Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Rajarajeshwar Srihari: Himself the king of kings, but with his devotion he is granted the boon of detachment

Ravi Purti: રાજરાજેશ્વર શ્રીહરિ: સ્વયં શૃંગારપ્રિય અને રાજાધિરાજ, પરંતુ તેમની ભક્તિથી વૈરાગ્યનું વરદાન!

Timeછેલ્લું અપડેટ : 26 Apr 2026
લાઇવ ટીવીGoogle News
Ravi Purti: રાજરાજેશ્વર શ્રીહરિ: સ્વયં શૃંગારપ્રિય અને રાજાધિરાજ, પરંતુ તેમની ભક્તિથી વૈરાગ્યનું વરદાન!
સોર્સ : GSTV

- સનાતન તંત્ર

App Store

- બ્રહ્મચારી પરખ ઓમ

વૈષ્ણવ ઉપાસનાનું એક અભિન્ન અંગ એવા શ્રીવિષ્ણુસહસ્રનામ સ્તોત્ર અંગે માંડેલી ગોષ્ઠિમાં આગળ વધીએ. ભગવાન શ્રીહરિ સ્વયં શૃંગારપ્રિય છે, અલંકૃત છે, રાજાધિરાજ છે પરંતુ વૈરાગ્યદાતા છે. ભગવાન નારાયણનો સદેહે સાક્ષાત્કાર કરનારા સિદ્ધપુરુષ ઓમ સ્વામીએ જણાવ્યું હતું કે 'દેવી માની ઉપાસના થકી સાંસારિક ઐશ્વર્ય, સમૃદ્ધિ, અંતરમનની નિર્મળતા પ્રાપ્ત થાય છે; અને ભગવાન વિષ્ણુની ભક્તિ પરમ વૈરાગ્ય અને અસીમ શાંતિનું વરદાન મળે છે.'

આનો અર્થ એવો પણ નથી કે ભગવાન વિષ્ણુ પોતાના ભક્તનું સઘળું ઐશ્વર્ય છીનવી લઈને એમને વૈરાગ્ય આપે છે. ખરેખર તો એ ભક્તિ અને મુક્તિદાતા છે. પોતાના ભક્તને ઐશ્વર્ય આપવું એ એમનું કાર્ય છે. એટલું ખરું કે ભગવાન વિષ્ણુની ઉપાસનામાં પરીક્ષાઓનો સામનો પણ કરવો પડે છે. નરસિંહ મહેતાના ઉદાહરણથી શરૂ કરીને મીરાબાઈ સુધીનાં અગણિત એવા જીવનકથન મળી આવે, જેમણે ઈશ્વરને પ્રાપ્ત કરવા માટે આકરી કસોટીઓનો સામનો કરવો પડયો. તો શું ભગવાન વિષ્ણુ કઠોર છે? નિર્દયી છે? ના. માતાનો સ્વભાવ કરૂણાસભર હોઈ શકે, પરંતુ પિતાની કરૂણા વર્તન કરતા વધારે કાર્યમાં દેખાવાની સંભાવના વધારે હોય. બાળકના ઉદાત્ત કાર્યથી પ્રસન્ન થઈને મા તેને ચોકલેટ અથવા રમકડું આપી શકે, પરંતુ આખેઆખી મિલ્કત વારસામાં લખી આપવાની ક્ષમતા તો પિતા પાસે જ હોય.