Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Obesity: Weight loss is a big business

Business Plus/ ઓબેસીટીઃ વજન ઉતારવાનો તગડો બિઝનેસ

Timeછેલ્લું અપડેટ : 18 Aug 2025
લાઇવ ટીવીGoogle News
Business Plus/ ઓબેસીટીઃ વજન ઉતારવાનો તગડો બિઝનેસ
સોર્સ : GSTV

- કોર્પોરેટ પ્લસ 

App Store

- ગણેશ દત્તા

શરીરનું વજન ઉતારવાની સમસ્યા દરેક દેશના નાગરિકોમાં જોવા મળે છે. સોશ્યલ નેટવર્ક વજન ઉતારવાના આઇિડયાથી છલકાતું જોવા મળે છે.વજન ઉતારવાની કોઇ પણ ટીપ્સ લોકો બહુ ધ્યાનથી વાંચે છે અને પોતાની સર્કલમાં તેની આપલે પણ કરે છે.

વધુ વજન-ઓબેસીટીથી (મેદસ્વીતા) પીડાતા લોકો માટે ભારે શરીર ડાયાબીટીસ જેવા રોગનું આશ્રય સ્થાન બની જાય છે. મોર્નિંગ વોક અને યોગીક કસરતો વગેરેના કારણે શરીરનું વજન ઉતરે છે પરંતુ મોડી રાત સુધી નોકરી કરતા લોકો માટે સવારે વહેલા ઉઠી શકાતું નથી માટે મોર્નિંગ વોકનો તે લોકો લાભ લઇ શકતા નથી. યોગીક કસરતો માટે પણ નિયમિતતા જળવાતી નથી. આ લોકો વજન ઉતારવાની દવાઓનું સેવન કરતા હોય છે.

બેઠાડુ જીવન ઓબેસીટી પાછળનું મુખ્ય કારણ ગણવામાં આવી રહ્યું છે. બેઠાડુ જીવન એ જ્યારે જોબનો એક ભાગ હોય છે ત્યારે જોબના કલાકો પછી શરીરને સ્થૂળ થતું અટકાવવા પ્રયાસો કરવા જોઇએ. નામાંકીત આઇટી કંપનીઓમાં કર્મચારીઓ માટે ઇન્ડોર સ્પોર્ટસ ઝોન વગેરે બનાવવા પાછળનું મુખ્ય કારણ તેમનું શરીર સૌષ્ઠવ જાળવવાનું હોય છે.

ઇન્ફોસિસે તેમની કંપનીમાં પાર્કિંગ અને ઓફિસ વચ્ચેનું અંતર અડધો કિલોમીટર જેટલું રાખ્યું છે. એટલે કંપનીના સીઇઓ તેમજ અન્ય હોદ્દદારો સહીત કર્મચારીઓને ફરજીયાત પણે અડધો કિલોમીટર ચાલવું પડે છે. જતાં આવતાં આ અંતર એક કિલોમીટરનું થયું. અનેક કંપનીઓએ પોતાના કેમ્પસના વોશરૂમ ઓફિસની બહાર થોડે દુર રાખ્યા છે જેથી સ્ટાફને ચાલવુંજ પડે જે તેમના બેઠાડું જીવનમાં લાભદાયી બની શકે છે.

આગામી પાંચ વર્ષમાં વજન ઉતારવાનો બિઝનેસ ૧૮,૧૪૮ મિલિયન ડોલરને વટાવશે. ભારતમાં વેઇટ મનેજમેન્ટ માર્કેટે ૨૦૨૨માં ૭૪૫૪.૧ મિલિયન ડોલરની આવક કરી હતી.

વેઇટ મેનેજમેન્ટમાં ડાયટ બહુ મહત્વનું પાસું હોઇ ઓબેસીટી ગ્રસ્ત લોકો કેટલાક અસરકારક ડાયટ લેવાનો આગ્રહ રાખે છે. ઉચ્ચ મધ્યમ વર્ગ અને પૈસાદાર વર્ગમાં ઓબેસીટીનું પ્રમાણ વધુ જોવા મળે છે. શ્રમ જીવી વર્ગને ઓબેસીટી નડતી નથી. પૈસાદાર વર્ગમાં ઓબસીટી ઘર કરી ગઇ હોવાથી મોંધી દવાઓ પણ બહુ સરળતાથી વેચાતી જોવા મળે છે.

વેઇટ મેનેજમેન્ટ સાથે સંકળાયેલા લોકો ડાયટ, ફીટનેસ માટેના સાધનો અને મોર્નિંગ વોક માટેના ડ્રેસીસ વગેરે પાછળ ખર્ચો કરતા જોવા મળે છે. 

વજન ઉતારવા માટેની દવાઓ સપ્લાય કરનારામાં હર્બલ લાઇફ, ન્યૂટ્રીસિસ્ટમ,ગ્લેનબીયા પીએલસી, ડબલ્યુ ડબલ્યુ ઇન્ટરનેશનલ કંપની, ટેકનોજીમ સ્પા, નેસ્લે એસએ, એબોટ લેબોરેટરી, અમર સ્પોર્ટ, જીએનસી, જ્હોન્સન હેલ્થ ટેક, એટકીન્સ, નાઉ ફૂડ્સ, ડબલ્યૂ કીલોગ કંપની, અલ્ટીકોર કોર્પોરેટ એન્ટરપાઇસ વગેરેનો સમાવેશ થાય છે.

વિશ્વભરમાં વજન ઉતારવાનું માર્કેટ બહુ કસદાર બની ગયું છે. વજન ઉતારવાના વિશ્વના કુલ માર્કેટમાં ભારતનો ફાળો માંડ ૫.૨ ટકા છે પરંતુ વધતા ડાયાબીટીસ બાદ આ માર્કેટમાં બહુ મોટો ઉછાળો આવ્યો છે. સ્થૂળ લોકો અમેરિકામાં વધુ છે.આ માર્કેટ અમેરિકામાં ૩૦ ટકા જેટલું છે. એશિયા પેસિફિકની વાત કરીયે તો ચીનમાં ઓબેસીટીનું પ્રમાણ બહુ મોટું છે. વજન ઉતારવાના માર્કેટમાં એશિયા પેસિફિકમાં ચીન મોખરે છે. 

વજન ઉતારવાના કીસ્સામાં ભારતના લોકો આરંભે શૂરા સાબિત થઇ રહ્યા છે. શરૂઆતમાં એટલેકે ડાયાબીટીસ બોડર્ર પર હોય ત્યારે મોર્નિંગ વોક નિયમિત કરવા તૈયાર થઇ જાય છે, ઘેર જીમના સાધનો કે સાઇકલ વસાવી લે છે. પરંતુ થોડા દિવસમાં મોર્નિંગ વોકના શૂઝ ક્યાંક ખૂણામાં ધકેલાઇ જાય છે અને જીમના સાધનો પણ કાટ ખાવા લાગે છે. આવા લોકો દેખાદેખી ખર્ચા કરે છે. પરંતુ વજન ઉતારવા બાબતે બહુ ગંભીર નથી હોતા.

આવા લોકો માટે એન્ટી ઓબેસીટી ડ્રગ્સનો ઉપયોગ અનિવાર્ય બની જાય છે. ભારતમાં વેઇટ મેનેજમેન્ટ માર્કેટ ૨૦૩૦ સુધીમાં અનેક નવા ડ્રગ્સ અને ઇનોવેશન જોવા મળી શકે છે.

મેદસ્વીતા મુક્ત અને સ્વસ્થ ગુજરાતની ઝુંબેશ ગયા મહિને ગુજરાત સરકારે શરૂ કરી હતી. જ્યાં મેદસ્વીતા છે ત્યો રોગ પ્રવેશે છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં તો ડાયાટીશ્યનની ઓપીડી ચાલે છે. અમદાવાદની ઇન્ડિયન ઇન્સટીટયુટ ઓફ મેનેજમેન્ટે નાવો નોર્ડીક્સ ઇન્ડિયા કંપની સાથે પાંચ વર્ષનો કરાર કરીને ઓબેસીટી કેરની ઇકો સિસ્ટમને મજબૂત કરવાનો છે.

મેદસ્વીતા-ઓબેસીટી સામે લડવું બહુ અધરૂં નથી પરંતુ ફાઇટ આપવી જરૂરી છે. ઓબેસીટી  શરીરમાં રોગોના પ્રવેશનું દ્વાર બની જાય છે. આ દ્વારમાંથી ઘૂસેલા રોગ કાયમી ઘર ના કરી જાય તે માટે સજાગ રહેવાની જરૂર છે.

વિશ્વમાં વેઇટ લોસ માટેના સપ્લીમેન્ટ બનાવતી ટોપ ટેન કંપનીઓમાં મોખરે કોન્ચ લાઇફ સાયન્સ આવે છે. આ કંપની પાસે શરીરમાંની ચરબી બાળવાની અસરકારક ફોર્મ્યુલા છે તેમજ તે પ્રોડક્ટ સંશોધનો આધારીત હોય છે.

બીજા નંબરે હિમાલયન ન્યૂટ્રીશન આવે છે જે ગાર્સીનીયા ક્મોજીયાનો ઉપયોગ કરે છે. ગુજરાતીમાં તેને વન આંમળા કહે છે. બજારમાં તે બહુ વેચાતા નથી. તે થાક દૂર કરે છે અને ભૂખ ઘટાડે છે.

ત્રીજા નંબરે મસલબેઝ આવે છે. તે સ્પોર્ટ ક્ષેત્ર માટે સર્ટીફાઇડ છે. તેની પ્રોટીન આધારીત વેઇટ લોસની ફોર્મ્યુલા હોય છે. ચોથે આવતી હર્બલ લાઇફ હર્બલ તત્વોનો ઉપયોગ કરે છે, શરીરની ચયાપચયની ક્રીયાને વેગવંતી બનાવે છે.

પાંચમે નેપચ્યુન બાયોટેક આવે છે જે કુદરતી તત્વોમાંથી બને છે તે હેલ્થના ગ્રાફ પર વધુ ધ્યાન આપે છે. છઠ્ઠે બીગ મસલ ન્યૂટ્રીશન આવે છે . કંપની પાસે વેઇટલોસની ફોર્મ્યુલા છે. સાતમે સફોલા આવે છે. તેની પાસે શરીરની ચરબી બાળવાની ફોર્મ્યુલાનો ઉપયોગ કરે છે. આંઠમે એમવે ઇન્ડીયા આવે છે. નવમે ન્યૂહર્બ્સ જ્યારે દશમે ડો.મોરપન આવે છે.

 આ કંપનીઓ આયુર્વેદીક દવાઓ અને ન્યૂટ્રીશનની ફોર્મ્યલા પર ભાર આપવા ઉપરાંત ચયાપચયની ક્રીયાને બૂસ્ટ કરવાનો પ્રયાસ કરે છે. જેથી પેટમાં પડી રહેલો ખોરાક સડી જઇને ગેસના છોડી શકે.મેદસ્વીતા ધટાડવા માટે અન્ય સારવાર પણ અપાય છે. જેમકે મેડિટેશન, બેરિયાટીક સર્જરી વગેરે.

- મેદસ્વીતાના મારણઃ મુંજારો અને વેગોવી 

ભારતમાં મેદસ્વી લોકોનું પ્રમાણ (ઓબેસીટી) વધી રહ્યું છે. એક અહેવાલ અનુસાર ભારતમાં ૨૫૪ મિલીયન લોકો મેદસ્વી છે જ્યારે ૩૫૧ મિલીયન લોકોની ફાંદ મોટી છે. ઓબેસીટી એ સળગતી સમસ્યા છે. ઓબેસીટી દુર કરવા દરેક પ્રયાસ કરે છે. ભારતમાં ઓબેસીટી દુર કરવાનું માર્કેટ ૬૨૮ કરોડ રૂપિયાનું છે. શરીર ઉતારવા લોકો યોગ કરે છે, વિવિધ કસરતો કરે છે, મોર્નિંગ વોક કરે છે તેમજ વજન ઉતારવાની દવાઓ પણ લે છે.

જ્યારે લાખો લોકો ઓબેસીટી દુર કરવા પ્રયાસ કરે છે ત્યારે વજન ઉતારવાની દવાઓનું વેચાણ પણ ધૂમ થઇ રહ્યું છે. વજન ઉતારવાની બે દવાઓ તાજેતરમાં ભારતમાં બની છે અને તેની બહુ ચર્ચા પણ થઇ રહી છે. આ દવાઓની ડિમાન્ડ એટલી બધી છે કે ૨૦૨૧માં તેમનું વેચાણ ૧૩૮ કરોડનું હતું જે હાલમાં વધીને ૬૨૮ કરોડ પર પહોંચ્યું છે.

આ બે દવાઓના નામ છે. મુંજારો (ટીર્ઝેપટાઇડ) અને વેગોવી(મૂળ ડ્રગ સેમા ગ્લુટાઇડ) બંને દવાઓ બહુ મોંધી છે . તેમને ડોક્ટરની સલાહ મુજબ લેવાની હોય છે. આ બંનેમાં એલી લીલી કંપનીએ બનાવેલ મુંજારોની કિંમત ૧૪,૦૦૦ થી ૧૭,૫૦૦ જેટલી છે જ્યારે નોવો નોરદેક કંપનીએ બનાવેલ વેગોવીની કિંમત ૧૭૩૪૫ થી ૨૬,૦૫૦ રૂપિયા સુધીની છે. કેટલીક વાર ડાયાબીટીસ મટાડવાની દવાનો ઉપયોગ લોકો વજન ઉતારવા કરતા હોય છે. ગયા મહિને ટીવી સ્ટાર રામ કપુર પણ આવાજ એક વિવાદમાં સપડાયા હતા. તેમને પૂછવામાં આવ્યું હતું કે તમે ડાયાબીટીસની દવા વજન ઉતારવા લઇ રહ્યા છો? ત્યારે તેમણે સાચો જવાબ આપવાના બદલે ગોળગોળ જવાબ આપીને કહ્યું હતું કે જે દવા અસર કરે તેને લેવાની હોય. અનેક સેલિબ્રીટી વજન ઉતારવા ફાંફા મારે છે.