાં મારવાના નથી, આમ ધીરે ધીરે તમામ શંકાઓ સંશયો નાબૂદ થતાં જ જશે અને અભય આવતું જશે,અભય અને સાક્ષી ભાવ એજ પરમાત્મ અવસ્થા છે એટલું જાણો. આમ જ્યારે નિદિધ્યાસન  જ્યારે બૌધિક રીતે સત્ય સમજી  જાય જાણી  લેવાય ત્યારે તેને અનુભવમાં ઉતારવા માટે ગહન ઊડું  આંતર ધ્યાન કરવું જરૂરી બને છે. (ક્રમશ:)