Sahiyar : વાચકની કલમ

માનવ માનવ થકી ઉજળો
ન જાણે આ સમય ક્યાં વહી ગયો,
કેટલા એ સવાલોના જવાબો
અધૂરી મૂકી ગયો
ન જાણ્યું, ન વિચાર્યું સમય સાથે
જાણે બધું જ બદલાયું
સમયની હવા કંઈક એવી
રીતે ચાલી કે બધાં જ,
સ્વપ્નનાઓ પોતાની સાથે જ
ઊડાડી ગઈ.
આંખો જે શોધતી હતી,
તે ક્યારે ક્યાંય ખોવાઈ ગયું
સમજાયું જ નહીં કે સમય સાથે,
બધું જ વિસરાઈ ગયું.
લાગતું હતું કે સમયને પકડી લઈશ,
પણ એ તો બસ ક્ષણવારમાં
જ સરીગયો
'સમય'તે તો દોસ્ત ગજબ કરી
હતી બંધ મારી આંખો,
તે તો એને ઊગાડી દીધી.
'સમય'તારો રંગ એવો લાગ્યો કે
જીવનનો રંગ મને સમજાઈ ગયો.
'હે સમય' છે 'સલામ તુજને'
તું તો વગર કહે
ઘણં બધું કઈ ગયો.
'સમય'લાગતું હતું કંઈક એવું મને
'તું તો મારો છે'
પણ ખબર પડી કે તું તો
'કોઈ નો જ નથી.'
નિમિષા છેડા (બોરીવલી- યોગી રત્ન)
હૃદયની વ્યથા કથા
આપના અઘરો જોઈને થાય છે,
શાં કાજે સૌના મન લોભાય છે?
રોઈ રોઈને આંખો એ દરિયો કર્યો,
આંખથી ક્યાં આંસૂડા રોકાય છે?
આપનાં સપનાં જોવા આંખો મીંચુ,
આંખડી ખુલતાં જ ચાલ્યાં જાય છે,
આપ શું સમજો હૃદયની વ્યથા કથા,
આપને ક્યાં દર્દ એવું થાય છે
સગાંસંબંધી સહુ જોઈ લીધાં છે,
મુસીબતોમાં સાચાં સગાં પરખાય છે,
આપ નથી તો મહેફિલમાં રંગત નથી
મહેફિલમાં આપની ખોટ વરતાય છે.
યોગેશ આર. જોશી (હાલોલ)
બારી
તું દૂર હોય કે પાસ
તારો ચહેરો જોયા કરું છું
આંખોની બારીએથી
પાનખરની રાત હોય કે
સવાર હોય વસંતની
હું સુણ્યાં કરું છું
તારા મધુર ટહુકાઓ
આંખોની અગાસી પરથી
હોય પર્વતનો ઢાળ કે મેદાન કે
ગાઢ જંગલ
હું તને નીરખ્યા કરું છું
વહેતાં ઝરણાંની જેમ
આંખોના કિનારેથી
આવી જાય તું સાવ સમીપ
જ્યારે હું ચાહુ તને
મારી બંધ આંખોની બારીએથી
પ્રફુલ્લચંદ્ર ર. શાહ (મુંબઈ)
તને ક્યાં ફર્ક પડવાનો છે
શબ્દ વગર વર્ણન કરું, એ છે મારો પ્રેમ
અડયા વગર સ્પર્શ કરું ,એ છે મારો પ્રેમ
જેના વગર ઋણ અધુરી, એ છે મારો પ્રેમ
પાનખરે આવે વસંતની યાદ,
એ છે મારો પ્રેમ
હર પ્રભાતે ઓશ બૂંદ થૈ પ્રગટે,
એ છે મારો પ્રેમ
મધ દરિયે લાગે પ્યાસ,એ છે મારો પ્રેમ
તૂ દૂર તોય વહે અપાર લાગણી,
એ છે મારો પ્રેમ
તારા નામ માત્રે ભાવવહી પડે,
એ છે મારો પ્રેમ
મળવાની નથી છતાં રાહ જોઉં,
એ છે મારો પ્રેમ
ગમે જેલથું તને ક્યાં ફર્ક પડશે,
એ છે મારો પ્રેમ
'મીત'- સુરત
હૈયાની ભીતર
હૈયાની ભીતર કેટલું સળગે,
એ તું ક્યાંથી જાણે?
કોણ ક્યારે કેટલું વળગે,
એ તું ક્યાંથી જાણે?
અંદરથી કાળું મેશ અને,
બહારથી ઊજળું, સોનાની માફક ચળકે,
એ તું ક્યાંથી જાણે? પૂનમના અજવાળાની
આભાસી ચાદર ઓઢી
કોહિનૂર હીરા જેમ કે,
એ તું ક્યાંથી જાણે?
સ્વ ની આસપાસ રાચતી
સ્વાર્થીને મતલબી આ,
જગમાં કોણ પોતાનું સમજે,
એ તું ક્યાંથી જાણે?
મહેફિલમાં ચારે બાજુએથી
જ ઘેરાયેલું તેની,
એક ઝલક જોવાને જોવા તરસે,
એ તું ક્યાંથી જાણે? કલાકો સાથે વિતાવ્યા
પછી પણ પ્રિયજનની,
પળની મુલાકાતને તડપે,
એ તું ક્યાંથી જાણે?
દર્શિતા બાબુભાઈ શાહ 'સખી' (અમદાવાદ)
રાધા
માનવ છે,માનવ થકી ઉજળો જહા એ
માનવ-માનવ કાજે સહારો
પોષાય છે જ્યાં
માનવતાની મિશાને માનવ છે,
ઉજળો પ્રાણી માત્ર દયા,
કરુણા દાખવીને ઉજળો જ્યાં
માનવ જન્મ છે,
સર્વને માટે આદાન-પ્રદાન કાજે
કુદરતની કૃપા દ્રષ્ટિ
બની રહે છે,વસુંધરાએ
દેશ-વિદેશની ધરતી પર
નામ રોશન કરે છે.
સંસાર સાગરે વિજાતીય
પાત્રે મિત્રતા કેળવે જ્યાં
સહભાગીતા કેળવીને
જીવનનૈયા હંકારે છે
ધર્મ-કર્મની વેદી પર છે
માનવ છે,ઉજળો જ્યાં
માનવ માનવ થકી,
ઊજળો સમજાય છે, જ્યાં....
પરેશ જે. પુરોહિત (કલોલ- રણાસણ)
મન ચાહે છે કે...
કીડીના પગમાં ઝાંઝર પહેરાવી દઉં...
હારબંધ ઊડતાં પંખીઓની
કતારમાં જોડાઈ જાઉં...
સરસર સરકતી સરહરાટવાળી
હવાના મોજા પર સવાર થાઉં...
ઝરણાના વહેણના
શોરબકોરના સંગીતની
અડાબીડ ઉગેલા કોઈ પર્વત
પરની વૃક્ષોની શોભા
પણ મ્હાલું...
પહાડની ટોચ પરથી
પસાર થતી કાળી વાદળીઓનો
નજરો અનુભવું છું...
જંગલમાં નર્તન કરતાં
મોરના ચોતરપ ફેલાયેલા પંખની
નજાકત ચાહું...
કુહુ કુહ બોલતી
માર્દવ કંઠવાળી
કોકિલાના કામણની
ચાહત મેળવું...
પ્રભુના ચરણોમાં ફૂલબની
જીવન મહેંકતું થાય તેવી
ખેવના ઊરમાં રાખું...
પુજાની થાળીમાંના પ્રજ્વલ્લિત
દીપકની જ્યોતિ
બની રહું...
પર સેવા કાજે જાત ઘસી
નાંખી મારું માનવજીવન
સાર્થક કરું એ જ અભ્યર્થના...
જિતેન્દ્ર કનૈયાલાલ પંડયા (આણંદ)
મૃગજળ છે
અર્ધી પ્યાલી ઝાકળ છે,
આભે કોરાં વાદળ છે.
દોડી આંબી શકશું ના
નસીબ ખૂબ જ આગળ છે
સરવૈયુ સરભર ક્યાંથી?
જમા-ઉધારે અટકળ છે
બીજ ફૂટશે કવિતામાં
શબ્દ ભોમકા સમથળ છે
વર્તમાન જો વશમાં હો ,
ભાવિ અંતે ઉજ્જવળ છે.
એક વાર એકાંતે જો,
ભીતર કેવું ઝળહળ છે?
દોડ આંધળી મૂકી પણ
સામે કેવળ મૃગજળ છે.
ડો.નટુભાઈ પ્ર. પંડયા (ભાવનગર)
મૂલ્યોની સમજ
એક ટકોરે તો ઘણું સમજી લેશું
એક ફૂલ તો ઘણું સજી લેશું
અધૂરા હોય તેને અપારની અપેક્ષા
નાના ખોબે જોઈતું હો એ ભરી લેશું
બાકી તો જગમાં છે ઘણું ઝાંપા મારવા
પગલે પગલે ઘણું હાંસલ કરી લેશું.
અમારે સરોવરની જરૂરત તો નથી...
એક એક બુન્દે તૃષા-તૃપ્ત કરી લેશું...
જિંદગીમાં સંતોષ જેટલી
ચીજ છે ખરી...
પળપળે સરકતાં મૂલ્યો સમજી લેશું...

