Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Sahiyar Confusion / gstv

Sahiyar : મૂંઝવણ 

Timeછેલ્લું અપડેટ : 17 Jun 2025
લાઇવ ટીવીGoogle News
Sahiyar : મૂંઝવણ 

- મારા પતિ અત્યંત સેક્સી  છે. તે મારી સાથે સંભોગ નથી કરતાં. પરંતુ ગણિકાઓ સાથે સંબંધ બાંધે છે.  શું તેનાથી તેમને એઈડ્સ કે અન્ય બીમારી લાગુ પડી શકે? 

App Store

* મારી પત્ની પોતાની મરજી અને ખુશીથી મારું લિંગ મુખમાં લઈ મુખમૈથુન કરે છે.  પણ વીર્યસ્ત્રાવ પછી મને એવું લાગે છે  જાણે મેં પાપ કર્યું છે. શું આ પાપ છે?

એક યુવક ( ભરુચ)

* ના, મુખમૈથુન કરવામાં કોઈ પાપ નથી કે તેમાં કોઈ નુકસાન પણ નથી. વળી તમે તમારી પત્ની પાસેથી આ કાર્ય પરાણે નથી કરાવતાં.  પરંતુ તે પોતાની મરજીથી મુખમૈથુન કરે છે. તેથી તમને આ બાબતે ચિંતા કરવાનું કોઈ કારણ નથી. 

* હું ૩૨ વર્ષની પરિણીત અને બે સંતાનોની  માતા છું. મારા  પતિ અત્યંત સેક્સી  છે. પણ  મારા સંતાનોના જન્મ બાદ તેઓ મારી સાથે સંભોગ નથી કરતાં. પરંતુ ગણિકાઓ સાથે સંબંધ બાંધે છે.  શું તેનાથી તેમને એઈડ્સ કે અન્ય બીમારી લાગુ પડી શકે? શું હવે તેઓ મારી સાથે સંબંધ બાંધે તો મને પણ બીમારી થઈ શકે?

એક યુવતી (ભરુચ)

* તમારા પતિ ગણિકાઓ સાથે સંભોગ કર્યા પછી તમારી સાથે સંબંધ નથી બાંધતા એ તમારા માટે મોટી રાહતની વાત  છે. દેહવ્યવસાય કરતી સ્ત્રીઓ સાથે સંબંધ બાંધ્યા પછી તેમને એઈડ્સ સહિત કોઈપણ સંસર્ગજન્ય બીમારી થવાનું અનેકગણું જોખમ રહે  છે. અને જો તેઓ આવી કોઈ વ્યાધિના ભોગ બન્યા પછી તમારી સાથે અસુરક્ષિત સંબંધ બાંધે તો તમને પણ તે બીમારી થવાની પૂરેપૂરી શક્યતા રહે.

* હું ૩૨ વર્ષની ગૃહિણી છું, અને છેલ્લાં ૪ વર્ષથી છીંકો આવવાના કારણે પરેશાન છું. એકવાર છીંક આવવા લાગે છે તો ૬-૭ વાર છીંક આવે પછી જ આરામ થાય છે. એમાં ૩-૪ વખત ઈ.એન.ટી. નિષ્ણાતની સલાહ લઈ ચૂકી છું.  જ્યાં સુધી દવા લઉં છું, ત્યાં સુધી આરામ રહે છે, પરંતુ દવા બંધ કરું કે તરત જ મુશ્કેલી ફરીવાર શરૂ થઈ જાય છે. શું આ માટે કોઈ કાયમી ઉકેલ શક્ય છે?

એક સ્ત્રી (રાજકોટ)

* વારંવાર છીક આવવી અને શરદી થવી એ નાકની એલર્જી થવાનું લક્ષણ છે. એના પર કાબૂ મેળવવા માટે એ જરૂરી છે કે તમે ધૂળ, ધૂમાડો, ફૂલોની રજ, પશુપક્ષીઓના વાળ, પાંખો, ચામડી વગેરેથી દૂર રહો. પોતાના ઓશીકાં, ચાદર, ગાદલાં એટલે કે આખી પથારીને દર અઠવાડિયે ઓછામાં ઓછું ૧ વાર તડકામાં જરૂર તપાવો. ઓશીકાંના કવર અને પથારીની ચાદર દર અઠવાડિયે બદલો અને તેને ગરમ પાણીમાં ધુઓ. પડદા પર ટેનિક એસીડ સાધારણ ઓગાળીને છંટકાવ કરો. આ ઘોળમાં ચાની પત્તીની ૨ પડીકી એક લીટર પાણીમાં ઓગાળીને તૈયાર કરી શકાય. આ સાથે સાથે જ્યાં સુંધી શક્ય હોય, જૂના પુસ્તકો અને કાગળોના સંપર્કથી દૂર રહેવાનું રાખો. ઘરમાં સાફસફાઈ થતી હોય તે વખતે ત્યાંથી દૂર રહેવું. ડોક્ટરની સલાહ લઈને એન્ટિએલર્જીક દવા નિયમિત લો. ખાસ સ્ટીરોઈડ યુક્ત સ્પ્રેનો ઉપયોગ કરવાથી પણ રોગ પર કાબૂ મેળવી શકાય છે. સ્પ્રેની વિશેષતા એ છે કે તેની મદદથી દવા સીધી નાકમાં જઈ શકે છે. 

* હું ૨૧ વર્ષનો કુંવારો યુવક છું. મને છેલ્લા  પાંચ વર્ષથી હસ્તમૈથુનની આદત છે. અઠવાડિયામાં ચારેક વાર હસ્તમૈથુન કરું છું. આને કારણે મારું વજન એકદમ ઘટી ગયું છે અને લિંગની લંબાઈ ઓછી થઈ ગઈ છે. ઉત્તેજિત અવસ્થામાં પણ લિંગનુ કદ નાનું અને ત્રાંસુ લાગે છે. મારા વૃષણ પણ દબાઈ ગયા છે. શું આની અસર મારા લગ્નજીવન પર પડશે?

એક યુવક (અમદાવાદ) 

* હસ્તમૈથુનથી વજન નથી ઘટતું. એકવાર હસ્તમૈથુન કરો એમાં જેટલી કેલેરીનો વ્યાપ થાય છે એટલી તમને અડધા ગ્લાસ લીંબુના શરબતમાંથી મળી રહે છે. તમે રોજ હસ્તમૈથુન કરો તો પણ કમજોરી નહીં આવે. વજન ઊતરવાનું કારણ છે હસ્તમૈથુન વિશેના ખોટા વહેમો કે ખયાલો. ઘણી વખત માણસ હસ્તમૈથુનથી શું થશે, વજન ઊતરી જશે, હું નપુંસક થઈ જઈશ, મને ટીબી થશે એવા વિચારો કરતો હોય છે. એને કારણે તે ડિપ્રેશનમાં આવી જાય છે, તેની ઊંઘ ઊડી જાય છે,  ફિલ્મ જોવાની ઈચ્છા ખતમ થઈ જાય છે, ભૂખ મરી જાય છે, મન ઉદાસ રહ્યા કરે છે અને કોઈ વાર આપઘાતનાં વિચારો પણ આવી જાય છે. આને પરિણામે વજન ઊતરી જાય છે. હસ્તમૈથુનના કારણે લિંગ નાનું થવાનો પ્રશ્ન જ નથી આવતો, કારણ કે એમાં કોઈ સ્નાયુ નથી. ૧૮-૨૦ વર્ષે એક અવસ્થાએ પહોંચ્યા પછી લિંગ નાનુ-મોટું થઈ શકતું જ નથી. જેમ મૈથુન કરવાથી ઈન્દ્રિયમાં વાંકાપણું નથી આવતું એ જ રીતે હસ્તમૈથુનના કારણે પણ શિશ્નમાં કોઈ જાતની વક્રતા નથી આવતી. થોડી ઘણી ઈન્દ્રિય તો બધાની વાંકી હોય છે. કોઈની ઈન્દ્રિય સીધી નથી હોતી. ઈન્દ્રિય થોડી ડાબે હોય કે જમણે, યોનિમાર્ગમાં જવાની તો સીધી જ. વૃષણ દબાતો નથી, તમે જે જુઓ છો એ વૃષણની કોથળી છે.  વૃષણ અંદર હોય છે જેમાં મૈથુનને હિસાબે કોઈ ફેરફાર નથી થતો. વૃષણનું ઉપર-નીચે થવાનું કારણ વાતાવરણની ઠંડી કે ગરમી પર આધાર રાખે છે. તમારા લગ્નજીવન પર આની કોઈ વિપરીત અસર નહીં પડે.

- અનિતા

ટોપિક્સ:Sahiyargstv newsmagazine